સાઉદી પ્રિન્સનું યમન સીમા પર હેલિકોપ્ટર ક્રેશમાં મૃત્યુ

ઇમેજ સ્રોત, Getty Images
સાઉદી અરેબિયાની સરકારી ચેનલે જાહેર કર્યા પ્રમાણે યમનની સીમા પાસે એક હેલિકોપ્ટર દુર્ઘટનામાં એક રાજકુમાર અને ઘણા ઉચ્ચસ્તરીય અધિકારીઓનાં મૃત્યુ થયા છે.
પ્રિન્સ મન્સૂર બિન મુકરીન અસીર વિસ્તારના ડેપ્યુટી ગવર્નર હતા અને સાઉદી અરેબિયાના પૂર્વ ક્રાઉન પ્રિન્સ મુકરીન અલ સાઉદના પુત્ર હતા.
સાઉદી ન્યૂઝનું જણાવવું છે કે આ ક્રેશ દુર્ઘટનામાં કોઈનો બચાવ નથી થયો.
હેલિકોપ્ટર ક્રેશના કારણો અંગે હજુ જાણકારી મળી શકી નથી.
હેલિકોપ્ટર દક્ષિણ સાઉદી અરેબિયામાં આભા શહેર પાસે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.
રવિવારના રોજ જ સાઉદી અરેબિયાએ જાહેર કર્યું હતું કે એ સૌ રાજકુમાર, મંત્રીઓ અને ઉદ્યોગપતિઓના બેંક ખાતા સીઝ કરી દેવામાં આવશે, જેમની ભ્રષ્ટાચારના આરોપસર ધરપકડ કરાઈ છે.
ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનની અધ્યક્ષતામાં સાઉદી અરેબિયામાં ભ્રષ્ટાચાર વિરૂદ્ધ એક કમિટી બનાવાઈ છે.
મન્સૂર બિન મુકરીનના પિતાને તેમના સાવકા ભાઈ કિંગ સલમાને 2015માં સિંહાસન પર અધિકાર મેળવ્યા બાદ થોડા જ મહિનામાં જ સત્તાથી બરતરફ કરી દીધા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












