વર્ષ 2017માં Fake News શબ્દ ટ્રમ્પનાં નિવેદનોનો પર્યાય?

ઇમેજ સ્રોત, Reuters
વર્ષ 2017માં એક શબ્દએ આખી દુનિયાનું ધ્યાન તેના પ્રત્યે દોર્યું છે. એ શબ્દને મોટાભાગે ટ્વિટર પર શોધવામાં આવ્યો.
સોશિઅલ મીડિયામાં જેને ઘણીવાર સર્ચ કરાયો એ શબ્દ હવે યુકેની ડિક્શનરી પબ્લિશર કૉલિન્સ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો છે.
આ શબ્દ છે "ફેક ન્યૂઝ" એટલે કે ખોટા સમાચાર.
તમને આ વાંચવું પણ ગમશે :
આ ડિક્શનરીના પ્રકાશકના જણાવ્યા મુજબ આ શબ્દ કદાચ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રંપના નિવેદનોનો પર્યાય બની શકે છે.
આખી દુનિયામાં આ શબ્દનો ઉપયોગ 2017માં 365 ટકા વધ્યો છે.

નવા શબ્દોમાં રાજકારણનો મોટો ફાળો

ઇમેજ સ્રોત, HARPER COLLINS
આ શબ્દની સાથે યાદીમાં રાજકારણથી જોડાયેલા બીજા શબ્દો પણ પ્રકાશમાં આવ્યા છે.
યુરોપના લોકોએ "એન્ટિફા" અને "ઇકો-ચેમ્બર" જેવા શબ્દોને પણ વધારે સર્ચ કર્યા છે.
પ્રકાશક અગાઉ "Brexit" and "Gee જેવા શબ્દો પણ શોધી ચૂક્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

આગામી વર્ષે ડિક્શનરીમાં સ્થાન
"fake news - ફેક ન્યૂઝ" શબ્દને આવતા વર્ષે ડિક્શનરીમાં સ્થાન મળશે.
અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ આ શબ્દનો ઉપયોગ કરનારા એકલા વ્યક્તિ નથી.
જર્મનીના થેરેસા મે અને જેરેમી કોર્બીએ પણ આ શબ્દનો ઉપયોગ ઘણીવાર કર્યો છે.
સોશિઅલ મીડિયા આ બંને તરફના આક્ષેપોથી ભરેલું છે.

આ શબ્દ સમાજ માટે હાનિકારક

ઇમેજ સ્રોત, HARPER COLLINS
પ્રકાશક હેલન ન્યૂસ્ટેડ કૉલિન્સના જણાવ્યા મુજબ, "ફેક ન્યૂઝ", વાસ્તવિક નિવેદનો અથવા તો આક્ષેપો પરથી શોધવામાં આવેલો શબ્દ છે.
આ શબ્દ સમાચારની દુનિયામાં અને સમાજને નુકસાન પહોંચાડવાનું કામ કરે છે.

ગત કેટલાક વર્ષોમાં કોલિન્સની ડિક્શનરીના વિજેતા શબ્દો
2016 - Brexit (બ્રેક્સિટ): આ નામનો અર્થ "યુરોપિયન યુનિયનમાંથી યુનાઇટેડ કિંગડમનું નીકળી જવું".
binge-watch (બિંજ-વૉચ): આ ક્રિયાપદનો અર્થ "ડીવીડી અથવા ડિજિટલ સ્ટ્રીમિંગ દ્વારા ટીવીના એકથી વધારે એપિસોડ જોવા".
2014 - Photobomb (ફોટોબોમ્બ): "ફોટો બગાડવો મોટેભાગે રમૂજી ચહેરો અથવા મૂર્ખામી કરતા હોય એમ".
2013 - Geek (ગીક): "આ તરંગી શબ્દ છે જે મૂળ રીતે તરંગી અથવા મુખ્યપ્રવાહથી ભિન્ન લોકોનું વર્ણન કરવા માટે વપરાય છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












