સૂફી દરગાહ પર આત્મઘાતી હુમલામાં 13 લોકોનાં મોત, 20 ઘાયલ

બલૂચિસ્તાનમાં સુરક્ષા માટે તહેનાત કર્મચારીઓની તસવીર
ઇમેજ કૅપ્શન, બલૂચિસ્તાનમાં સુરક્ષા માટે તહેનાત કર્મચારીઓ

પાકિસ્તાનનાં બલૂચિસ્તાનમાં સૂફી દરગાહ પર આત્મઘાતી હુમલો થયો છે. હુમલામાં 13 લોકોનાં મોત થયાં છે. જ્યારે 20 લોકો ઘાયલ થયાં છે.

જ્યારે વિસ્ફોટ થયો ત્યારે દરગાહમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ હાજર હતા.

સ્થાનિક અધિકારીનાં જણાવ્યા પ્રમાણે એક પોલીસમેને એક હુમલાખોરને મસ્જિદના દરવાજા પર અટકાવ્યો હતો. ત્યારે તેણે ખુદને બોમ્બથી ઉડાવી દીધો.

હાલ કોઈ સંગઠને હુમલાની જવાબદારી સ્વીકારી નથી.

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી ઉગ્રવાદીઓ પાકિસ્તાનમાં સૂફી દરગાહોને નિશાન બનાવી રહ્યા છે.

એપ્રિલ મહિનામાં પાકિસ્તાનના પંજાબ પ્રાંતના સરગોઢા શહેરમાં સૂફી દરગાહમાં આત્મઘાતી વિસ્ફોટ થયો હતો. જેમાં 20 લોકોનાં મોત થયાં હતાં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો