You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઇન્ડોનેશિયામાં 26 ફૂટ લાંબા અજગરને મારીને તળીને ખાઈ ગયા લોકો!
26 ફૂટ લાંબો અજગર જોઈને ભલભલા મૂછાળા મરદના હાંજા ગગડી જાય, પણ સુમાત્રાના બતાંગ ગનસાલ જિલ્લામાં ગાર્ડ તરીકે ફરજ બજાવતો રોબર્ટ નબાબન કાઇંક જુદીજ માટીનો છે.
જેણે એકલા હાથે આ મહાકાય જીવને પડકાર્યો અને સ્થાનિકોની મદદથી 26 ફૂટના એનાકોન્ડાને મોતને ઘાટ ઉતારી દીધો.
નબાબનને આ અજગર સાથેની લડાઈમાં ગંભીર ઈજાઓ થઇ છે એમનો જીવ તો બચી ગયો પણ તેનો ડાબો હાથ જખ્મી થઇ ગયો તેમ છતાંયે આ અજગર સામે તેને બાથ ભીડવાનું ચાલુ રાખ્યું હતું.
હાલમાં નબાબ સારવાર હેઠળ છે. ગામવાળાઓ આ મહાકાય અજગરને જોઈ શકે, એ હેતુથી અજગરનાં મૃત શરીરને થોડા સમય માટે ગામમાં એક ઝાડ પર લટકાવવામાં આવ્યું.
ત્યારબાદ આ અજગરના શબને રાંધવામાં આવ્યું, ગામના બધા વ્યક્તિઓએ ભેગા થઇને તળેલા અજગરના માંસનો સ્વાદ માણ્યો.
મહાકાય અજગરો સામાન્ય
બાતાંગ ગનસાલ જિલ્લામાં અજગર દેખાયાનો આ બનાવ નથી.
જિલ્લાના સ્થાનિક સરકારી અધિકારી એલીનારિયોને જણાવ્યું હતું કે "આ વર્ષે લગભગ આ વિસ્તારમાં દસ વખત અજગર જોવા મળ્યો હતો. ઉનાળામાં તે પાણીની શોધમાં અને વરસાદમાં નહાવા બહાર નીકળે છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ ઉમેરે છે, "પામનાં વાવેતરોમાં જે વિસ્તારમાં ઉંદરો વધુ પ્રમાણમાં હોય છે એ કારણે પણ અજગર શિકારની શોધમાં બહાર નીકળે છે અને આ વિસ્તારમાં વધુ દેખાય છે."
નબાબનની બહાદુરી
રોબર્ટ નાબાબનને આ અજગર એક પામ તેલના વાવેતરની સડક પર વચ્ચે મળ્યો હતો. અજગર એવી રીતે બેઠો હતો કે સડક પર ચાલનારા અને પસાર થનારા લોકોને તે નડી રહ્યો હતો અને સડક જામ થઇ ગઈ હતી.
લોકો રસ્તો પાર નહોતા કરી શકતા, પણ લોકો ડરી ગયા હોવાથી કોઈ કાંઈ નહોતું કરી રહ્યું અને અજગરને રસ્તા પરથી હટાવવા કોઈ પ્રયાસો નહોતા થઇ રહ્યા.
37 વર્ષના નબાબનથી લોકોની આ મુશ્કેલી જોવાઈ નહિ. તેણે એકલા હાથે અજગર સાથે બાથ ભીડી લીધી. અજગરે સામો હુમલો કરીને નબાબનના હાથમાં પોતાના તીક્ષ્ણ દાંત બેસાડી દીધા.
ઇન્ડોનેશિયાની ન્યૂઝ વેબસાઇટના ડેતિક સાથે વાત કરતા નબાબને કહ્યું, "હું તેને પકડવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, ત્યારે તેણે મને મારા હાથમાં બચકું ભર્યું, પણ મેં તેને છોડ્યો નહિ."
નબાબને શા માટે તે અજગરને પકડવાનો પ્રયત્ન કર્યો, તેનો કોઈ ઉલ્લેખ તેણે નહોતો કર્યો.
પરંતુ કેટલાક અહેવાલો મુજબ નબાબન અજગરથી ડરી ગયેલા ગ્રામવાસીઓને મદદ કરવા માગતો હતો અથવા રસ્તા પર અડચણરૂપે બેસેલા અજગરને તે ત્યાંથી હટાવવા માંગતો હતો.
એલીનારિયોનના જણાવ્યા મુજબ, નબાબનને પેકનબરૂ શહેરની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેની સારવાર ચાલી રહી છે.
બીબીસી સાથે વાત કરતા, એલીનારિયોને જણાવ્યું હતું કે નબાબનનો ડાબો હાથ ખરાબ રીતે ઘાયલ અને ઈજાગ્રસ્ત છે અને ડૉકટર્સ "તેને (ડાબા હાથને) કાપી" શકે છે.
આવા જોખમ ન લેવા જોઈએ
એલીનારિયોને ઉમેર્યું હતું કે લોકોએ એકલે હાથે અજગર સાથે બાથ ભીડવાનું ટાળવું જોઈએ.
"તમારે આ ન કરવું જોઈએ ... તે સાપ છે, જો તમે તેને મારવાનો પ્રયત્ન કરો તો, દેખીતી રીતે તે સામો હુમલો કરશે જ,"
ગામના લોકો અજગર ખાઈ ગયા તેથી તેમને આશ્ચર્ય થયું નહોતું. "મેં મિત્રો પાસેથી સાંભળ્યું છે કે અજગરનું માંસ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. સાંપ જેટલો લાંબો એટલો સારો, તેનો અર્થ એ કે એમાં ઘણું માંસ હોય! "
કેટલાક લોકો એવું પણ માને છે કે "અજગરના રક્તમાં રોગની સારવાર થઇ શકે તેવા ઔષધીય ગુણો હોય છે અને દર્દોની સારવાર માટે સારું છે, તેનો દવા તરીકે ઉપયોગ કરી શકાય છે."
એવું નથી કે દર વખતે ગ્રામવાસીઓ અજગરને હરાવવા માટે સક્ષમ હોય છે. આ વર્ષના માર્ચ મહિનામાં, અજગરના પેટમાંથી એક સ્થાનિકની લાશ મળી આવી હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો