રવીન્દ્ર જાડેજાની ફિરકી બૉલિંગે દિલ્હી ટેસ્ટ મૅચમાં કેવી રીતે ઑસ્ટ્રેલિયાને ઘૂંટણિયે પાડી દીધું

રવીન્દ્ર જાડેજા

ઇમેજ સ્રોત, Getty Images

દિલ્હીમાં રમાઈ રહેલી ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ મૅચમાં ભારતનો વિજય થયો છે.

બીજી ઇનિંગમાં ઑસ્ટ્રેલિયાએ આપેલા 115 રનના લક્ષ્યને ભારતે બીજા દિવસના લંચ બ્રેક બાદ જ પૂર્ણ કરી દીધો હતો.

ચાર ટેસ્ટ મૅચની બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફીની સિરીઝમાં ભારતની આ બીજી જીત છે અને આ જીતમાં ભારતીય સ્પીન બૉલર રવીન્દ્ર જાડેજાનો સિંહફાળો રહ્યો છે.

રવીન્દ્ર જાડેજાએ બીજી ઇનિંગમાં 12.1 ઓવર નાખીને ઑસ્ટ્રેલિયાની સાત વિકેટો લીધી હતી. જ્યારે અન્ય ત્રણ વિકેટો રવિચંદ્રન અશ્વિનના ફાળે આવી હતી.

આ અગાઉ ભારતીય ટીમ શનિવારે પોતાની પહેલી ઇનિંગમાં 263 રનની સામે 262 રન કરીને ઓલઆઉટ થઈ ગઈ હતી. એ રીતે ઑસ્ટ્રેલિયાને પહેલી ઇનિંગમાં એક રનની લીડ મળી હતી.

line

જાડેજાની ટેસ્ટ કારકિર્દીનું સૌથી ઉત્કૃષ્ઠ પ્રદર્શન

રવીન્દ્ર જાડેજા

ઇમેજ સ્રોત, Getty Images

મૅચના ત્રીજા દિવસે અપસેટ સર્જાયો હતો. જ્યારે ઑસ્ટ્રેલિયાની ટીમ બીજી ઇનિંગમાં 113 રન બનાવીને ઑલઆઉટ થઈ ગઈ હતી.

બીજા દિવસના અંતે ઑસ્ટ્રેલિયાનો સ્કોર એક વિકેટના નુક્સાને 61 રન હતો અને ત્રીજા દિવસની શરૂઆત પણ ઑસ્ટ્રેલિયાની ટીમ માટે સારી રહી હતી.

જોકે, રવીન્દ્ર જાડેજાએ તરખાટ મચાવીને મૅચના ત્રીજા દિવસે સાત વિકેટ ખેરવી લીધી હતી.

મૅચ શરૂ થઈ તેના પ્રથમ કલાકમાં જ ઑસ્ટ્રેલિયાની પાંચ વિકેટો પડી ગઈ હતી અને જોતજોતામાં સમગ્ર ઑસ્ટ્રેલિયન ટીમ પૅવેલિયન ભેગી થઈ ગઈ હતી.

બીજી ઇનિંગમાં ભારતીય ટીમ તરફથી માત્ર બે બૉલર્સે તમામ 10 વિકેટો લીધી હતી. તેમાંથી સાત વિકેટ તો માત્ર રવીન્દ્ર જાડેજાએ લીધી હતી. જ્યારે રવિચંદ્રેન અશ્વિને અન્ય ત્રણ વિકેટો લીધી હતી.

જાડેજાએ બીજી ઇનિંગમાં સાત અને પ્રથમ ઇનિંગમાં ત્રણ એમ મળીને કુલ 10 વિકેટો લીધી છે. આ રવીન્દ્ર જાડેજાની ટેસ્ટ કારકિર્દીનું સૌથી ઉત્કૃષ્ઠ પ્રદર્શન છે.

line

કેવી રહી બીજી ટેસ્ટ મૅચ

રવીન્દ્ર જાડેજા

ઇમેજ સ્રોત, Getty Images

ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં 17 ફેબ્રુઆરીએ ટેસ્ટ મૅચ શરૂ થઈ હતી.

ઑસ્ટ્રેલિયાએ ટૉસ જીતીને પ્રથમ બૅટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ ઇનિંગમાં ઑસ્ટ્રેલિયાની ટીમ 263 રન પર ઑલઆઉટ થઈ હતી.

જેમાં ઉસ્માન ખ્વાજાએ 81 અને હૅન્ડ્સકોમ્બે અણનમ 72 રન ફટકાર્યા હતા.

263 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઊતરેલી ભારતીય ટીમ બીજા દિવસે જ 262 રન બનાવીને ઑલઆઉટ થઈ ગઈ હતી. જેના કારણે ઑસ્ટ્રેલિયન ટીમને 1 રનની લીડ મળી હતી.

બીજા દિવસે ટી બ્રેક બાદ ઑસ્ટ્રેલિયાની બીજી ઇનિંગ શરૂ થઈ હતી અને દિવસ પૂર્ણ થતા સુધીમાં ઑસ્ટ્રેલિયન ટીમનો સ્કોર એક વિકેટના નુક્સાને 61 રન હતો.

ત્રીજા દિવસની શરૂઆતમાં જ એક પછી એક વિકેટો પડવાની શરૂ થઈ ગઈ હતી. ઑસ્ટ્રેલિયાની આખી ટીમ 113 રનોમાં ઑલઆઉટ થઈ ગઈ હતી.

115 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઊતરેલી ભારતીય ટીમે લંબબ્રેક બાદ જ ચાર વિકેટના નુક્સાને તેને પૂર્ણ કરીને મૅચ જીતી લીધી હતી.

line

કોહલીને આઉટ આપવાને લઈને થયેલો વિવાદ

રવીન્દ્ર જાડેજા

ઇમેજ સ્રોત, ANI

દિલ્હી ટેસ્ટના બીજા દિવસે જ્યારે ભારતીય ટીમની બેટિંગ ચાલી રહી હતી ત્યારે 44 રન પર બેટિંગ કરી રહેલા વિરાટ કોહલીને એલબીડબ્લ્યૂ આઉટ આપવામાં આવ્યા હતા.

અમ્પાયરે જે રીતે વિરાટને આઉટ જાહેર કર્યા તેને લઈને વિવાદ સર્જાયો છે, કારણ કે બૉલ પહેલાં તેમના પૅડ પર નહીં પરંતુ બૅટ પર વાગ્યો હતો.

આ પ્રકારના કિસ્સામાં જો આઈસીસીના નિયમો પર ધ્યાન આપવામાં આવે તો વિરાટ કોહલીને જે રીતે આઉટ આપવામાં આવ્યા તે એકદમ અયોગ્ય કહી શકાય.

એમસીસીના નિયમ 36.2.2 અનુસાર, એલબીડબલ્યુ દરમિયાન જો બૉલ બૅટર અને બૅટ બંનેને એકસાથે અડકે ત્યારે માનવામાં આવશે કે બૉલ પહેલાં બૅટને વાગ્યો છે.

આ પરથી સ્પષ્ટ થાય છે કે વિરાટ કોહલીના કિસ્સામાં જે રીતે બૉલ તેમને અને બૅટને બંનેને અડક્યો હોવાથી આઉટ ન આપી શકાય, પરંતુ અમ્પાયરે કોહલીને આઉટ જાહેર કર્યા.

line

કોહલીએ સચિન તેંડુલકરનો રૅકોર્ડ તોડ્યો

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

કોહલીને આઉટ આપવાને લઈને થયેલા વિવાદ બાદ પણ તેમણે એક નવો રૅકોર્ડ બનાવ્યો છે.

મૅચના ત્રીજા દિવસે તેઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી 25 હજાર રન બનાવનારા ખેલાડી બન્યા છે.

રવિવારે આ રૅકોર્ડ બનાવવાની સિદ્ધિ કોહલીએ પોતાની કારકિર્દીની 549મી આંતરરાષ્ટ્રીય મૅચમાં હાંસલ કરી લીધી હતી.

તેમના પહેલાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 34,437 રન બનાવી ચૂકેલા સચિન તેંડુલકરે 577 રનમાં સિદ્ધિ હાંસલ કરી હતી.

ઑસ્ટ્રેલિયાના રિકી પૉન્ટિંગના યાદીમાં ત્રીજા નંબરે છે. તેમણે 588 મૅચોમાં 25 હજાર રન પૂરા કર્યા હતા.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન