વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્લાસ્ટિકની નકામી બૉટલોમાંથી બનેલું જૅકેટ પહેર્યું, શું છે ખાસિયત?

(સંસદમાં પીએમ મોદીએ પહેરેલી જૅકેટ પ્લાસ્ટિકની બૉટલોને રિસાઇકલ કરીને બનાવવામાં આવી છે. સૌજન્ય- @HardeepSPuri

ઇમેજ સ્રોત, @Hardeep Puri/Twitter

ઇમેજ કૅપ્શન, (સંસદમાં પીએમ મોદીએ પહેરેલી જૅકેટ પ્લાસ્ટિકની બૉટલોને રિસાઇકલ કરીને બનાવવામાં આવી છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ માટે સંસદ પહોંચ્યા ત્યારે તેમણે પહેરેલા સ્કાય કલરના જૅકેટે ચર્ચા જગાવી. હકીકતમાં વડા પ્રધાન મોદીએ આ જે જૅકેટ પહેર્યું હતું તે ખરાબ થયેલી પ્લાસ્ટિક બૉટલ્સને રિસાઇકલ કરીને બનાવાયું છે.

સોમવારે બૅંગલુરુમાં યોજાયેલા ઇન્ડિયા ઍનર્જી વીકમાં ઇન્ડિયન ઑયલ કૉર્પોરેશને પીએમ મોદીને આ જૅકેટ ભેટ આપ્યું હતું.

કંપનીએ આ પ્રકારે પ્લાસ્ટિકની ખરાબ બૉટલ્સમાંથી ડ્રેસ બનાવવાની યોજના બનાવી છે. જેને કંપનીએ Inbottled ઇનિશિએટિવ નામ આપ્યું છે.

ઇન્ડિયન ઑયલના ચૅરમૅન એસ. એમ. વૈદ્યે સમાચાર સંસ્થા એએનઆઈને જણાવ્યું કે, "વડા પ્રધાન મોદીએ આ જૅકેટ પહેરીને મોટો સંદેશ આપ્યો છે. આ જૅકેટ આપણે ફ્રેશ પૉલિમરનો ઉપયોગ કેવી રીતે ઓછો કરી શકીએ અને રિસાઇકલિંગને કેવી રીતે પ્રોત્સાહન આપી શકીએ તેનું ઉત્તમ ઉદાહરણ છે."

વૈદ્યે વધુમાં જણાવ્યું કે આ પ્રકારના પ્લાસ્ટિકની ખરાબ બૉટલ્સમાંથી બનાવેલાં જૅકેટ્સ સામાન્ય લોકો માટે પણ ત્રણ મહિનામાં મળવા શરૂ થઈ જશે. અને આ પ્રકારના ડ્રેસ IOCL, BPCL અને HPCLના આઉટલૅટ્સ પરથી મળી શકશે.

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

જોઈએ કે આ જૅકેટ શું છે અને તે કેવી રીતે બને છે.

line

કેવી રીતે તૈયાર થયું પ્લાસ્ટિકની ખરાબ બૉટલ્સમાંથી જૅકેટ?

નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, ANI

ઇન્ડિયન ઑયલ કૉર્પોરેશને દર વર્ષે 10 કરોડ PET બૉટલ્સને રિસાઇકલ કરવાની યોજના બનાવી છે. રિસાઇકલ થનારી આ બૉટલ્સમાંથી કપડાં બનાવવામાં આવશે.

ટ્રાયલ માટે ઇન્ડિયન ઑયલ કૉર્પોરેશનના વિશેષજ્ઞોએ આ જૅકેટ તૈયાર કર્યું હતું. અને તેને પીએમ મોદીને ભેટ આપવામાં આવ્યું છે.

ઇન્ડિયન ઑયલના પદાધિકારીઓએ સમાચાર સંસ્થા પીટીઆઈને જણાવ્યું કે આ પ્રકારનું એક વસ્ત્ર તૈયાર કરવા માટે 28 બૉટલ્સને રિસાઇકલ કરવામાં આવે છે. કંપનીની યોજના દર વર્ષે 10 કરોડ બૉટલ્સને રિસાઇકલ કરવાની છે.

કંપનીનું માનવું છે કે તેને કારણે પર્યાવરણના સંરક્ષણમાં મદદ મળશે અને પાણીની પણ બચત થશે. જાણકારોનું કહેવું છે કે કૉટનના કપડા બનાવામાં અને તેને રંગ કરવામાં ઘણા પ્રમાણમાં પાણી વપરાય છે. જ્યારે પૉલિસ્ટરની ડોપ ડાઇંગ કરવામાં એક ટીપું પાણીનો ઉપયોગ થતો નથી.

આ સિવાય ઇન્ડિયન ઑયલ કૉર્પોરેશનની યોજના PET બૉટલ્સના ઉપયોગ કરવા માટે સશસ્ત્ર દળો માટે નૉન કૉમ્બેટ યુનિફૉર્મ બનાવવાની પણ છે.

line

કોણે તૈયાર કર્યું છે આ જૅકેટ?

પ્લાસ્ટિક બૉટલ

ઇમેજ સ્રોત, Getty Images

પીએમ મોદીએ પહેરેલું આ જૅકેટ તામિલનાડુની કરૂરની કંપની શ્રી રેંગા પૉલિમર્સ નામની કંપનીએ તૈયાર કર્યું છે.

કંપનીના મૅનેજિંગ પાર્ટનર સેંથિલ શંકરે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ઇન્ડિયન ઑયલને તેમણે PET બૉટલ્સમાંથી બનેલા 9 રંગનાં કપડાં આપ્યાં હતાં. ઇન્ડિયન ઑયલે આ જૅકેટને વડા પ્રધાનના ટૅલર પાસે તૈયાર કરાવડાવ્યું છે.

સેંથિલના જણાવ્યા પ્રમાણે આ જૅકેટને તૈયાર કરવા માટેનાં કપડાંમાં 15 જેટલી બૉટલને રિસાઇકલ કરવામાં આવે છે, જ્યારે આખો યુનિફૉર્મ તૈયાર કરવા માટે સરેરાશ 28 બૉટલને રિસાઇકલ કરવામાં આવે છે.

PET બૉટલ્સને રિસાઇકલ કરીને પહેલા તો તેમાંથી ફાઇબર બનાવવામાં આવે છે. પછી તેમાંથી યાર્ન તૈયાર થાય છે. આ યાર્નનો ઉપયોગ કરીને ફાઇબર તૈયાર થાય છે અને પછી તેમાંથી ગારમેન્ટ તૈયાર કરવામાં આવે છે. રિસાઇકલ કરાયેલી બૉટલ્સમાંથી બનેલી આ જૅકેટની કિંમત રિટેલ માર્કેટમાં લગભગ 2000 રૂપિયા છે.

આ કપડાં ગ્રીન ટેકનૉલૉજી પર આધારિત છે. આ વસ્ત્રોમાં ઉપયોગમાં લેવાતી બૉટલ્સને લોકો પાસેથી એકત્રિત કરવામાં આવે છે. કપડાં પર ક્યૂઆર કોડ પણ હોય છે જેને કારણે સ્કેન કરીને તેની હિસ્ટ્રી જાણી શકાય છે.

ટી-શર્ટ માટે માત્ર 5 કે 6 બૉટલ્સનો ઉપયોગ થાય છે. શર્ટ બનાવવા માટે 10 અને પૅન્ટ બનાવવા માટે સરેરાશ 20 બૉટલ્સને રિસાઇકલ કરવામાં આવે છે.

line

શું છે Inbottled ઇનિશિએટિવ?

પ્લાસ્ટિક બૉટલ

ઇમેજ સ્રોત, Getty Images

ઇન્ડિયન ઑયલે પોતાની Inbottled ઇનિશિએટિવ પહેલ અંતર્ગત વિભિન્ન પોશાક લૉન્ચ કર્યાં છે.

અધિકારીઓએ એએનઆઈને જણાવ્યા પ્રમાણે સિંગલ યૂઝ પ્લાસ્ટિકને ચરણબદ્ધ રીતે સમાપ્ત કરવાના ભાગરૂપે ઇન્ડિયલ ઑયલના કર્મચારીઓના માટે અને અન્ય ગ્રાહકો માટે આ વસ્ત્રો બનાવવાનું નક્કી કર્યું છે. જે રિસાઇકલ્ડ પૉલિસ્ટર એટલે કે આરપીટીઈની મદદથી બનાવવામાં આવી છે. ઇન્ડિયન ઑયલ આવનારા દિવસોમાં આ પ્રકારનાં વસ્ત્રો સેનાના જવાનો માટે પણ બનાવવા ઇચ્છે છે.

line

હાલ બજેટમાં પણ ગ્રીન મિશન પર મુકાયો હતો ભાર

સેન્થિલ કુમાર

ઇમેજ સ્રોત, www.shreerengapolymers.com/

ઇમેજ કૅપ્શન, સેન્થિલ કુમાર

હાલમાં જ સરકારે જે બજેટ રજૂ કર્યું તેમાં 19700 કરોડ રૂપિયાના ખર્ચે રાષ્ટ્રીય ગ્રીન હાઇડ્રોજન મિશન શરૂ કરવાની યોજના બનાવાઈ છે. જે અર્થવ્યવસ્થામાં કાર્બનને ઓછું કરવા માટેની સુવિધા આપવાનું કામ કરશે.

સરકારનું ધ્યેય એ છે કે તેને કારણે જીવાશ્મી ઇંધણની આયાત ઓછી થાય અને પ્રદૂષણ પણ ઓછું થાય.

સરકારનો હેતુ આ ક્ષેત્રમાં દેશ પ્રૌદ્યોગિકી અને બજારની દૃષ્ટિએ વિશ્વનું નૈતૃત્વ કરવાનો પણ છે. આ ઉપરાંત આ બજેટમાં નાણામંત્રી સીતારમણે ઊર્જા પરિવર્તન અને અન્ય ઉદ્દેશો માટે પણ 35 હજાર કરોડ રૂપિયા ફાળવ્યા છે.

પોતાના બજેટ ભાષણમાં નાણામંત્રીએ સરકારની સાત પ્રાથમિકતાઓ ગણાવી તે પૈકી એક હરિત વિકાસ પણ છે. વડા પ્રધાન પણ પહેલા ઘણી વાર હરિત વિકાસને લઈને પોતાની નીતિઓની જાહેરાત કરી ચૂક્યા છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી બૅંગલુરુમાં યોજાએલા ભારત ઊર્જા સપ્તાહનું ઉદ્ઘાટન કરતા કહ્યું કે હરિત વિકાસ અને ઊર્જા પરિવર્તનની દિશામાં ભારતના પ્રયાસો તેનું મૂલ્ય દર્શાવે છે.

પીએમ મોદીએ વધુમાં ઉમેર્યું કે પુનર્ઉપયોગ ભારતનો શિષ્ટાચાર છે. તેમણે ભવિષ્યવાણી પણ કરી કે આવનારા દશકમાં ભારતની ઊર્જાની માગ દુનિયામાં સૌથી વધુ હશે ત્યારે ભારત નવા ઊર્જા સ્રોતો અને ઊર્જા પરિવર્તન માટે કટિબદ્ધ છે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન