ગુજરાતની જનતાને 'ડબલ એન્જિન' નહીં, 'નવું એન્જિન' જોઈએ છે : અરવિંદ કેજરીવાલ
દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્ય મંત્રી ભગવંત માન હાલ ગુજરાતપ્રવાસે છે. રવિવારે ભાવનગરમાં એક જાહેરસભાને સંબોધતી વખત કેજરીવાલે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
'હિંદુસ્તાન ટાઇમ્સ'ના અહેવાલ પ્રમાણે, અરવિંદ કેજરીવાલે પોતાના સંબોધનમાં કહ્યું, "એ લોકો કહે છે કે 'ડબલ એન્જિનની સરકાર' પણ આ વખતે ગુજરાતને ડબલ એન્જિન નહીં પણ એક 'નવું એન્જિન' જોઈએ છીએ."
તેમણે આગળ કહ્યું, "એમનાં બંને એન્જિન 40-50 વર્ષ જૂનાં થઈ ગયાં છે. એક નવી પાર્ટી, નવા ચહેરા, નવી વિચારધારા, નવી ઊર્જા. એક વખત નવી પાર્ટીને અજમાવી જુઓ. પ્રયાસ કરવામાં કંઈ ગુમાવશો નહીં."
આ સિવાય કેજરીવાલે વાયદો કર્યો હતો કે જો ગુજરાતમાં તેમની સરકાર બનશે તો છેલ્લાં 27 વર્ષમાં જે પણ સમુદાયો, જૂથો અને સરકારી કર્મચારીઓ સામે કેસ નોંધાયા હશે, તે પાછા ખેંચી લેવામાં આવશે.

ગુજરાતમાં ભાજપની લહેર, પાર્ટી ભૂતકાળના બધા રેકૉર્ડ તોડશે : અનુરાગ ઠાકુર

ઇમેજ સ્રોત, Getty Images
ટાઇમ્સ ઑફ ઇન્ડિયા ડોટ કૉમના એક અહેવાલ અનુસાર ગુજરાતમાં ભાજપની 'ગૌરવ યાત્રા' દરમિયાન વલસાડ જિલ્લાના માલવણ ગામે સંબોધન કરતી વખતે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે, "ગુજરાતમાં આ વખત ભાજપની મોટી લહેર છે. પાર્ટી ભૂતકાળના તમામ રેકૉર્ડ તોડશે અને ફરી એક વાર સત્તામાં આવશે."
નોંધનીય છે કે ગુજરાતમાં ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.
ગુજરાતમાં સત્તાપક્ષ ભાજપ સંપર્ક અભિયાન અંતર્ગત 'ગૌરવ યાત્રા' યોજી લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યો છે. જેમાં ગુજરાત સહિત કેન્દ્રના ભાજપના ઘણા નેતાઓ જોડાઈ રહ્યા છે.
આ સંબોધનમાં આગળ વાત કરતાં અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે, "વર્ષ 2024માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભાજપ ફરી એક વાર ગુજરાતમાં વિજય હાંસલ કરવામાં સફળ રહેશે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"વડા પ્રધાનની આગેવાનીમાં જ હિંદુ પ્રતીકોનું સન્માન થવા લાગ્યું છે અને રામમંદિર આજે એક હકીકત બન્યું છે."
આ સિવાય તેમણે ગુજરાતમાં ત્રીજા મોરચા તરીકે સામે આવી રહેલ આમ આદમી પાર્ટી અને મુખ્ય વિપક્ષ કૉંગ્રેસ પર પણ શાબ્દિક પ્રહાર કર્યા હતા.

AAPએ ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરી, કોને ક્યાંથી આપી ટિકિટ?
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે માત્ર આમ આદમી પાર્ટી ઉમેદવારોની યાદી જાહેર કરી રહી છે. આજે રવિવારે આમ આદમી પાર્ટીએ 12 ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરી છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
આમ આદમી પાર્ટીએ ટ્વિટર પર જાહેર કરેલી પાંચમી યાદીમાં ભુજથી રાજેશ પંડોરિયા, ઇડરથી જયંત પરનામી, નિકોલથી અશોક ગજેરા, સાબરમતીથી જશવંત ઠાકોર, ટંકારાથી સંજય ભટાસના, કોડિનારથી વાલજી મકવાણા, મહુધાથી રાવજી વાઘેલા, બાલાસિનોરથી ઉદેસિંહ ચૌહાણ, મોરવા હડફથી બાનાભાઈ ડામોર, ઝાલોદથી અનીલ ગરાસિયા, દેડિયાપાડાથી ચૈતર વસાવા અને વ્યારાથી બીપિન ચૌધરીને ટિકિટ આપવાનો નિર્ણય લીધો છે.
ઉલ્લેખનીય છે કે, આમ આદમી પાર્ટી ગુજરાતમાં 60થી વધુ બેઠકો પર ઉમેદવારો જાહેર કરી ચૂકી છે અને તમામ ઉમેદવારો અને પાર્ટીના કાર્યકરો પૂરજોશમાં પ્રચારમાં લાગી ગયા છે.
તાજેતરમાં જ દિલ્હીથી આમ આદમી પાર્ટીના નેતાઓ ગુજરાતમાં પ્રચાર માટે આવી ચૂક્યા છે. આમ આદમી પાર્ટી સિવાય ભાજપ અને કૉંગ્રેસ પણ ચૂંટણીપ્રચારમાં લાગી ગયા છે.

'સાહેબની કેટલીક મુલાકાતો બાકી હોવાથી ગુજરાતમાં ચૂંટણી જાહેર કરાઈ નથી'

ઇમેજ સ્રોત, Twiter/Gujarat Congress
કૉંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા આલોક શર્માએ શનિવારે વડોદરામાં નિવેદન આપ્યું હતું કે ગુજરાતમાં 'સાહેબ'ની 'કેટલીક મુલાકાતો' બાકી હોવાથી ગુજરાતમાં ચૂંટણી જાહેર કરાઈ નથી.
'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ પ્રમાણે, આલોક શર્માએ કહ્યું, "સાહેબની કેટલીક મુલાકાતો અને ઉદ્ઘાટનો બાકી હોવાથી ચૂંટણીપંચે ગુજરાતની ચૂંટણી જાહેર કરી નથી. આપણે સૌ જાણીએ જ છીએ કે ચૂંટણીપંચ કોના ઇશારે કામ કરી રહ્યું છે?"
તેમણે "કૉંગ્રેસ અન્ય કોઈ પક્ષ સાથે ગઠબંધન કરવા કરતાં વિપક્ષમાં રહેવું પસંદ કરશે" એમ કહીને એ પણ સ્પષ્ટ કર્યું હતું કે ગુજરાતને 'ભારત જોડો યાત્રા'માં સામેલ ન કરવાનું કારણ એ છે કે તેનાથી ચૂંટણીપ્રચારની કામગીરીને ખલેલ પહોંચી શકે છે.
તેમણે આમ આદમી પાર્ટી વિશે કહ્યું હતું કે આપની હાજરીથી કૉંગ્રેસને કોઈ ફરક પડતો નથી. કારણ કે કૉંગ્રેસ જમીન પર મજબૂત છે.
તેમણે કહ્યું, "અમે 125 બેઠકો પર જીતીશું. પંજાબમાં આપ ભલે જીતી હોય પણ ગુજરાતની પ્રજા તેમને સ્વીકારશે નહીં. અમે ભલે બે-ત્રણ વખત વિપક્ષમાં બેસીએ પણ કોઈની સાથે ગઠબંધન નહીં કરીએ."

ગુજરાત કૉંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે કેમ કહ્યું કે, "અમે EVM માટે કમ્પ્યૂટર ઇજનેરો ગોઠવી દીધા છે"
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 3
ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં નિવેદનબાજી સતત વધી રહી છે. ગુજરાત પ્રદેશ કૉંગ્રેસપ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યું છે કે તમારે (ભાજપે) જેટલાં અને જેવાં મશીનો લાવવાં હોય એટલાં લાવે, આ વખતે અમે દરેક જગ્યાએ કમ્પ્યૂટર ઇજનેરો ગોઠવી દીધા છે.
ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં એક જાહેરસભામાં જગદીશ ઠાકોરે આ નિવેદન આપ્યું હતું.
તેમણે કહ્યું હતું, "આ વખતની ચૂંટણીમાં કોઈ પ્રકારની ગેરરિતી નહીં થાય કારણ કે અમે લોકો ઈવીએમને સાચવવા માટે પ્રતિબદ્ધ છીએ."
"તેમણે જેવાં ઈવીએમ લાવવાં હોય એ લાવે. અમે ઈવીએમ ફેક્ટરીથી લઈને પોલિંગ બૂથ સુધી ચોકીઓ બનાવી છે. અમે આ વખતે ઈવીએમ સાથે કોઈ ચેડાં નહીં થવા દઈએ."
જગદીશ ઠાકોરના જીવન અને રાજકીય કારકિર્દી વિશે જાણવા તમે અહીં ક્લિક કરી શકો છો.

અનુરાગ ઠાકુરે કહ્યું, - એકબાજુ 'ભારત જોડો યાત્રા' ચાલી રહી છે અને બીજી બાજુ 'કૉંગ્રેસ છોડો યાત્રા'

ઇમેજ સ્રોત, @ianuragthakur
હાલમાં ચાલી રહેલી ભાજપની ગૌરવયાત્રામાં કેન્દ્રીય મંત્રી અનુરાગસિંહ ઠાકુર ધ્રાંગધ્રા આવ્યા હતા. ત્યાં તેમને ન્યૂઝ ચેનલ એબીપી સાથેની વાતચીતમાં કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર કર્યા હતા.
તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં છેલ્લાં 20 વર્ષમાં ભાજપે વિશ્વાસની સાથે વિકાસનાં કામ કર્યાં છે. વડા પ્રધાન મોદીએ ગુજરાતને સફળતાનાં શિખરો સર કરાવ્યાં છે. જ્યારે દિલ્હીમાં બધું ગોટાળા પર જ ચાલી રહ્યું છે.
હાલમાં શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રમાં દિલ્હી મૉડલની ચર્ચા ચાલી રહી હોવા અંગે પ્રશ્ન પૂછવામાં આવતાં તેમણે કહ્યું કે દિલ્હીમાં મહોલ્લા ક્લિનિકની બહાર પશુઓ જોવા મળે છે અને અંદર ડૉક્ટરો પણ હોતા નથી. દિલ્હીના આરોગ્યમંત્રી પણ જેલમાં છે. જ્યારે દિલ્હીના શિક્ષણમંત્રીનું નામ 'દારૂ કૌભાંડ'માં બહાર આવે છે.
અનુરાગસિંહ ઠાકુરે દિલ્હી મૉડલને કેજરીવાલનું ભ્રષ્ટાચાર મૉડલ ગણાવ્યું હતું. આમ આદમી પાર્ટી ગુજરાતના અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ કરેલી ટિપ્પણી વિશે તેમણે કહ્યું કે વડા પ્રધાનનાં માતા વિશે ટિપ્પણી કરીને તેમણે ગુજરાતનાં માતાનું અપમાન કર્યું છે.
આડકતરી રીતે કૉંગ્રેસ પર પ્રહાર કરતાં તેમણે જણાવ્યું, "એક વખત એક ઈટાલિયાને આમ કર્યું હતું અને ગુજરાતની જનતાએ તેનો જવાબ આપ્યો હતો. આ ઈટાલિયા તો તેનાથી ઘણો નાનો છે."
કૉંગ્રેસ વિશે તેમણે કહ્યું કે જે પાર્ટી છેલ્લાં ત્રણ વર્ષથી અધ્યક્ષ ન પસંદ કરી શકી હોય એ લોકો સત્તામાં આવવાનું વિચારી પણ કેવી રીતે શકે?
તેમણે કૉંગ્રેસની 'ભારત જોડો યાત્રા' અને રાહુલ ગાંધીને ટાંકીને કહ્યું, "એક તરફ ભાઈ યાત્રા કરવા નીકળ્યા છે અને બહેન ક્યાંય દેખાતાં પણ નથી. અહીં આ લોકો 'ભારત જોડો' યાત્રા કરી રહ્યા છે અને બીજી બાજુ 'કૉંગ્રેસ છોડો' યાત્રા ચાલી રહી છે."
'મફતની રેવડી' સંદર્ભે અનુરાગસિંહ ઠાકુરે કહ્યું કે ગુજરાતની જનતા આપવામાં માને છે. પહેલાં ગુજરાતે સરદાર પટેલ જેવા પ્રતિભાશાળી નેતા આપ્યા. જેમણે દેશને એક કરવાનું કામ કર્યું, હાલમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી જેવા નેતા આપ્યા. જેમણે વિશ્વકક્ષાએ દેશને નામના અપાવી.

કૉંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેડાએ કહ્યું, 'ગુજરાતમાં 27 વર્ષથી ભાજપ સત્તામાં છે, તો કૌભાંડો માટે નહેરુજી પર દોષ ઢોળશે?'
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 4
જેમજેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમતેમ આરોપો-પ્રત્યારોપો અને નિવેદનબાજીઓ સામે આવી રહી છે. છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા વાક્યુદ્ધમાં નેતાઓ એકબીજા પર શાબ્દિક પ્રહાર કરતાં નજરે પડી રહ્યા છે.
કૉંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેડાએ શુક્રવારે પત્રકારપરિષદ યોજી હતી. જેમા ભાજપની 'ગૌરવ યાત્રા' પર પ્રહાર કરતાં તેમણે કહ્યું કે ભાજપે 27 વર્ષમાં ગૌરવ લેવા જેવું કર્યું તો શું છે કે તેઓ 'ગૌરવ યાત્રા' યોજી રહ્યા છે.
તેમના કહેવા પ્રમાણે, ગુજરાતમાં 22 પેપર લીક થયાં છે. વડા પ્રધાન મોદીને ટાંકીને પવન ખેડાએ કહ્યું, "જ્યાં તમે 12 વર્ષ મુખ્ય મંત્રી તરીકે રહ્યા હો અને હાલમાં વડા પ્રધાન જેવા પદ પર હો એ રાજ્યમાં યુવાનો સાથે આ પ્રકારનું વર્તન કેમ? ભાજપની સરકાર યુવાનોને ગંભીરતાથી કેમ લેતી નથી?"
ભાજપશાસિત રાજ્યોમાં જ પેપરલીક જેવી ઘટના ઘટતી હોવાનો આક્ષેપ કરતાં પવન ખેડાએ જણાવ્યું કે ગુજરાતમાં છેલ્લાં 27 વર્ષથી ભાજપ સત્તામાં છે. તો હવે ગુજરાતની આ કથળતી પરિસ્થિતિને લઈને ભાજપ કોણું નામ લેશે, નહેરુજીનું?

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













