તિસ્તા સેતલવાડની જામીનઅરજી મામલે SCએ ગુજરાત સરકારને શું સવાલ પૂછ્યા?

    • લેેખક, સુચિત્ર મોહંતી
    • પદ, બીબીસી ગુજરાતી માટે

તિસ્તા સેતલવાડની જામીનઅરજી અંગે સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને પૂછ્યું છે કે બે મહિના બાદ તેમની કસ્ટડીની શું જરૂરિયાત છે? આ મામલે ફરી સુનાવણી શુક્રવારે થશે.

તિસ્તા સેતલવાડની વર્ષ 2002નાં ગુજરાત રમખાણોના મામલામાં આપરાધિક ષડ્યંત્ર અને દગાખોરીના આરોપમાં ધરપકડ કરાઈ છે.

સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર તરફથી રજૂ થયેલ સૉલિસિટર જનરલ તુષાર મહેતાને પૂછ્યું છે કે બે મહિનામાં તિસ્તા સેતલવાડ વિરુદ્ધ કયા પ્રકારના પુરાવા એકત્રિત કરાયા છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર તરફથી રજૂ થયેલ સૉલિસિટર જનરલ તુષાર મહેતાને પૂછ્યું છે કે બે મહિનામાં તિસ્તા સેતલવાડ વિરુદ્ધ કયા પ્રકારના પુરાવા એકત્રિત કરાયા છે

સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર તરફથી રજૂ થયેલ સૉલિસિટર જનરલ તુષાર મહેતાને પૂછ્યું છે કે બે મહિનામાં તિસ્તા સેતલવાડ વિરુદ્ધ કયા પ્રકારના પુરાવા એકત્રિત કરાયા છે.

મુખ્ય ન્યાયાધિશ જસ્ટિસ યુયુ લલિતના અધ્યક્ષપણાવાળી ખંડપીઠ હવે શુક્રવારના રોજ આ મામલાની સુનાવણી કરશે. આ ખંડપીઠમાં જસ્ટિસ યુયુ લલિત સિવાય જસ્ટિસ રવીન્દ્ર ભટ્ટ અ સુધાંશુ ધૂલિયા પણ છે.

જસ્ટિસ યુયુ લલિતે કહ્યું છે કે તિસ્તા સેતલવાડની ધરપકડને બે માસનો સમય થઈ ગયો છે, આ દરમિયાન થયેલ પૂછપરછમાં શું હાંસલ થયું છે?

તેમણે કહ્યું છે કે જે એફઆઈઆર તેમના વિરુદ્ધ દાખલ કરાઈ છે, તે સુપ્રીમ કોર્ટમાં જે કાંઈ પણ થયું તે જ છે, બીજું કાંઈ નહીં.

સુપ્રીમ કોર્ટે તુષાર મહેતાને એવું પણ પૂછ્યું કે કોર્ટના નિર્ણય સિવાય બીજું તમારા પાસે શું છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સુપ્રીમ કોર્ટે તુષાર મહેતાને એવું પણ પૂછ્યું કે કોર્ટના નિર્ણય સિવાય બીજું તમારા પાસે શું છે

સુપ્રીમ કોર્ટે તુષાર મહેતાને એવું પણ પૂછ્યું કે કોર્ટના નિર્ણય સિવાય બીજું તમારા પાસે શું છે, શું તેમના વિરુદ્ધ ચાર્જશીટ ફાઇલ કરાઈ છે? જસ્ટિસ લલિતે એવું પણ કહ્યું કે આવા મામલામાં જામીન આપવા અંગે કોઈ પ્રતિબંધ નથી.

સાથે જ તેમણે એવું પણ કહ્યું છે કે એક મહિલા પ્રત્યે આવા મામલાને અન્ય દૃષ્ટિકોણથી જોવાની પણ જરૂરિયાત છે.

સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ તિસ્તા સેતલવાડની અરજી પર સવાલ ઉઠાવતાં કહ્યું છે કે મામલો હજુ પણ ગુજરાત હાઈકોર્ટમાં વિચારાધીન છે. તેમણે એ વાતે આપત્તિ વ્યક્ત કરી છે તિસ્તાએ સીધા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે.

તેમણે કહ્યું - હજારો લોકો પોતાની જામીનઅરજીની સુનાવણીની રાહ જોઈ રહ્યા છે. હું અપીલ કરું છું કે કોઈ પણ વ્યક્તિ સાથે આ મામલે વિશેષ વ્યવહાર ન કરવામાં આવે. કેટલાક લોકો નીચલી અદાલતના આદેશને સીધા અહીં પડકારે છે.

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

તિસ્તા સેતલવાડ તરફથી અદાલતમાં રજૂ થયેલ વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે તેમના વિરુદ્ધ કોઈ મામલો નથી.

તિસ્તાએ પોતાની અરજીમાં એવું જણાવ્યું છે કે વિશેષ તપાસ ટીમ (SIT)એ આ મામલે હું તેમને આરોપી નથી કહી રહ્યો. તેમણે આરોપ લગાવ્યો છે કે વર્ષ 2002નાં રમખાણોના પીડિતોની મદદ કરવાના કારણે ગુજરાત સરકારે તેમને નિશાને લીધાં છે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ