ગુજરાત પહોંચી વરસાદી સિસ્ટમ, આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

ઇમેજ સ્રોત, Getty Images

- ગુજરાતમાં હવામાનવિભાગની ભારે વરસાદની આગાહી
- સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહીને પગલે ઘણાં સ્થળોએ ઍલર્ટ
- ગુજરાતના અગાઉથી ઘણા વિસ્તારોમાં સીઝનની સરેરાશ કરતાં વધુ વરસાદ પડી ચૂક્યો છે
ગુજરાતમાં હાલ અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોની અંદર હાલ વરસાદ થયો છે.
રાજ્યના ઘણા જિલ્લાઓમાં હજી પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને કેટલાક વિસ્તારોમાં બેથી ત્રણ દિવસ સુધી વરસાદ થવાની શક્યતા છે.
હાલ સૌરાષ્ટ્ર અને તેની પાસે આવેલા અરબી સમુદ્ર પર લૉ પ્રેશર એરિયા પહોંચ્યો છે. જેના કારણે 11 અને 12 ઑગસ્ટ કચ્છ તથા સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. હવામાનવિભાગ મુજબ જે બાદ આ વરસાદી સિસ્ટમ આગળ વધીને અરબી સમુદ્ર તરફ જતી રહેશે.
જે બાદ રાજ્યમાં વરસાદની માત્રા ઘટવાની સંભવાના છે.

કયા જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા?

ઇમેજ સ્રોત, Getty Images
બંગાળની ખાડીમાં પેદા થયેલું લૉ પ્રેશર હાલ ગુજરાત પર પહોંચી ગયું છે અને તેના ગુજરાતના ઘણા વિસ્તારોમાં ઍલર્ટ આપવામાં આવી છે.
- 11 ઑગસ્ટના રોજ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, અમદાવાદ, તાપી, નર્મદા, દાહોદ, પંચમહાલ, મહિસાગર, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, જિલ્લાઓમાં વધારે વરસાદ થવાની શક્યતા છે.
- 12 ઑગસ્ટના રોજ કચ્છ તથા ઉત્તર ગુજરાતના વિસ્તારો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર તથા મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં પણ વરસાદ ચાલુ રહેશે તેવી શક્યતા છે. આ ઉપરાંત
- 13 ઑગસ્ટના રોજ કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદ પડે તેવી શક્યતા છે.
- 14 ઑગસ્ટથી ફરી રાજ્યમાં વરસાદની માત્રા ઘટવાની શક્યતા છે. ગુજરાતમાં અત્યાર સુધી કેટલો વરસાદ? ગુજરાતમાં 13 જૂનના રોજ આ વર્ષે ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ હતી. જોકે, જૂન મહિનામાં રાજ્યમાં ખૂબ ઓછો વરસાદ પડ્યો હતો.
એક સમયે જૂન મહિનામાં રાજ્યમાં જે વરસાદ પડવો જોઈએ તેની સરેરાશ કરતાં 49 ટકા ઓછો વરસાદ થયો હતો.
જોકે તે બાદ જુલાઈ મહિનો ગુજરાત માટે સારો રહ્યો અને અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો. જુલાઈમાં વલસાડ, છોટા ઉદેપુર તથા નવસારી જિલ્લાઓમાં પૂરની પણ સ્થિતિ પેદા થઈ હતી એટલો વરસાદ પડ્યો હતો.
10 ઑગસ્ટ સુધીમાં ગુજરાતમાં તેની સરેરાશ કરતાં 30 ટકા વધારે વરસાદ પડ્યો છે. એટલે કે અનેક વિસ્તારોમાં સારો વરસાદ પડ્યો છે. જોકે, હજી પણ ઘણા એવા જિલ્લાઓ છે જેમાં વરસાદની ઘટ છે. એનો અર્થ એ છે કે જે સરેરાશ વરસાદ થવો જોઈએ એટલો થયો નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અમદાવામાં સરેરાશ કરતાં 12 ટકા, દાહોદમાં સરેરાશ કરતાં 32 ટકા, ગાંધીનગરમાં સરેરાશ કરતાં 27 ટકા, ઓછો વરસાદ થયો છે.
બીજી તરફ ગુજરાતના ઘણા વિસ્તારો છે જ્યાં સરેરાશ કરતાં ઘણો વધારે વરસાદ થઈ ચૂક્યો છે. જેમ કે કચ્છ જિલ્લામાં તેની સરેરાશ કરતાં 98 ટકા, પોરબંદરમાં 60 ટકા, દેવભૂમિ દ્વારકામાં 79 ટકા, વલસાડમાં સરેરાશ કરતાં 55 ટકા, નર્મદામાં સરેરાશ કરતાં 82 ટકા વધારે વરસાદ થયો છે.
જોકે, આ તમામ આધારે જે તે જિલ્લામાં સરેરાશ કેટલો વરસાદ પડે છે તેના પર છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ












