You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
GSEB Results : ધોરણ દસનું પરિણામ જાહેર, સુરત જિલ્લો ટોચ પર, પાટણનું પરિણામ સૌથી ઓછું
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ આજે જાહેર થઈ ગયું છે. રાજ્યમાં ધોરણ 10નું સરેરાશ પરિણામ 65.13 ટકા નોંધાયું છે.
ગુજરાતમાંથી કુલ 9,69,077 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જે પૈકી 7,81,702 વિદ્યાર્થીઓ નિયમિત, 1,40,485 રિપીટર તેમજ 17944 ખાનગી વિદ્યાર્થીઓ હતા.
આ પૈકી નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ 65.18 ટકા નોંધાયું છે.
જ્યારે રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ 30.75 ટકા અને ખાનગી વિદ્યાર્થીઓનું પરિણામ 17.04 ટકા નોંધાયું છે.
જોકે, બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા વિષયવાર પરિણામોમાં જાણવા મળ્યું છે કે કુલ 9.69 લાખ વિદ્યાર્થીઓમાંથી માત્ર એક વિદ્યાર્થી છે, જેને ગુજરાતી વિષયમાં 100માંથી 99 માર્ક્સ મળ્યા છે. જ્યારે 1435 વિદ્યાર્થીઓને ગણિતમાં 100માંથી 100 માર્ક્સ મળ્યા છે.
રાજ્યમાં સૌથી વધુ 75.64 ટકા પરિણામ સુરત જિલ્લાનું નોંધાયું છે. જ્યારે, સૌથી ઓછું 54.29 ટકા પાટણ જિલ્લાનું નોંધાયું છે.
પરિણામને www.gseb.org પર જોઈ શકાશે.
ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ
આ પહેલાં ગુજરાત ઉચ્ચતર માધ્યમિક બોર્ડની 12મા ધોરણની સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું હતું. આ વર્ષે રાજ્યનું પરિણામ 86.91 ટકા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રાજ્યભરમાં સૌથી ઊંચું પરિણામ ડાંગ જિલ્લામાં 95.41 ટકા નોંધાયું, જ્યારે સૌથી ઓછું પરિણામ વડોદરા જિલ્લાનું 76.49 ટકા નોંધાયું.
ઉલ્લેખનીય છે કે ગત વર્ષે કોરોના વાઇરસની મહામારીને કારણે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું.
આ અગાઉ 12 મે, 2022ના રોજ ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં 72.02 ટકા વિદ્યાર્થીઓ પાસ થયાં હતાં.
અંગ્રેજી માધ્યમના ઉમેદવારોની પરિણામની ટકાવારી 72.57% હતી. જ્યારે ગુજરાતી માધ્યમના ઉમેદવારોની પરિણામની ટકાવારી 72.04% હતી.
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓનું 72.00% અને વિદ્યાર્થિનીઓનું 72.05% પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું.
માર્ચ 2020માં લેવાયેલી ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ 76.29 ટકા આવ્યું હતું. જે માર્ચ 2019 કરતાં 3.02 ટકા વધારે હતું.
વર્ષ 2020માં ધોરણ-10નું પરિણામ 60.64 ટકા આવ્યું છે. જે 2019ની સરખામણીમાં 6.33 ટકા ઓછું હતું.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો