You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
IPL Final : ગુજરાત ટાઇટન્સ બન્યું ચૅમ્પિયન, આટલા કરોડનું ઇનામ મળશે?
ગુજરાત ટાઇટન્સે આઈપીએલની ફાઇનલ મૅચ જીતી લીધી છે. ગુજરાતને જીતવા માટે 131 રનની જરૂર હતી જેમાં તેમણે 7 વિકેટે જીત મેળવી. ત્યારે જાણો આઈપીએલ ચૅમ્પિયન ગુજરાત ટાઇટન્સ ટીમને કેટલા રૂપિયાનું ઇનામ મળશે?
મીડિયાના અહેવાલો પ્રમાણે ટુર્નામેન્ટમાં પ્રથમ બે ક્રમાંક પર આવનારી ટીમ સહિત ત્રીજા અને ચોથા નંબર પર આવનારી ટીમોને પણ કરોડો રૂપિયા મળશે.
શુક્રવારે યોજાયેલી બીજી ક્વૉલિફાયરમાં સાત વિકેટથી હાર્યા બાદ આરસીબીના ખેલાડીઓ અને ફૅન્સમાં નિરાશા વ્યાપી ગઈ છે, જોકે ટીમને સાત કરોડ રૂપિયાનું ઇનામ પ્રોત્સાહનરૂપે મળશે.
જ્યારે ચોથા ક્રમે રહેલી લખનૌ સુપર જાયન્ટ્સના ખાતામાં 6.50 કરોડ રૂપિયા આવશે.
ગુજરાતને કેટલું મળશે ઇનામ?
2008માં સૌપ્રથમ આઈપીએલનું ટાઇટલ રાજસ્થાન રૉયલ્સ જીત્યું હતું. ત્યારે તેમને 4.8 કરોડ રૂપિયાનું ઇનામ મળ્યું હતું.
જેમ-જેમ વિશ્વમાં આ લીગ ખ્યાતનામ થતી ગઈ, તેમ-તેમ ઇનામની રકમમાં વધારો થતો ગયો.
આઈપીએલ 2022માં ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રૉયલ્સ ફાઇનલ સુધી પહોંચી છે. જો ગુજરાત ફાઇનલમાં જીતી જાય તો ટીમને 20 કરોડ રૂપિયા મળશે, અને જો હારી જાય તો ટીમને 13 કરોડ રૂપિયા મળશે.
જોકે, વિશ્વભરમાં યોજાતી અન્ય ટી-20 ટુર્નામેન્ટ કરતાં આઈપીએલમાં વિજેતા ટીમોને વધારે મોટી રકમ પુરસ્કારરૂપે મળે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કઈ ટુર્નામેન્ટમાં કેટલી ધનરાશિ મળે છે?
આઈપીએલની વિજેતા ટીમને 20 કરોડ રૂપિયાનું ઇનામ મળે છે. જ્યારે વિજેતા ટીમને ઇનામ આપવામાં બીજા નંબરે કૅરેબિયન પ્રીમિયર લીગ છે. તેઓ વિજેતા ટીમને 7.5 કરોડ રૂપિયા આપે છે.
જ્યારે 6.34 કરોડ રૂપિયા ધનરાશિ સાથે બાંગ્લાદેશ પ્રીમિયર લીગ ત્રીજા નંબરે અને 3.73 કરોડ સાથે પાકિસ્તાન સુપર લીગ ચોથા નંબરે છે.
ત્યાર બાદ 3.35 કરોડ રૂપિયા સાથે બિગ બૅશ લીગ, 1.51 કરોડ રૂપિયા ધનરાશિ સાથે ધ હન્ડ્રેડ લીગ અને એ બાદ 73.7 લાખ રૂપિયાના ઇનામ સાથે લંકા પ્રીમિયર લીગ છે.
IPL 2022 - કેટલાક રેકર્ડ
આ વખતે આઈપીએલમાં ઑરેન્જ કૅપ માટે રાજસ્થાનના ખેલાડી જૉસ બટલર અત્યાર સુધી પહેલા ક્રમાંકે છે. જ્યારે બૅંગ્લુરુના ખેલાડી વનિન્દુ હસરંગા અને રાજસ્થાનના ચહલ 26 વિકેટો સાથે ઑરેન્જ કૅપના દાવેદાર છે.
તેમણે 16 મૅચમાં 78 ચોગ્ગા અને 45 છગ્ગા સાથે 824 રન ફટકાર્યા છે. સમગ્ર સિઝનમાં સૌથી વધુ ચોગ્ગા અને છગ્ગા ફટકારવામાં પણ તેઓ પહેલા ક્રમાંકે છે.
આઈપીએલની સત્તાવાર વેબસાઇટ પ્રમાણે, એક મૅચમાં સૌથી વધુ ચોગ્ગા મારવાનો રેકર્ડ ચેન્નાઈ સુપર કિંગ્સના ખેલાડી મોઇન અલીના નામે છે. તેમણે રાજસ્થાન સામે 20 મેના રોજ યોજાયેલી મૅચમાં 13 ચોગ્ગા મારીને 93 રન બનાવ્યા હતા.
જ્યારે એક મૅચમાં સૌથી વધુ છગ્ગા મારવાનો રેકર્ડ લખનૌ સુપર જાયન્ટ્સના ક્વિન્ટન ડિ કોકના નામે છે. તેમણે કોલકાતા નાઇટરાઇડર્સ સામે 18 મેના રોજ યોજાયેલી મૅચમાં 10 છગ્ગા ફટકાર્યા હતા. તેઓ આ મૅચ દરમિયાન 140 રન બનાવીને અણનમ રહ્યા હતા. જે આ સિઝનનો સૌથી મોટો સ્કોર છે.
આઈપીએલની આ સિઝનમાં સૌથી વધુ પાંચ અર્ધસદી બનાવવાનો રેકર્ડ દિલ્હી કૅપિટલ્સના ખેલાડી ડૅવિડ વૉર્નરના ફાળે છે અને સૌથી વધુ ચાર સદી મારવાનો રેકર્ડ જૉસ બટલરના ફાળે છે અને સૌથી ઝડપી અર્ધસદી મારવાનો રેકર્ડ કોલકાતા નાઇટરાઇડર્સના ખેલાડી પૅટ કમિન્સનો છે. તેમણે 14 બૉલમાં ચાર ચોગ્ગા અને છ છગ્ગા દ્વારા 56 રન બનાવ્યા હતા.
જ્યારે લખનૌ સુપર જાયન્ટ્સના ખેલાડી રજત પાટીદારે માત્ર 49 બૉલમાં 207.40ના સ્ટ્રાઇક રેટથી 112 રન બનાવ્યા હતા.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો