You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જહાંગીરપુરી હિંસા : હનુમાન જયંતીની શોભાયાત્રા દરમિયાન અચાનક હિંસા કઈ રીતે ભડકી?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
દિલ્હીના જહાંગીરપુરીમાં શનિવારે થયેલી હિંસા દરમિયાન ઘાયલ થયેલા પોલીસ સબ-ઇન્સ્પેક્ટરે આ અથડામણ અંગે અનેક વાત કહી છે, હિંસા દરમિયાન થયેલા ફાયરિંગ અંગે પણ તેમણે વાત કરી છે.
હિંસા દરમિયાન ચાલેલી ગોળીઓથી દિલ્હી પોલીસના સબ-ઇન્સ્પેક્ટર મેઘાલાલ ઈજાગ્રસ્ત થયા હતા, રવિવારે તેમણે કહ્યું કે હિંસા દરમિયાન સી-બ્લૉક તરફથી ગોળીબાર થયો હતો.
મેઘાલાલે જહાંગીરપુરીમાં થયેલી અથડામણ અંગે તેમણે સમાચાર સંસ્થા એએનઆઈ સાથે વાત કરતા કહ્યું, "રવિવારે અહીં એક સરઘસ નીકળ્યું હતું, જેવું તે મસ્જિદ પાસે પહોંચ્યું કે તરત બે જૂથ વચ્ચે બોલાચાલી શરૂ થઈ ગઈ."
ગોળીબાર ક્યાંથી થયો?
મેઘાલાલ આગળ કહે છે કે "થોડી જ વારમાં પથ્થરમારો શરૂ થઈ ગયો પણ બંને જૂથ ત્યાંથી ખસી ગયાં. સરઘસ સાથે આવેલું જૂથ જી બ્લૉક તરફ વળી ગયું અને અને જે જૂથ મસ્જિદ પાસે હતું તે સી બ્લૉક તરફ જતું રહ્યું."
તેમણે આગળ કહ્યું કે "એ બાદ સી બ્લૉક તરફથી પથ્થરમારો થયો, પછી એ જ તરફથી ગોળીબાર પણ થયો. એ પછી લોકો તલવાર લઈને સી બ્લૉક તરફ દોડ્યા."
"આ દરમિયાન મને પણ એક ગોળી વાગી ગઈ, હું તરત જ પીસીઆરમાં હૉસ્પિટલ જતો રહ્યો."
તેમનું કહેવું છે કે હિંસા થઈ એ વખતે ત્યાં હજારો લોકો હતા, ત્યાં પોલીસને એક ટુકડી પણ હતી. પથ્થરમાર દરમિયાન અનેક પોલીસકર્મીઓને ઈજા થઈ હતી.
14 લોકોની ધરપકડ
ઉત્તર-પશ્ચિમ દિલ્હીનાં ડીસીપી ઉષા રંગનાણીએ જણાવ્યું કે જહાંગીરપુરીમાં હિંસા મામલે રવિવારે પાંચ અન્ય લોકોની ધરપકડ કરવામાં આવી છે. એ બાધ ધરપકડનો કુલ આંક 14 થયો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઝ એજન્સી પીટીઆઈ પ્રમાણે, શનિવારે હનુમાન જયંતીની શોભાયાત્રા દરમિયાન હિંસા ફાટી નીકળી હતી, જેમાં કેટલાક પોલીસકર્મચારીઓ પણ ઘાયલ થયા.
પોલીસ અનુસાર, પથ્થરમારો કરાયા બાદ કેટલાંક વાહનોમાં આગચંપી કરવામાં આવી હતી.
ન્યૂઝ એજન્સી પીટીઆઈએ સમાચાર આપ્યા છે કે ગૃહમંત્રી અમિત શાહે દિલ્હી પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે વાતચીત કરી હતી અને જરૂરી પગલાં લેવાની સૂચના આપી હતી.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો