પુષ્કરસિંહ ધામી : ભાજપે ચૂંટણી હારેલા નેતાને ફરી ઉત્તરાખંડના મુખ્ય મંત્રી કેમ બનાવ્યા?

ઉત્તરાખંડમાં મુખ્ય મંત્રીના નામ પર સર્જાયેલું સસ્પેન્સ આખરે સમાપ્ત થયું છે. પુષ્કરસિંહ ધામી ફરીથી રાજ્યનો હવાલો સંભાળશે.

સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે દેહરાદૂનમાં ધારાસભ્ય દળની બેઠક બાદ આ જાહેરાત કરી હતી, જે બાદ ધામીએ બુધવારે રાજ્યના મુખ્ય મંત્રી તરીકે શપથ લઈ લીધા છે. ભાજપે આ ચૂંટણી ધામીના ચહેરા પર લડી હતી અને પાર્ટીએ 70માંથી 47 બેઠકો જીતી હતી.

પુસ્કરસિંહ ધામી

ઇમેજ સ્રોત, TWITTER

ઇમેજ કૅપ્શન, ખુદ મુખ્ય મંત્રી પદના ઉમેદવાર ધામી પોતાની સીટ બચાવી શક્યા નથી

જોકે, ખુદ મુખ્ય મંત્રી પદના ઉમેદવાર ધામી પોતાની સીટ બચાવી શક્યા નથી. પુષ્કર ધામીએ હવે છ મહિનામાં ચૂંટણી જીતીને ધારાસભ્ય બનવું પડશે, કારણ કે તે ખટીમા બેઠક પરથી ચૂંટણી હારી ગયા છે.

કૉંગ્રેસના ભુવન કાપરીએ ખટીમા બેઠક પરથી ધામીને હરાવ્યા હતા. અગાઉ ધામી બે વખત ખટીમા બેઠક પરથી જીતીને વિધાનસભાના સભ્ય બન્યા હતા. પુષ્કર ધામી ચૂંટણી હારી ગયા બાદ મુખ્ય મંત્રીપદ માટે ઘણાં નામો ચર્ચામાં હતાં.

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

છેલ્લા 11 દિવસથી સોશિયલ મીડિયા પર મુખ્ય મંત્રીપદ માટે નેતાઓનાં નામ પર દાવા કરવામાં આવી રહ્યા હતા. તેમાં પુષ્કર ધામીની સરકારમાં કૅબિનેટ મંત્રી રહી ચૂકેલા ધનસિંહ રાવત, સતપાલ મહારાજ, કોટદ્વારનાં ધારાસભ્ય રિતુ ખંડુરી ઉપરાંત સાંસદ રમેશ પોખરિયાલ નિશંક, અજય ભટ્ટ અને અનિલ બલુનીનો સમાવેશ થાય છે.

જોકે, આ અટકળો વચ્ચે પણ પુષ્કરસિંહ ધામીનું નામ ક્યારેય રેસમાંથી બહાર નહોતું થયું. ધામીના નામે ચૂંટણી લડાઈ હોવાથી તેમના નામ પર એક પ્રકારની સમજૂતી થઈ હતી.

line

કોણ છે પુષ્કરસિંહ ધામી?

વીડિયો કૅપ્શન, પાટીદારો પરના કેસ સરકારે પરત ખેંચતાં, હાર્દિક પટેલે શું કટાક્ષ કર્યો?

ઉત્તરાખંડના આગામી મુખ્ય મંત્રી પુષ્કરસિંહ ધામી ઉત્તરાખંડના ઉધમસિંહ નગર જિલ્લાની ખટીમા બેઠક પરથી બે વખત ધારાસભ્ય બન્યા છે.

અને હવે તેમના નામે એક નવો રેકર્ડ સર્જાયો છે. 45 વર્ષના પુષ્કરસિંહ ધામી ઉત્તરાખંડના સૌથી યુવાન મુખ્ય મંત્રી બન્યા છે.

પુષ્કરસિંહ ધામીને ઉત્તરાખંડના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી અને મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીના નજીકના માનવામાં આવે છે. જ્યારે ભગતસિંહ કોશ્યરી મુખ્ય મંત્રી હતા ત્યારે પુષ્કરસિંહ ધામી તેમના ઓએસડી હતા. પુષ્કરસિંહ ધામીએ અત્યાર સુધી ક્યારેય કોઈ કૅબિનેટ મંત્રી કે રાજ્યમંત્રીનું પદ સંભાળ્યું નથી. આ સિવાય તેમની પાસે સરકાર ચલાવવાનો કોઈ અનુભવ નથી. પુષ્કરસિંહ ધામી ઉત્તરાખંડના કુમાઉ ક્ષેત્રના છે અને રાજપૂત જાતિના છે.

line

પહેલીવાર સીએમ કેવી રીતે બન્યા હતા?

તીરથસિંહ રાવત

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, તીરથસિંહ રાવત

ઉત્તરાખંડના મુખ્ય મંત્રી બનતાંની સાથે જ પોતાનાં વિવાદાસ્પદ નિવેદનો માટે છાપે ચડતાં તીરથસિંહ રાવતે પોતાના કાર્યકાળના માત્ર 114 દિવસ બાદ 2 જુલાઈ 2021ના રોજ રાજીનામું આપી દીધું હતું.

અગાઉના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર રાવતે રાજીનામું આપ્યા બાદ, પૌરી ગઢવાલના સાંસદ તીરથસિંહ રાવતે ઉત્તરાખંડના મુખ્ય મંત્રી તરીકે શપથ લીધા હતા. બંધારણ મુજબ, તેમણે મુખ્ય મંત્રી પદે ચાલુ રહેવા છ મહિનાની અંદર એટલે કે 10 સપ્ટેમ્બર પહેલાં ધારાસભ્ય બનવું જરૂરી હતું. પરંતુ તેમણે શુક્રવારે મોડી રાત્રે રાજ્યપાલને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું.

આ સાથે ઉત્તરાખંડ રાજ્ય અસ્તિત્વમાં આવ્યું તેના લગભગ 21 વર્ષમાં 11મા મુખ્ય મંત્રીને ચૂંટવાનો માર્ગ મોકળો થયો.

9 નવેમ્બર 2000ના રોજ અસ્તિત્વમાં આવેલા ઉત્તરાખંડમાં અત્યાર સુધીમાં દસ મુખ્ય મંત્રીઓ બદલાઈ ચૂક્યા છે. તેમાંથી માત્ર નારાયણ દત્ત તિવારી જ તેમનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કરી શક્યા હતા.

ભાજપ અને કૉંગ્રેસ બંને રાષ્ટ્રીય પક્ષોને ઉત્તરાખંડમાં શાસન કરવા માટે લગભગ દસ-દસ વર્ષનો સમય મળ્યો છે, જેમાં કૉંગ્રેસના ત્રણ અને ભાજપના છ મુખ્ય મંત્રીના ચહેરા બન્યા છે અને હવે સાતમા ચહેરાની તૈયારીઓ ચાલી રહી છે.

ભાજપે તેનાં પાંચ-પાંચ વર્ષના બે શાસનમાં ત્રણ-ત્રણ મુખ્ય મંત્રી બદલ્યા છે.

તીરથસિંહ રાવતના આ રાજીનામાનું કારણ જનપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની કલમ 151-એ હેઠળ સર્જાયેલી બંધારણીય કટોકટીની સ્થિતિને આભારી છે, પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે વાસ્તવમાં ભાજપે આ પગલું રાજકીય કટોકટીને લઈને ભર્યું નથી.

line

ઉત્તરાખંડમાં કેટલા સમય સુધી કોણ સીએમ હતા?

ભાજપે ત્રિવેન્દ્રસિંહ રાવતને હઠાવીને તીરથસિંહ રાવતને મુખ્ય મંત્રી બનાવ્યા હતા

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, ભાજપે ત્રિવેન્દ્રસિંહ રાવતને હઠાવીને તીરથસિંહ રાવતને મુખ્ય મંત્રી બનાવ્યા હતા

1. નિત્યાનંદ સ્વામી : 9 નવેમ્બર 2000થી 29 ઓક્ટોબર 2001 (354 દિવસ)

2. ભગતસિંહ કોશ્યરી : 30 ઓક્ટોબર 2001થી 1 માર્ચ 2002 (122 દિવસ)

3. નારાયણ દત્ત તિવારી : 2 માર્ચ 2002થી 7 માર્ચ 2007 (5 વર્ષ 5 દિવસ)

4. ભુવન ચંદ્ર ખંડુરી : 7 માર્ચ 2007થી 26 જૂન 2009 (2 વર્ષ 111 દિવસ)

5. રમેશ પોખરિયાલ નિશંકઃ 27 જૂન 2009થી 10 સપ્ટેમ્બર 2011 (2 વર્ષ 75 દિવસ)

6. ભુવન ચંદ્ર ખંડુરી : 11 સપ્ટેમ્બર 2011થી 13 માર્ચ 2012 (184 દિવસ)

7. વિજય બહુગુણા : 13 માર્ચ 2012થી 31 જાન્યુઆરી 2014 (1 વર્ષ 324 દિવસ)

8. હરીશ રાવત : 1 ફેબ્રુઆરી 2014થી 18 માર્ચ 2017 (3 વર્ષ 2 દિવસ) (રાષ્ટ્રપતિ શાસનને કારણે 27 માર્ચ 2016 અને 22 એપ્રિલ 2016 ના રોજ અનુક્રમે 1 અને 19 દિવસ માટે બે કાર્યકાળમાં વિક્ષેપિત)

9. ત્રિવેન્દ્રસિંહ રાવત : 18 માર્ચ 2017થી 10 માર્ચ 2021 (3 વર્ષ 357 દિવસ)

10. તીરથસિંહ રાવત: 10 માર્ચ 2021થી 2 જુલાઈ 2021 (114 દિવસ)

પુષ્કરસિંહ ધામી રાજ્યના 11મા મુખ્ય મંત્રી છે.

line
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો