CWC : પાંચ રાજ્યોમાં હાર બાદ કૉંગ્રેસની બેઠક, સોનિયા અને રાહુલ ગાંધીની ભૂમિકા શું હશે?

પાંચ રાજ્યોમાં કૉંગ્રેસના કારમા પરાજય બાદ પાર્ટીમાં ઊથલપાથલના સંકેત જોવા મળી રહ્યા છે. ગુરુવારનાં પરિણામો બાદથી જ પાર્ટીમાં નેતૃત્વપરિવર્તનની માગ થવા લાગી છે.

આ મુદ્દે સોશિયલ મીડિયા પર નેતાઓ માગ કરી રહ્યા છે તો જી- 23 જૂથ પણ ફરી સક્રિય થઈ ગયું છે. પૂર્વ કેન્દ્રીયમંત્રી શશિ થરૂરે પણ સાર્વજનિક રીતે ટ્વીટ કરીને પાર્ટીમાં નેતૃત્વપરિવર્તનની માગ ઉઠાવી છે.

સોનિયા ગાંધી, રાહુલ ગાંધી

ઇમેજ સ્રોત, Getty Images

નવી દિલ્હીમાં કૉંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક શરૂ થઈ ગઈ છે. જેની અધ્યક્ષતા વચગાળાનાં અધ્યક્ષા સોનિયા ગાંધી કરી રહ્યાં છે. આ બેઠકમાં સોનિયા ઉપરાંત પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, મહા મંત્રી પ્રિયંકા ગાંધી વાડ્રા, પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમ, પૂર્વ કેન્દ્રીય મંત્રી અંબિકા સોની, ઉત્તરાખંડના પૂર્વ મુખ્ય મંત્રી હરીશ રાવત, જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્ય મંત્રી ગુલામ નબી આઝાદ, સંગઠન મંત્રી મુકુલ વાસનિક, કેસી વેણુગોપાલ, રજની પટેલ સહિતનાં નેતા ભાગ લઈ રહ્યાં છે. આ બેઠકમાં પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીની હારના કારણોની સમીક્ષા કરવામાં આવી રહી છે.

કૉંગ્રેસે સત્તાવાર રીતે ગાંધી પરિવાર દ્વારા પાર્ટીનાં પદો પરથી રાજીનામાં ધરી દેવામાં આવશે, એવા અહેવાલોને નકારી કાઢ્યા છે. પાર્ટીનો એક વર્ગ માને છે કે ગાંધી પરિવાર વગર કૉંગ્રેસ પાર્ટીનું અસ્તિત્વ ટકી નહીં શકે.

ઉલ્લેખનીય છે કે પાંચ રાજ્યોમાંથી પંજાબમાં કૉંગ્રેસ પાર્ટી સત્તા પર હતી અને ઉત્તરાખંડ તથા ગોવામાં તેને આશા હતી, પરંતુ પરિણામો બાદ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં ભાજપની સરકાર બની છે, જ્યારે પંજાબમાં આપનું આગમન થયું છે.

line

રાજીનામાની વાત સામે નારાજગી

શશિ થરૂર

ઇમેજ સ્રોત, SHASHI THAROOR/FACEBOOK

એનડીટીવીએ સૂત્રોને ટાંકતાં અહેવાલ પ્રકાશિત કર્યા હતા કે રવિવારની બેઠક દરમિયાન સોનિયા, રાહુલ તથા પ્રિયંકા ગાંધી દ્વારા રાજીનામાં ધરી દેવામાં આવશે. અન્ય કેટલાક મીડિયા હાઉસે પણ આવા જ રિપોર્ટ ટાંક્યા હતા.

2019ની લોકસભા ચૂંટણી પછીથી પાર્ટીમાં સુધારની હિમાયત કરી રહેલા નેતાઓ શુક્રવારે જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્ય મંત્રી ગુલામ નબી આઝાદના ઘરે મળ્યા હતા અને પાર્ટીને કેવી રીતે પોતાની નારાજગી રજૂ કરવી તથા સુધાર માટે કેવાં પગલાં લેવાં, તેના વિશે ચર્ચા કરી હતી.

જોકે શનિવારે સાંજે કૉંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વીટ કરીને રાજીનામાંના અહેવાલોને નકારી કાઢ્યા હતા.

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

તેમણે લખ્યું, " એનડીટીવી દ્વારા અનામ સૂત્રોના આધારે રાજીનામાંના અહેવાલ છાપવા સંપૂર્ણ અયોગ્ય, ઉપદ્રવી અને ખોટા છે. શાસક ભાજપના કહેવાથી, ટીવી દ્વારા કાલ્પનિક સૂત્રો પાસેથી મળતી કાલ્પનિક અહેવાલ પ્રસારિત કરવા અયોગ્ય છે.

બીજી બાજુ કર્ણાટકમાં કૉંગ્રેસના ટ્રબલ શૂટર ડીકે શિવકુમારનું કહેવું છે કે "માત્ર ગાંધી પરિવાર જ પાર્ટીને એક રાખી શકે છે, તેમના વગર પાર્ટી વિખેરાઈ જશે."

શિવકુમારને કર્ણાટકમાં મુખ્ય મંત્રીપદના દાવેદાર માનવામાં આવે છે, જ્યાં આવતાં વર્ષે મે મહિનામાં ચૂંટણી યોજાવાની છે.

line

જી-23 શું કરશે

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

એવું માનવામાં આવે છે કે કૉંગ્રેસ કાર્યસમિતિની બેઠક દરમિયાન પાર્ટીથી નારાજ નેતાઓ કે જેમને 'જી-23' તરીકે ઓળખવામાં આવે છે, તેઓ પોતાના વિચાર રજૂ કરી શકે છે.

આ નેતાઓએ કેરળ, આસામ અને પશ્ચિમ બંગાળનાં ચૂંટણીપરિણામો પછી પાર્ટીમાં ફેરફારની હિમાયત કરી હતી, પરંતુ એ દિશામાં કોઈ પગલા લેવાયાં ન હતાં. જી-23 નેતાઓની માગ છે કે પાર્ટીમાં સંગઠન સ્તરે ફેરફાર કરવામાં આવે.

સૂત્રોને ટાંકતાં પીટીઆઈ જણાવે છે કે આ બેઠકમાં પણ પાર્ટીમાં સંગઠન સ્તરે સુધાર માટે તથા પાર્ટીને ફરીથી પાટા પર લાવવાના પગલા વિશે ચર્ચા કરવામાં આવી. તેમણે તાજેતરનાં ચૂંટણીપરિણામો ઉપર આઘાત વ્યક્ત કર્યો. પાર્ટીના નેતૃત્વ દ્વારા કૉંગ્રેસમાં પ્રાણ ફૂંકવા માટે પૂરતાં પગલાં ન લેવાતા, હતાશા વ્યક્ત કરી હતી.

ગુલામ નબી આઝાદ તથા આનંદ શર્મા જેવા નેતા કાર્યસમિતિના પણ સભ્ય છે એટલે રવિવારની બેઠકમાં તેઓ પોતાના વિચાર રજૂ કરશે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવે છે.

પૂર્વ કેન્દ્રીયમંત્રી શશિ થરૂરે લખ્યું કે જો સફળ થવું હોય તો પરિવર્તનને ટાળી શકાય તેમ નથી. લોકોને પ્રેરિત કરવા તથા નવા વિચારોને હવા આપવા માટે પણ નેતૃત્વપરિવર્તન જરૂરી હોવાનું થરૂરે લખ્યું હતું.

line

ગાંધીપરિવર્તન પર કેટલું દબાણ?

સોનિયા ગાંધી, રાહુલ ગાંધી

ઇમેજ સ્રોત, THE INDIA TODAY GROUP

ન્યૂઝ એજન્સી પીટીઆઈની (પ્રેસ ટ્રસ્ટ ઑફ ઇન્ડિયા) સાથે વાત કરતા લોકસભામાં વિપક્ષના નેતા અધીર રંજન ચૌધરીએ ક્હ્યું કે સંગઠનની નબળાઈને કારણે પાર્ટી ચૂંટણી હારી છે. તેમાં નેતૃત્વપરિર્તનની જરૂર નથી.

ચૌધરીના મતે પ્રિયંકા ગાંધી વાડ્રા તથા રાહુલ ગાંધી પાર્ટીમાં પ્રાણ ફૂંકવા માટે પૂરતા પ્રયાસ કરી રહ્યાં છે.

તેમણે સવાલ પૂછ્યો હતો, "જો નેતૃત્વપરિવર્તન એટલે રાહુલ કે પ્રિયંકા ગાંધીને હઠાવવા એવો થાય છે તો તેમના સ્થાને નવો નેતા કોણ હશે? બંને હૃદયથી પ્રયાસ કરી રહ્યાં છે. એ વાતમાં કોઈ શંકા નથી."

ઉત્તર પ્રદેશમાં પ્રિયંકા ગાંધી વાડ્રાએ કૅમ્પેનની કમાન સંભાળી હતી. જ્યાં પાર્ટીને 403માંથી બે બેઠક મળી છે, જ્યારે મતની ટકાવારી ઘટીને માત્ર 2.4 ટકા થઈ ગઈ છે.

પંજાબમાં ચૂંટણી પહેલાં જ ચરણજિતસિંહ ચન્નીને કમાન સોંપવાનો રાહુલ ગાંધીનો દાવ ઊંધો પડ્યો હતો. ચન્ની પોતાની બંને બેઠક પરથી હારી ગયા હતા, જ્યારે પાર્ટીના પ્રદેશાધ્યક્ષ નવજોતસિંહ સિદ્ધુએ પણ હારનો સામનો કરવો પડ્યો હતો.

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

ગાંધી પરિવાર તથા કૉંગ્રેસના ભવિષ્ય માટે રવિવારની બેઠક કેટલી મહત્ત્વપૂર્ણ છે, તે અંગે વરિષ્ઠ પત્રકાર રાશિદ કિદવાઈએ બીબીસી સંવાદદાતા અનંત પ્રકાશ સાથે વાત કરતા કહ્યું :

"તાજેતરનાં ચૂંટણીપરિણામો બાદ અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે. સોનિયા ગાંધીના યુગનો અંત તો 2014 અને 2016માં જ થઈ ગયો હતો. 2019માં વધુ એક વખત કારમો પરાજય થયો અને રાહુલ ગાંધીએ રાજીનામું ધરી દીધું. આ સમયે તેમણે કહ્યું હતું કે કૉંગ્રેસનો આગામી અધ્યક્ષ ગાંધી પરિવારનો નહીં હોય."

"પરંતુ આથી તદ્દન વિપરીત થયું. જુલાઈ-2019માં ફરી એક વખત સોનિયા ગાંધીને પાર્ટીના વચગાળાના અધ્યક્ષ બનાવી દેવામાં આવ્યાં. એવી ચર્ચા થઈ કે એક વર્ષમાં સ્થિતિ સામાન્ય થઈ જશે, પરંતુ અંદરખાને એવા ખેલ ખેલાયા કે આવું ન થઈ શક્યું. અને રાહુલ ગાંધીને પણ જવાબદારી વગર તાકતનું મૉડલ ગમવા લાગ્યું."

"હવે પાણી માથા ઉપરથી વહી ગયું છે, પરંતુ સમસ્યા એ છે કે ઉકેલ નજરે નથી પડતો, કારણ કે સોનિયા ગાંધી રાજકારણમાં સક્રિય નથી. રાહુલ ગાંધી કોઈ પદ પર નથી, જ્યારે પ્રિયંકા ગાંધી માત્ર મહામંત્રી છે."

"જો રવિવારની બેઠકમાં કૉંગ્રેસનાં અધ્યક્ષપદેથી સોનિયા ગાંધી રાજીનામું આપી દે અને સમગ્ર કાર્યસમિતિથી પણ રાજીનામું આપી દે, તો સપ્ટેમ્બર મહિનામાં યોજાનારી આગામી ચૂંટણી પહેલાં એક કમિટીનું ગઠન થઈ શકે છે. પરંતુ તેમાં કોણ-કોણ હશે, તે પણ સવાલ છે."

line

'ગાંધી પરિવાર નારાજ થઈ ગયો તો....'

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

હાલમાં કૉંગ્રેસની સંગઠનસ્તરીય ચૂંટણીઓ ચાલી રહી છે અને ઑગસ્ટ-સપ્ટેમ્બર મહિના દરમિયાન પાર્ટીના નવા અધ્યક્ષની નિમણૂક થઈ શકે છે. એ પછી અખિલ ભારતીય કૉંગ્રેસ કમિટીના પૂર્ણકાલીન સત્રમાં કૉંગ્રેસ વર્કિંગ કમિટીનું ગઠન થઈ શકે છે.

સપ્ટેમ્બર મહિનામાં કૉંગ્રેસની આંતરિક ચૂંટણી પહેલાં રાજ્યસભાની ચૂંટણી યોજાશે. ગુજરાત જેવા મહત્ત્વપૂર્ણ રાજ્યમાં ચૂંટણી યોજાવાની છે, ત્યારે નિર્ણય કોણ લેશે.

કિદવાઈ કહે છે, "સપ્ટેમ્બર મહિનામાં રાહુલ ગાંધી પાર્ટીના અધ્યક્ષ બનવા માટે તૈયાર છે. શું તેઓ લોકસભામાં પાર્ટીના નેતા બનવા માટે તૈયાર છે? રાજ્યસભા તથા આગામી વિધાનસભા ચૂંટણીની વ્યૂહરચના અંગે નિર્ણય લેવાના છે."

"કૉંગ્રેસ પાર્ટીની માગ છે કે પાર્ટી પરથી ગાંધી પરિવારનું પ્રભુત્વ થોડું ઓછું થાય, પરંતુ હાલમાં એવી સ્થિતિ ઊભી થતી હોય તેમ નથી લાગતું. કારણ કે જો ગાંધી પરિવાર નારાજ થઈ ગયો તો મનાવવાનો ક્રમ શરૂ થશે, જેના કારણે કૉંગ્રેસની નાલેશી થશે, એટલે પણ આ બેઠક મહત્ત્વપૂર્ણ છે."

line
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 3
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો