You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પેપર લીક મામલો : હેડ ક્લાર્કની પરીક્ષા રદ, યુવરાજસિંહે હવે કઈ માગો રાખી?
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રાજ્યમાં હેડ ક્લાર્કની ખાલી પડેલી 186 જગ્યાઓ ભરવામાં આવી રહી છે. જેની પરીક્ષાનું પેપર લીક થયું હતું.
ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ પરીક્ષા રદ ગણવાની જાહેરાત કરી છે.
હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે પરીક્ષાર્થીઓનું ભવિષ્ય ન બગડે તે માટે આગામી માર્ચ મહિનામાં ફરીથી પરીક્ષા લેવાશે.
તેમણે કહ્યું કે, "તાજેતરમાં જ યોજાયેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયા હોવાના આક્ષેપો થયા હતા."
"જ્યાર બાદ પોલીસ દ્વારા સ્વતંત્ર તપાસ કરાતાં તેની ખરાઈ થઈ હતી અને એક પછી એક આ કુલ 14 લોકોની ધરપકડ કરાઈ છે."
યુવરાજસિંહે શું કહ્યું?
નોંધનીય છે કે ગુજરાત આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજાએ આ પેપર લીક થયું હોવાનો દાવો કર્યો હતો. યુવરાજસિંહના દાવા અનુસાર ગત રવિવાર 12 વાગ્યે આયોજિત પરીક્ષાનું પેપર શનિવારે જ લીક થઈ ગયું હતું.
તેમના આ દાવા બાદ સરકાર અને તંત્ર હરકતમાં આવ્યાં હતાં.
યુવરાજસિંહે પરીક્ષા રદ કરવાની ગૃહરાજ્યમંત્રીની જાહેરાત આવકારી હતી અને આ અંગે પત્રકારો સાથે વાતચીત કરી હતી. આ સાથે જ તેમણે કેટલીક માગો પણ રજૂ કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
યુવરાજસિંહની માગો
- ગૃહરાજ્યમંત્રી અને રાજ્ય સરકાર આ મામલે એસઆઈટીની રચના કરે અને બીજા પુરાવાઓની તપાસ કરે.
- જે પ્રેસમાંથી પેપર લીક થયું એ પ્રેસ અને તેના માલિક વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે.
- ગુજરાતમાં યોજાતી પરીક્ષાના પ્રશ્નપત્રો ગુજરાત બહાર અને સરકારી પ્રેસમાં છાપવામાં આવે
- ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ શંકાના ઘેરામાં હોઈ તેમની તપાસ કરવામાં આવે.
- પરીક્ષાર્થીઓનો પ્રવાસખર્ચ રાજ્ય સરકાર ઉઠાવે
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો