વર્લ્ડકપમાં ભારતની ઉપરાઉપરી હાર બાદ IPLને બૅન કરવાની માગ કેમ થઈ રહી છે?

યુએઈમાં યોજાયેલા ટી-20 વર્લ્ડકપમાં રવિવારે સતત બીજી મૅચમાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો છે.

ન્યૂઝીલૅન્ડે 111 રનનો ટાર્ગેટ માત્ર 15 ઓવરમાં જ સાધી લીધો, અને વર્લ્ડકપમાં ભારતના ભવિષ્ય અંગે પ્રશ્નાર્થચિહ્ન મૂકી દીધું છે.

પ્રથમ મૅચમાં પાકિસ્તાન સામે કારમી હાર બાદ ન્યૂઝીલૅન્ડ સામે પણ ભારતીય ટીમે જાણે શરણાગતિ જ સ્વીકારી લીધી હતી.

પાકિસ્તાન બાદ ન્યૂઝીલૅન્ડ સામે હાર બાદ ભારતીય ટીમ મુશ્કેલીમાં

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પાકિસ્તાન બાદ ન્યૂઝીલૅન્ડ સામે હાર બાદ ભારતીય ટીમ મુશ્કેલીમાં

આ હાર સાથે જ ટીમ ઇન્ડિયાના પ્રશંસકોએ સોશિયલ મીડિયા પર એવા પ્રશ્ન ઉઠાવવાનું શરૂ કરી દીધું કે IPLમાં સારું પ્રદર્શન કરનારા ભારતીય ટીમના ખેલાડીઓ વર્લ્ડ કપમાં આવું પ્રદર્શન IPLના થાક અને તેને વધુ પડતું મહત્ત્વ આપવાના કારણે કરી રહ્યા છે.

નારાજ પ્રશંસકોએ સોશિયલ મીડિયા પર #BanIPL સાથે ભારતીય ટીમના પ્રદર્શન અંગે નિરાશા વ્યક્ત કરતા અનેક સંદેશા પોસ્ટ કર્યા હતા.

line

ભારતીય ખેલાડીઓનું IPL અને વર્લ્ડ કપમાં પ્રદર્શન

સુજિતકુમાર નામના એક યુઝરે ટ્વિટર પર હળવા અંદાજમાં બે તસવીરો શૅર કરીને ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓના પ્રદર્શન સામે સવાલ ઉઠાવ્યા હતા.

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

બિલાલ અહમદ નામના એક યૂઝરે ટ્વિટર પર લખ્યું કે IPLમાં ભારતીય ખેલાડીઓની એટલી કમાણી થાય છે કે આંતરરાષ્ટ્રીય મૅચોમાં હાર-જીતની તેમના પર કોઈ અસર નથી થતી.

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

રેહાન સી. એચ. નામના હૅન્ડલથી ટ્વીટ કરવામાં આવ્યું અને નામીબિયા સાથે ભારતીય ટીમની સરખામણી કરવામાં આવી હતી.

તેમણે શૅર કરેલી પોસ્ટમાં લખ્યું હતું કે, “મને એ ખબર નથી પડતી કે લોકો ભારત સાથે નામીબિયાને કઈ રીતે સરખાવી શકે. આ ગાંડપણ બંધ કરો અને નામીબિયા માટે થોડી ઇજ્જત દાખવો. તેમણે આ વર્લ્ડકપમાં એક મૅચમાં જીત મેળવી છે.”

બદલો X કન્ટેન્ટ, 3
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 3

line

ભારતીય ટીમનું નિરાશાજનક પ્રદર્શન

ભારતના ઑપનરો સહિત ધુરંધર બૅટરો રહ્યા નિષ્ફળ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારતના ઑપનરો સહિત ધુરંધર બૅટ્સમૅન રહ્યા નિષ્ફળ

ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે રવિવારે યોજાયેલી મૅચ ભારત અને ન્યૂઝીલૅન્ડ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ હતી.

ન્યૂઝીલૅન્ડે ટૉસ જીતી પહેલાં બૉલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ક્રિઝ પર જીતના ઇરાદે ઊતરેલા ભારતીય ઓપનરોએ ફરી પ્રશંસકોને નિરાશ કર્યા હતા.

કે. એલ. રાહુલ, ઈશાન કિશન, રોહિત શર્મા, વિરાટ કોહલી અને ઋષભ પંત જેવા ધુરંધર બૅટ્સમૅન 20 રનનો આંકડો પણ પાર નહોતા કરી શક્યા. ગુજરાતી બૅટ્સમૅન હાર્દિક પંડ્યા અને રવીન્દ્ર જાડેજાએ અનુક્રમે 23 અને 26 રન બનાવ્યા હતા.

20 ઓવરને અંતે ભારત માંડ 110 રન કરી શક્યું હતું.

વર્તમાન ક્રિકેટમાં 111 રનનો ટાર્ગેટ મહત્ત્વ ધરાવતો નથી અને તેમાંય વન-ડે વર્લ્ડકપમાં રનર અપ રહેલી ન્યૂઝીલૅન્ડની ટીમ રમતી હોય, ત્યારે આ સ્કોર સાવ સામાન્ય કહી શકાય.

ન્યૂઝીલૅન્ડે આસાનીથી આ ટાર્ગેટ વટાવી દીધો. ભારતે ગુપ્ટિલ કે વિલિયમ્સન માટે કદાચ યોજના ઘડી હશે, પણ ડેરેલ મિશેલને નજરઅંદાજ કર્યો અને તેમણે લાભ ઉઠાવી લીધો.

તેમણે બુમરાહ સામે થોડો સંયમ દાખવ્યો, પરંતુ રવીન્દ્ર જાડેજાએ ફેંકેલી પાંચમી ઓવરમાં એક સિક્સર સાથે 14 રન ફટકારી દીધા.

મિશેલ 50 રન કરી ન શક્યા પણ તેઓ ટીમને ટાર્ગેટની નજીક લઈ ગયા. તેમણે જાડેજા બાદ મોહમ્મદ શમી અને શાર્દૂલ ઠાકુરની બૉલિંગમાં પણ સિક્સર ફટકારી.

સસ્તામાં આઉટ થયા બાદ ભારતે મૅચ છોડી દીધી હોય તેમ કૅપ્ટન કોહલીએ શરૂઆતમાં મોહમ્મદ શમીને બદલે વરુણ ચક્રવર્તી અને જાડેજાને બૉલિંગ આપી હતી.

શમી બોલિંગમાં આવ્યા, ત્યાં સુધીમાં પરિણામ નિશ્ચિત થઈ ગયું હતું. અહીં ફરીથી ભારતના કંગાળ પ્લાનિંગે ભૂમિકા અદા કરી અને ન્યૂઝીલૅન્ડને મૅચની ગિફ્ટ આપી દીધી.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો