#ISROનું સેટેલાઇટ મિશન #EOS03 આખરી ક્ષણોમાં ફેલ કેમ થયું?

ઇમેજ સ્રોત, ISRO
ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન) - ઈસરો આજે 12મી ઑગસ્ટની સવારે 5:45 કલાકે એક નવો ઇતિહાસ રચવાથી ચૂકી ગયું હતું.
ઈસરોના 'અર્થ ઑબ્ઝર્વેશન સેટેલાઇટ (EOS-3)' સાથે GSLV-F10 રૉકેટે ઉડાણ ભરી હતી પરંતુ મિશનના સમયથી 10 સેકંડ પહેલાં જ તકનીકી ખરાબી સર્જાઈ હતી અને મિશન કંટ્રોલ સેન્ટરને રૉકેટના ત્રીજા સ્ટેજમાં લાગેલા ક્રાયૉજેનિક એન્જિનથી 6:29 મિનિટે સિગ્નલ અને ડેટા મળવાનો બંધ થઈ ગયો હતો.
જોકે, ઈસરોની ટીમે થોડા સમય સુધી આંકડાઓ મળે કે વધુ માહિતી મળે તે માટે રાહ જોઈ હતી.
અંતે ઈસરો પ્રમુખે જણાવ્યું હતું કે, ક્રાયૉજેનિક એન્જિનમાં તકનિકી ખામી જોવા મળી છે. આ કારણે મિશન સંપૂર્ણપણે સફળ નથી થઈ શક્યું.
બાદમાં ઈસરોએ મિશન આંશિકરૂપે અસફળ રહ્યું હોવાની જાહેરાત કરી હતી. ઈસરો દ્વારા કરવામાં આવી રહેલું લાઇવ પ્રસારણ પણ તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યું હતું.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
આ લૉન્ચમાં ઈસરો માટે પહેલી વખત એક સાથે ત્રણ કામગીરી હતી. પહેલી, સેટેલાઇટ લૉન્ચ કરવું. બીજી, જિયો ર્બિટમાં અર્થ ઑબ્ઝર્વેશન સેટેલાઇટ સ્થાપિત કરવાની હતી, જ્યારે ત્રીજું કામ- ઓજાઇવ પૅલોડ ફેયરિંગ એટલે કે મોટા ઉપગ્રહને અંતરિક્ષમાં મોકલવાનો હતો.
EOS-3ને જિયોસિંક્રોનસ સેટેલાઇટ લૉન્ચ વ્હિકલ-એફ 10 દ્વારા લૉન્ચ કરવામાં આવ્યું હતું. આ રૉકેટ 52 મીટર ઊંચું અને 414.75 ટન વજન ધરાવે છે. તેમાં 3 તબક્કાઓ હતા.
આ સેટેલાઇટ કુદરતી આપદાઓ સંબંધિત ત્વરિત મૉનિટરિંગના હેતુસર લૉન્ચ કરવાનું લક્ષ્ય હતું. જેમાં ચક્રવાત, વાદળ ફાટવાની ઘટના અને ગાજવીજ સાથેના વરસાદી તોફાનો જેવી આફતોના ત્વરિત મૉનિટરિંગનો સમાવેશ થાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, હાલ આ મિશન આંશિક રીતે અસફળ રહ્યું છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












