દિલ્હીમાં કોરોના : ઍમ્બ્યુલેન્સવાળાને આપવા પડ્યા 1 લાખ 10 હજાર રૂપિયા

કોરોના સમય સતત ફરિયાદ મળી રહી છે કે ઘણા ખાનગી એમ્બ્યુલેન્સ ચાલકો મનફાવે તેમ પૈસા માગી રહ્યા છે

ઇમેજ સ્રોત, HINDUSTAN TIMES

    • લેેખક, વિનીત ખરે
    • પદ, બીબીસી સંવાદદાતા

કોરોના મહામારીના સમયમાં સતત ફરિયાદ મળી રહી છે કે ઘણા ખાનગી ઍમ્બ્યુલન્સચાલકો મનફાવે તેમ પૈસા માગી રહ્યા છે.

આવી ફરિયાદો બાદ દિલ્હીની કેજરીવાલ સરકારે ખાનગી ઍમ્બ્યુલન્સ માટે રેટ નક્કી કર્યા છે અને જો કોઈ આદેશનો ભંગ કરે તો કડક કાર્યવાહી કરવાની બાંયધરી આપી છે.

અરવિંદ કેજરીવાલે એક ટ્વીટ કરીને જણાવ્યું કે દરદીને લઈ જવા માટે 10 કિલોમિટર સુધીનું ભાડું 1500 રૂપિયા, બેઝિક લાઇફ સપૉર્ટ ઍમ્બ્યુલન્સ માટે 10 કિલોમિટર સુધીનું ભાડું 2000 રૂપિયા અને ડૉક્ટર સાથે ઍડ્વાન્સડ લાઇફ સપૉર્ટ ઍમ્બ્યુલન્સ માટે 10 કિલોમિટરનું ભાડું 4000 રૂપિયા હશે.

દસ કિલોમિટરથી આગળ જવું હોય તો દર કિલોમિટરે 100 રૂપિયા વધુ ચૂકવવા પડશે.

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

ઑલ ઇન્ડિયા ઍમ્બ્યુલન્સ વૅલફેર ઍસોસિયેશનના પ્રમુખ સત્યપ્રકાશ રાણાએ આ નિર્ણયની ટીકા કરી છે અને તેમને સરકારના નિર્ણયને એકતરફી ગણાવ્યો છે, કે સરકારે તેમની સાથે વાતચીત કર્યા વગર નિર્ણય જાહેર કર્યો છે.

તેઓ કહે છે કે "અમારે નિર્ણય સ્વીકારવો પડશે કારણ કે તેમના હાથમાં ચાબુક છે." આ પહેલાં હરિયાણાની સરકારે પણ ઍમ્બ્યુલન્સના રેટ જાહેર કર્યા હતા, જેના કારણે ઍમ્બ્યુલન્સચાલકો નારાજ થઈ ગયા હતા.

અહેવાલ અનુસાર હરિયાણામાં હવે ઍડ્વાન્સ્ડ લાઇફ સપૉર્ટ ઍમ્બ્યુલન્સને 15 રૂપિયા પ્રતિકિલોમિટર અને બેઝિક લાઇફ સપૉર્ટ એમ્બ્યુલન્સને 7 રૂપિયા પ્રતિ કિલોમિટરના રેટ પર ભાડે લઈ શકાય છે.

સરકારે જણાવ્યું છે કે જો આદેશનો ભંગ કરવામાં આવશે તો ડ્રાઇવિંગ લાઇસન્સ રદ થઈ શકે છે, ઍમ્બ્યુલન્સ કબજે લેવામાં આવી શકે છે અને 50,000 રૂપિયાનો દંડ થઈ શકે છે.

હરિયાણા સરકારના નિર્ણય બાદ દિલ્હીમાં પણ અમુક લોકો માગ કરી રહ્યા હતા કે ઍમ્બ્યુલન્સના રેટ જાહેર કરવામાં આવે.

રાણા કહે છે કે "સ્મશાનમાં અમે ચારથી પાંચ કલાક રાહ જોતા હોઈએ છીએ. શું સરકાર અમને વેટિંગ ચાર્જ ચૂકવશે?"

માગ પાછળ એ ફરિયાદો કારણભૂત છે, જેમાં ઘણા ઍમ્બ્યુલન્સચાલકો સામે આક્ષેપ કરાયો હતો કે કોરોનાકાળમાં ઍમ્બ્યુલન્સની માગનો ગેરલાભ લઈને તેઓ લોકોને લૂંટી રહ્યા છે.

line

ઍમ્બ્યુલન્સ માટે એક લાખ 10 હજાર આપવા પડ્યા

દિલ્હીમાં ઍમ્બ્યુલન્સ

ઇમેજ સ્રોત, NUR PHOTO

ઇમેજ કૅપ્શન, કોરોનાકાળમાં ઍમ્બ્યુલન્સના કેટલાક ડ્રાઇવર પર લોકોને મન પડે એવા ભાડા લેવાનો આરોપ લગાવાયો છે

વિમલ મહેતાનાં માતાને આઈસીયુ બેડની જરૂર હતી, ઓક્સિજન લેવલ 60 સુધી પહોંચી ગયું હતું અને ઘરમાં જે ઓક્સિજન સિલિન્ડર હતો તે ખતમ થવાની અણી પર હતો. સામાન્યતઃ ઓક્સિજન લેવલ 90ની ઉપર હોવું જોઈએ.

તેમને ખબર પડી કે દિલ્હીમાં એક આઈસીયુ બેડ ખાલી છે. હવે જરૂર હતી ઓક્સિજનની સુવિધા ધરાવતી ઍમ્બ્યુલન્સની, જે વિમલનાં માતાને હૉસ્પિટલ સુધી જીવિતાં પહોંચાડી શકે.

વિમલ મહેતાનાં માતા તેમના બીજા દીકરા સાથે દિલ્હી પાસે આવેલા ઇંદિરાપુરમમાં રહે છે.

ઇંદિરાપુરમના ઘર સુધી ઍમ્બ્યુલેન્સ બોલાવવા માટે વિમલ અને તેમનો પરિવાર સતત ફોન કરતા રહ્યા.

વિમલ યુકેમાં રહે છે, જ્યાંથી તેઓ સતત ફોન કરવાના પ્રયાસ કરી રહ્યા હતા. સિંગાપોરમાં રહેતાં તેમનાં બહેન પણ ફોન કરી રહ્યાં હતાં.

વિમલ કહે છે, "મેં બધી જગ્યાએ ફોન કર્યા પણ ક્યાંય ઓક્સિજનની સુવિધા ધરાવતી ઍમ્બ્યુલન્સ ઉપલબ્ધ નહોતી."

તેઓ વધુમાં જણાવે છે કે જાન્યુઆરી 2021માં તેમના પિતાનું હાર્ટઍટેકથી મૃત્યુ થયું હતું.

તેમના મૃત્યુનું એક કારણ ઍમ્બ્યુલન્સનું સમયસર ન પહોંચવું પણ છે. એટલા માટે તેઓ જ્યારે છેલ્લી વખત દિલ્હી આવ્યા, ત્યારે ઍમ્બ્યુલન્સ સર્વિસના નંબર લઈ લીધા હતા અને તેઓ સતત જુદા-જુદા નંબરો પર ફોન કરી રહ્યા હતા.

પહેલાં તેમને કહેવામાં આવ્યું કે ઓક્સિજન સાથેની ઍમ્બ્યુસલન્સ ઉપલબ્ધ નથી પણ કલાકો સુધી પ્રયત્નો કર્યા બાદ સૂર બદલાયા. ત્યાં સુધી ભારતમાં સવાર થઈ ગઈ હતી.

ઇંદિરાપુરમથી રોહિણી જવા માટે વૅન્ટિલેટર ઓક્સિજન અને ડૉક્ટરની સુવિધા ધરાવતી ઍમ્બ્યુલન્સ માટે 70000 રૂપિયા ભાડું માગવામાં આવ્યું.

ઇંદિરાપુરમથી રોહિણી વચ્ચેનું અંતર 40 કિલોમિટર છે.

વિમલ કહે છે, "આવી પરિસ્થિતિમાં તમે પૈસા તરફ નહીં જુઓ. અમે આટલા પૈસા આપી શકીએ તેમ હતા. મેં કહ્યું કે તમે તરત ઍમ્બ્યુલન્સ મોકલો."

"જ્યારે વિમલના ભાઈ માતાને લઈને રોહિણીસ્થિત હૉસ્પિટલ પહોંચ્યા ત્યારે ખબર પડી કે હવે બેડ ખાલી નથી."

હૉસ્પિટલે વિમલના ભાઈને જણાવ્યું કે જો ત્રણ કલાકની અંદર માતાને ઓક્સિજન નહીં મળે તો તેઓ જીવતાં નહીં રહે.

બીજી બાજુ ઍમ્બ્યુલન્સમાં જે ચાર લોકો હતા, તેમની ઇચ્છા હતી કે વિમલનાં ભાઈ અને માતા ઍમ્બ્યુલન્સમાંથી બહાર આવે, જેથી તેઓ બીજી જગ્યાએ જઈ શકે.

સારી વાત એ હતી કે વિમલના મિત્રની હૉસ્પિટલ નજીકમાં આવેલ ઇસ્ટ ઑફ કૈલાશમાં છે, જ્યાં એક બેડ ખાલી હતો પણ ત્યાં જવા માટે ઍમ્બ્યુલન્સે વધુ 40 હજાર રૂપિયાની માગ કરી.

વિમલ કહે છે કે તેમણે ભાઈને જણાવ્યું કે ઍમ્બ્યુલન્સવાળા જે પૈસા માગી રહ્યા છે તે આપી દે પણ હૉસ્પિટલે પહોંચી ગયા બાદ.

વિમલ જણાવે છે કે આ વાત સાંભળીને ઍમ્બ્યુલેન્સના ડ્રાઇવર અને તેમના સાથી ગાળો આપવા લાગ્યા.

અંતે વિમલનાં માતાને આઈસીયુ બેડ મળી ગયો અને હવે તેમની હાલત સ્થિર છે.

તે દિવસે રાતથી સવાર સુધી વિમલે 30 કૉલ કર્યા અને ઍમ્બ્યુલન્સ માટે એક લાખ અને 10 હજાર રૂપિયા ચૂકવ્યા. વિમલે એ નંબર અને ઍમ્બ્યુલન્સ સર્વિસ વિશે ટ્વિટરમાં માહિતી પણ આપી છે.

line

આક્ષેપો નકાર્યા

દિલ્હીમાં ઍમ્બ્યુલન્સ

ઇમેજ સ્રોત, AISHWARYA KUMAR

જ્યારે અમે નંબર પર કૉલ કર્યો ત્યારે ફોન ઉપાડનાર વ્યક્તિએ પોતાનું નામ જમીલ મલિક જણાવ્યું.

જમીલે વિમલના આરોપોને ખોટો ગણાવતા કહ્યું હતું કે એક લાખ દસ હજાર રૂપિયા લેવામાં આવ્યા હોય એવું કોઈ વાહન તેમણે મોકલ્યું નથી.

તેમણે કહ્યું કે તેમની પાસે 10-12 વાહનો છે, જેમાં ઘણા દિવસોથી ઓક્સિજન નથી અને તેઓ આ મામલાની તપાસ કરાવી રહ્યા છે.

જમીલના કહેવા મુજબ નોઇડાથી દિલ્હી સુધીની ઍમ્બ્યુલન્સનું ભાડું 12 હજાર રૂપિયા છે અને ઍમ્બ્યુલન્સમાં વૅન્ટિલેટર, ડૉક્ટર અને ઓક્સિજનની સુવિધા હોય છે.

કોરોના વાઇરસના કારણે દિલ્હી અને બીજી જગ્યાએ પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે.

ઓક્સિજન, હૉસ્પિટલ બેડ અને દવાઓની સાથે-સાથે ઓક્સિજનની સુવિધા ધરાવતી ઍમ્બ્યુલન્સની પણ ભારે અછત છે. આવી સ્થિતિમાં આક્ષેપો થઈ રહ્યા છે કે ઘણા લોકો તક અને પરિસ્થિતિનો લાભ લઈને નફો મેળવી રહ્યા છે.

પોલીસે આ મામલામાં અમુક લોકોની ધરપકડ કરી છે, એક હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે અને સામાન્ય લોકોને ચેતવણી પણ આપી છે, પરંતુ ફરિયાદો આવી રહી છે.

નોઇડામાં રહેતા અવનિશ કુમારે વાતચીતમાં જણાવ્યું કે કઈ રીતે દલાલો તકનો લાભ લઈ રહ્યા છે. ટ્વિટર પર તેમણે કહ્યું કે નોઇડા સૅક્ટર 71થી સૅક્ટર 94 સુધી જવા માટે તેમણે 11 હજાર રૂપિયા ચૂકવ્યા છે.

વાતચીતમાં તેમણે કહ્યું કે અમુક લોકોનાં હૃદય પથ્થરનાં થઈ ગયાં છે અને તેઓ પરિસ્થિતિને વેપાર માટેની તક તરીકે જોઈ રહ્યા છે. લોકો પાસે પૈસા આપવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.

line

જવાબદાર કોણ?

દિલ્હીની કેજરીવાલ સરકારે ખાનગી એમ્બ્યુલેન્સ માટે રેટ નક્કી કર્યા છે

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, દિલ્હીની કેજરીવાલ સરકારે ખાનગી ઍમ્બ્યુલેન્સ માટે ભાડું નક્કી કર્યું છે

બીજી બાજુ ઍમ્બ્યુલન્સવાળા કહે છે કે કેટલાક લોકો ખોટું કરી રહ્યા હશે પરંતુ તેમની પણ પોતાની સમસ્યાઓ છે.

દિલ્હીમાં ચાર ઍમ્બ્યુલન્સ ચલાવતા રાકેશ પટેલ કહે છે કે મોટા ભાગનાં ઍમ્બ્યુલન્સ વાહનો દિલ્હી સરકારે લઈ લીધાં છે અને ઘણા ઍમ્બ્યુલન્સ-માલિકો પાસે તો ઓક્સિજન જ નથી.

ઍમ્બ્યુલન્સના ભાડા વિશે તેઓ કહે છે, "ઍમ્બ્યુલન્સમાં કોવિડના મૃતદેહ લઈ જતા લોકોને પી.પી.ઈ કીટ પહેરવી પડે છે અને સ્મશાનગૃહની બહાર કલાકો સુધી રાહ જોવી પડે છે. આવી સ્થિતિમાં પૈસા તો લેવા પડશે."

આ માટે એમ્બ્યુલન્સ કલાક દીઠ પૈસા લે છે. રાકેશ પટેલના કહેવા મુજબ કીટ પહેર્યા પછી ફેંકી દેવી પડે છે. બીજા એક ઍમ્બ્યુલન્સ-માલિકે કહ્યું કે તેમની ઍમ્બ્યુલન્સ ઓક્સિજન ન હોવાના કારણે હાલ બંધ હાલતમાં છે.

line

ઍમ્બ્યુલન્સ ડ્રાઇવરની મુશ્કેલીઓ

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

ઑલ ઇન્ડિયા ઍમ્બ્યુલન્સ વૅલ્ફૅર ઍસોસિયેશનના પ્રમુખ સત્યપ્રકાશ રાણા કહે છે કે જ્યારે ઍમ્બ્યુલન્સના ડ્રાઇવરો પર આક્ષેપ કરવામાં આવે છે ત્યારે તેમના વિશે કોઈ વિચારતું નથી.

તેઓ સ્વીકારે છે કે અમુક લોકો મનપડે એવું ભાડુ માગીને લોકોને લૂંટી રહ્યા છે પણ તેઓ કહે છે કે જે લોકો લાંબા સમયથી ઍમ્બ્યુલન્સનું કામ કરી રહ્યા છે તેઓ આ પ્રકારનું કામ કરતા નથી.

રાણાના કહે છે કે દિલ્હીમાં આશરે એક હજાર ઍમ્બ્યુલન્સ છે, જ્યારે માગ સો ગણી વધારે છે. તેની પાછળનું કારણ છે કે સારી હૉસ્પિટલ હોવાના કારણે બીજાં રાજ્યોથી લોકો સારવાર માટે દિલ્હી આવી રહ્યા છે.

હરિયાણા સરકારના નિર્ણય પર રાણા સવાલ કરે છે કે સરકારે પોતે કેમ એ રેટમાં ઍમ્બ્યુલન્સ ચલાવતી નથી?

તેઓ કહે છે, "શું સરકારે અમને ક્યારેય પુછ્યું કે જે ગાડી ગઈ કાલ સુધી આઠ લાખ મળતી હતી, તે આજે 16 લાખમાં મળી રહી છે. જે ફેબ્રિકેશનનો ખર્ચ ગઈ કાલ સુધી ચાર લાખ રૂપિયા હતો તે આજે આઠ લાખ રૂપિયા થઈ ગયો છે. અમને તો કોઈ કઈ પૂછતું જ નથી."

તેઓ કહે છે, "જે ડ્રાઇવર લાંબા સમય સુધી ડ્યુટી કરે છે, તેને જમવાનું પણ આપવું પડે છે. જે સિલિન્ડર હું 300 રૂપિયામાં લાવતો હતો, તે આજે 2000 રૂપિયામાં મળે છે."

રાણાનું કહેવું છે કે દિલ્હીમાં મૃતદેહોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે કોઈ સરકારી વ્યવસ્થા નથી.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો