કોરોનાના બીજા વંટોળમાં ગુજરાતનાં નાનાં શહેરો-ગામોમાં વધારે જોખમ છે?

ઇમેજ સ્રોત, Hindustan Times/Getty
- લેેખક, તેજસ વૈદ્ય
- પદ, બીબીસી સંવાદદાતા
"મારું સ્વપ્ન છે કે રાજ્યના દરેક જિલ્લામાં મેડિકલ કૉલેજ બને. જો ડૉક્ટર જ નહીં હોય તો હૉસ્પિટલોનો અર્થ શું?"
ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ તેમના અધિકૃત ટ્વિટર હૅન્ડલ પરથી તા. 22 સપ્ટેમ્બર 2012ના રોજ આ ટ્વીટ કર્યું હતું.
આજે આ ટ્વીટને આઠ વર્ષ કરતાં વધુ સમય વીતી ગયા છે. કેન્દ્રમાં અને ગુજરાતમાં ભાજપની સરકાર છે અને એટલે ગુજરાતના વિકાસ માટે 'ડબલ એંજિનવાળી સરકાર' હોવાનું કહેવાય છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
આમ છતાં દરેક જિલ્લામાં મેડિકલ કૉલેજ તો દૂરની વાત છે, પરંતુ કેટલાક જિલ્લામાં કોરોનાના શંકાસ્પદ દરદીઓ માટે આરટી-પીસીઆર (રિવર્સ ટ્રાન્સ્ક્રિપ્શન પૉલિમરાઇઝ ચેઇન રિઍક્શન) ટેસ્ટિંગ માટેની લૅબોરેટરી પણ નથી.
રાજ્યમાં કોરોનાનો પહેલો કેસ નોંધાયો તેને 13 મહિનાનો સમય થઈ ગયો છે, છતાં આ સ્થિતિ છે. ગુજરાતમાં કોરોનાના વધતા કેસ અંગે હાઈકોર્ટે સ્વસંજ્ઞાન લઈને સુઓમોટો અરજી દાખલ કરી અને ઉચ્ચ અદાલતે રાજ્ય સરકારને આ બાબતે ટકોર કરી હતી.
ગીરસોમનાથ જિલ્લામાં આરટી-પીસીઆર ટેસ્ટ માટેની લૅબોટરેટરી નથી, જેના કારણે અહીંના નિવાસીઓ તથા ગ્રામજનોને ભારે હાલાકી પડી રહી છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
આ જિલ્લો સોમનાથ મંદિરના નામથી ઓળખાય છે. હિંદુ ધર્મની માન્યતા પ્રમાણે, આ મંદિર પ્રથમ જ્યોર્તિલિંગ છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેના ટ્રસ્ટના વડા છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી તેના સભ્ય છે.
અત્રે એ નોંધવું રહ્યું કે અહીંથી લગભગ 180 કિલોમિટર દૂર રાજકોટ ખાતે એઇમ્સ (ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિઝ)ની હૉસ્પિટલ તૈયાર થઈ રહી છે. આ સિવાય લગભગ 80 કિલોમિટર દૂર 300 બેડની ગુજરાત મેડિકલ ઍન્ડ ઍજ્યુકેશન રિસર્ચ સોસાયટી હૉસ્પિટલ 2018માં તૈયાર થઈ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

કોરોના, ટેસ્ટ અને તકલીફ
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
ગીર સોમનાથ જિલ્લાના ઍપિડેમિક મેડિકલ ઑફિસર તેમજ જિલ્લાના સર્વેલન્સ ઑફિસર કે. બી. નિમાવતે બીબીસી સાથે વાત કરતા જણાવ્યું: "કોરોનાના શંકાસ્પદ દરદીના સૅમ્પલ જૂનાગઢ મોકલવામાં આવે છે અને ત્યાંથી રિપોર્ટ આવે છે. અહીં નજીકના દિવસોમાં લૅબોરટરી ખૂલવાની છે."
ત્યારે મુદ્દો એ ઉપસ્થિત થાય કે ગુજરાતમાં કોરોના કંઈ આજકાલનો આવેલો નથી. પહેલો કેસ નોંધાયો તેને 13 મહિના થઈ ગયા છે અને એ પહેલાં કેન્દ્ર સરકાર તથા વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ પણ તેના આગમનના અહેવાલ આપ્યા હતા.
ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને જ્યાં ન હોય તે તમામ શહેર, તાલુકા તથા આદિવાસી વિસ્તારમાં ટેસ્ટિંગ લૅબોટરેટરી શરૂ કરવા તથા આ માટે જરૂર પડ્યે પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ મૉડલનો વિકલ્પ પણ વિચારવા કહ્યું હતું.
કોરોના પહોંચી ગયો, પણ ગુજરાતનાં ગામડાંમાં મેડિકલ સંસાધનો નથી પહોંચ્યાં.
એપ્રિલ મહિનાના પહેલા અઠવાડિયાથી જ અમદાવાદ જેવા શહેરમાં કોરોનાના દરદીને બેડ મળવા મુશ્કેલ બની ગયા હતા. પથારી મળે તો ઓક્સિજનના બાટલા કે વૅન્ટિલેટર ન મળે.
જો રાજ્યના 'આર્થિક પાટનગર'ની આ સ્થિતિ હોય તો કેશોદ, વેરાવળ, અમરેલી, પોરબંદર, જૂનાગઢ, મહુવા, અને મહેસાણાની સ્થિતિ કેવી હશે?
તેમાં પણ ગામડાંમાં રહેતાં લોકોની સ્થિતિ કેવી હશે, તેની કલ્પના કરવી મુશ્કેલ નથી.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 3
પૂર્વ આરોગ્ય અને પરિવારકલ્યાણ વિભાગ પ્રધાન જયનારાયણ વ્યાસે બીબીસી સાથે વાત કરતાં કહ્યું હતું, "મેડીકલક્ષેત્રે ગુજરાતનાં ગામડાંમાં માળખાગત સુવિધા અને ડૉક્ટરો નથી."
"બીજી જરૂરિયાત ઓક્સિજન પલંગ નથી. ત્રીજી જરૂરિયાત રેમડેસિવિર ઇન્જેક્શનની છે, જે શહેરોમાં નથી તો ગામડામાં ક્યાંથી મળશે?"
"ચોથી જરૂરિયાત બાયપેપ (બાયલેવલ પૉઝિટિવ ઍરવે પ્રેસર)ની આવે. એ પછી આવે વૅન્ટિલેટર. જરૂરિયાતનાં બીજા તબક્કે જ આપણી સુવિધા નિષ્ફળ જઈ રહી છે તો વૅન્ટિલેટર સુધી તો કેમ પહોંચે?
ગુજરાતના આરોગ્ય અને પરિવારકલ્યાણ મંત્રાલયના પૂર્વ પ્રધાન ડૉ. જયનારાયણ વ્યાસે બીબીસી સાથે વાત કરતા જણાવ્યું :"મેડિકલક્ષેત્રે ગુજરાતના ગામડાંમાં માળખાકીય સુવિધા કે ડૉક્ટરો નથી. બીજી જરૂરિયાત એવા ઓક્સિજન બેડ નથી. ત્રીજી જરૂરિયાત એવા રેમડેસિવિર ઇન્જેકશન જો શહેરોમાં ન હોય તો ગામડાંમાં ક્યાંથી મળે?"
"ચોથી જરૂરિયાત બાયપેપ (બાયલેવલ પૉઝિટિવ ઍરવે પ્રેશર)ની આવે. એ પછી વૅન્ટિલેટર. જરૂરિયાતના બીજા તબક્કે જ આપણી સુવિધા નિષ્ફળ રહી છે તો વૅન્ટિલેટર સુધી કેમ પહોંચે."

નાનાં શહેર, મોટી સમસ્યા

ઇમેજ સ્રોત, SAM PANTHAKY
એ સમજવું મુશ્કેલ નથી કે ગામડાંના લોકો ઇલાજ માટે શહેરોમાં જાય છે અને ત્યાં હૉસ્પિટલોમાં તેમણે વેઇટિંગની યાદીમાં રહેવું પડે છે.
નાનાં શહેરોમાં હૉસ્પિટલોની અપૂરતી કે ખૂટી પડેલી વ્યવસ્થાને કારણે તેમણે ઠેર-ઠેર ભટકવું પડે છે.
ધ્રાંગધ્રામાં રહેતા જગદીશ પટેલે બીબીસીને જણાવ્યું, "મારા ભાઈ બાબુભાઈ પટેલને કોરોના આવ્યો પછી ધ્રાંગધ્રાની હોસ્પિટલમાં દાખલ કર્યા હતા."
"બે-ચાર દિવસ પછી હૉસ્પિટલમાં ઓક્સિજન ખૂટી પડતાં હૉસ્પિટલે કહી દીધું કે અન્યત્ર લઈ જાવ. અમે સુરેન્દ્રનગર ગયા, તો ત્યાંની હૉસ્પિટલમાં ખાટલા જ ખાલી ન હતા. પછી અમે મોરબી ગયા ત્યાં અમને માંડ-માંડ ખાટલો મળ્યો."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 4
ધ્રાંગધ્રાનાં જ ધોરાલિયા પરિવારે કોરોનાને લીધે ચોવીસ કલાકની અંદર માતા અને પુત્ર બંને ગુમાવ્યાં હતા.
બીબીસી સાથે વાત કરતાં ધોરાલિયા પરિવારના પ્રવીણભાઈએ કહ્યું હતું, "મારાં બા સવિતાબહેનને કોરોના હોવાનું માલૂમ પડ્યું. ડૉક્ટરે કહ્યું કે તરત હૉસ્પિટલમાં દાખલ કરો. બાને ઓક્સિજનની જરૂર હતી."
"ધ્રાંગધ્રાની હૉસ્પિટલમાં ઓક્સિજન ન હતો. તેથી બાને અમે સુરેન્દ્રનગર લઈ ગયા. ત્યાં તેમને થોડો ઓક્સિજન આપવામાં આવ્યો. સ્થિતિ જોતાં બાને વૅન્ટિલેટર પર મૂકવા પડે તેમ હતાં, પરંતુ તેની કોઈ સગવડ નહોતી. તેથી બાનું અવસાન થયું હતું."
જો અમદાવાદ, સુરત જેવાં મોટાં શહેરોની સ્થિતિ ખરાબ હોય તો નાનાં શહેરો અને ગામડાંની હાલત તો અત્યંત કફોડી છે. શહેરની સરખામણીમાં ગ્રામીણ વ્યક્તિના કોરોના ટેસ્ટિંગ તથા રિપોર્ટિંગમાં વધુ વાર લાગે છે.

કોરોના અને સજ્જતાનો અભાવ
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
ગીરસોમનાથ જિલ્લાનાં ગામડાંમાંથી કેટલાક લોકોને કોરોના થયો હોય અને સારવાર લેવી પડે તેમ હોય તેવા લોકો વેરાવળની સરકારી હૉસ્પિટલમાં આવે છે. ત્યાં વૅન્ટિલેટરની સગવડ છે. જો બધા વૅન્ટિલેટર દરદીના ઉપયોગમાં લેવાઈ ગયા હોય અને અન્ય દરદી આવે તો?
આના જવાબમાં કે. બી. નિમાવતે કહ્યું હતું કે "તો દરદીને અમે જૂનાગઢ સિવિલ હૉસ્પિટલમાં મોકલીએ છીએ."
સૌરાષ્ટ્રની સરકારી હૉસ્પિટલ સાથે સંકળાયેલા એક ડૉક્ટરે કહ્યું કે અહીં સરકારી હૉસ્પિટલમાં ખાટલા વધારી શકાય.
વૅન્ટિલેટર વધારવા હોય તો એની સાથે માળખું પણ વધારવું પડે. ડૉક્ટર અને સ્ટાફ વધારવા પડે. અહીં મેડિકલ કૉલેજ નથી.
તેથી આ બધું કેવી રીતે શક્ય બને એ પણ મૂંઝવણ છે.

ટેસ્ટથી ટ્રીટમેન્ટમાં બે-ત્રણ દિવસ

ઇમેજ સ્રોત, Kalpit Bhachech
અંતરિયાળ વિસ્તારનાં દરદીઓને કોરોના સામે કેવી સગવડ મળે છે અને કેવી અગવડ પડે છે, એ જાણવા માટે કચ્છના ગાંધીધામનાં આદીપુરમાં દવાખાનું ચલાવતાં ડૉ. હિમેશ પટેલ સાથે વાત કરી.
ડૉ. પટેલે બીબીસીને જણાવ્યું, "કોરોનાના આ બીજા વંટોળમાં શહેર કરતાં ગામડાં વધુ અસરગ્રસ્ત થયાં છે. ગામડાંમાં જનરલ પ્રૅક્ટિસનર હોય છે, એ ત્રણ-ચાર ગામ વચ્ચે એક હોય છે. તેથી ત્યાં દરદીઓની ભીડ વધારે થાય છે અને સંક્રમણનું જોખમ વધી જાય છે."
"બીજી અગત્યની વાત એ કે કોરોનાના દરદીને જે ટેસ્ટ કરાવવાના હોય તેમાં શહેરની તુલનાએ ગામડાંના દરદી બે-ત્રણ દિવસ મોડા પડે છે. નજીકમાં લૅબોરેટરી હોતી નથી."
"પાસેના કોઈ શહેરમાં જઈને ત્યાંની લૅબોરેટરીમાં ટેસ્ટ કરાવવો પડે છે. તેથી એમાં બે-ત્રણ દિવસ જતા રહે છે. કોરોના જેવી બીમારીમાં દરદીને ગંભીર અસર હોય, તો બે-ત્રણ દિવસમાં એની હાલત વધુ ગંભીર થઈ જાય છે."
આ લેખમાં Instagram દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Instagram કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
Instagram કન્ટેન્ટ પૂર્ણ
કચ્છ જિલ્લાના સંદર્ભમાં આ વાતને રજૂ કરતા ડૉ. પટેલ કહે છે, "ગાંધીધામમાં તો કોઈ દરદીનો આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવો હોય, તો નમૂનો લઈને ભૂજ મોકલવો પડે છે. એનો રિપોર્ટ આવતાં ત્રણથી ચાર દિવસ પસાર થઈ જાય છે."
"ગાંધીધામમાં તો એવી સ્થિતિ છે કે કોઈ વ્યક્તિને કોરોના પૉઝિટિવ હોય તો એણે બે-ત્રણ હૉસ્પિટલમાં ફરવું પડે. જો જગ્યા મળે તો ઠીક છે, નહીંતર પછી ઘરે રહીને જ તેણે દવા-સારવાર કરવી પડે છે."

તબીબોની તંગીની ટકાવારી
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
ગુજરાતમાં પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ડૉક્ટોરીની ઘટ એ લાંબા સમયથી ચાલ્યો આવતો મુદ્દો છે. એવામાં કોરોના જેવી મહામારીના સમયમાં નાનાં શહેરોની સરકારી હૉસ્પિટલોમાં ડૉક્ટરોની ઘટ એ દરદી માટે જીવનમરણનો મુદ્દો બની જાય છે.
કોઈ પણ મહામારી ક્યારેય કહીને તો આવતી નથી. તેના માટે આગોતરી તૈયારી રાખવી પડતી હોય છે.
આપણે ત્યાં વર્ષોથી સરકારી દવાખાનાઓમાં અને હૉસ્પિટલોમાં મેડિકલ સ્ટાફ અને ડૉક્ટરોની જગ્યાઓ જે ખાલી પડી છે, એનું પરિણામ કેટલું ભયંકર આવી શકે એ અત્યારે જોઈ શકાય છે.
ડૉ. જયનારાયણ વ્યાસ કહે છે, "ગુજરાતમાં જેટલા ડૉક્ટર નોંધાયેલા છે, એમાંના આઠ ટકા જ સરકારી નોકરી કરે છે. એનો મતલબ એ થયો કે કાં તો તમને ભરતી કરવાની દરકાર નથી કાં તો તમારી સર્વિસ કન્ડિશન કે હ્યુમન ટ્રીટમૅન્ટ રાંક છે."

વાયરો, વૅન્ટિલેટર અને વ્યવસ્થા
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4
ગુજરાતમાં ગયા વર્ષે કોરોના આવ્યો અને જે રીતે રાજ્ય સરકારે તેની સામે કામ લીધું તે અંતર્ગત બે ભાગનો એક રિપોર્ટ તૈયાર થયો છે.
જેમાં પ્રથમ ભાગમાં પાના નંબર 64 પર જણાવાયું છે કે "ગુજરાત દેશનું પ્રથમ એવું રાજ્ય હતું કે જેણે માત્રને માત્ર કોરોના સમર્પિત એટલે કે કોવિડ ડેડિકેટેડ હૉસ્પિટલ સૌપ્રથમ શરૂ કરી."
આની સામા છેડાની હકીકત એ પણ છે કે કોરોનાનો બીજો વાયરો ફુંકાયો, ત્યારે અમદાવાદ હોય કે અમરેલી લોકોને હૉસ્પિટલમાં ખાટલા મેળવવામાં સંઘર્ષ કરવો પડ્યો.
કેટલાક લોકો તો હૉસ્પિટલમાં ખાટલો ન મળતાં મૃત્યુ પામ્યાના અહેવાલ પણ અખબારોમાં ચમક્યા.

ઇમેજ સ્રોત, SAM PANTHAKY
એ જ રિપોર્ટમાં પાના નંબર 67 પર જણાવાયું છે, "ઑક્ટોબર 2020માં રાજ્યમાં 49 હજાર 957 આઇસોલેશન ખાટલા, પાંચ હજાર 10 આઈસીયુ (ઇન્ટેન્સિવ કૅર યુનિટ) ખાટલા, અને ત્રણ હજાર 415 વૅન્ટિલેટર પર હતા."
20મી એપ્રિલની સાંજની સ્થિતિ પ્રમાણે, રાજ્યમાં કુલ 76 હજાર 500 ઍક્ટિવ કેસ હતા, જેમાંથી 353 દરદી વૅન્ટિલેટર પર, જ્યારે 76 હજાર 147 સ્ટેબલ કન્ડિશનમાં હતા.
છ મહિના અગાઉ રાજ્ય સરકાર પાસે ત્રણ હજાર 415 વૅન્ટિલેટર હતા અને હાલમાં માત્ર 353 દરદી જ વૅન્ટિલેટર ઉપર છે, તો કેટલાક પેશન્ટને વૅન્ટિલેટર કેમ નથી મળતા?
આરોગ્યની સરકારી માળખાગત સુવિધાની બાબતમાં ગુજરાત પછાત ગણાતાં રાજ્યો કરતાંય પછાત છે
કોરોનાએ કેર નહોતો વર્તાવ્યો એ અગાઉનું પણ ચિત્ર જોઈએ તો ગુજરાતમાં જે આરોગ્યની માળખાકીય સુવિધા છે, કેટલી હદે કથળેલી છે તે દેખાઈ આવે છે.

આંકડાની આરસીમાં આરોગ્યતંત્ર

ઇમેજ સ્રોત, Kalpit Bhachech
ગુજરાત આરોગ્ય વિભાગ અને નેશનલ હેલ્થ પ્રોફાઇલ મુજબ, ઑગસ્ટ 2018 સુધી ગુજરાતમાં એક હજાર 474 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે.
ગુજરાતમાં 363 કૉમ્યુનિટી હેલ્થ કૅર સેન્ટર અને નવ હજાર 153 સબ-સેન્ટર છે. ગ્રામ્ય વિસ્તારમાં 30 હજારની વસતી માટે એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે, ત્યાંથી રિફર કરીને સામૂહિક આરોગ્ય કેન્દ્ર - કૉમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે મોકલવામાં આવતા હોય છે.
ભારતમાં પ્રતિ હજારની વસતીએ હૉસ્પિટલમાં જેટલા ખાટલા હોવા જોઈએ, એનાં કરતાં ઓછા ખાટલા ધરાવતાં રાજ્યોની યાદીમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે.
માર્ચ-2020માં બ્રુકિંગ્સ નામના ઑર્ગેનાઇઝેશને એક અહેવાલમાં વર્ષ 2019માં રાજ્યોની સરકારી હૉસ્પિટલોમાં કેટલા ખાટલા છે, એનો એક તુલનાત્મક અભ્યાસ રજૂ કર્યો હતો.
એના પર નજર કરીએ તો ગુજરાતમાં સરકારી હૉસ્પિટલોમાં દર એક હજારની વસતીએ 0.30 ખાટલા છે. જ્યારે કે રાજસ્થાનમાં 0.60, મહારાષ્ટ્ર-મધ્યપ્રદેશ-છત્તીસગઢ-ઓડિશામાં 0.40, તામિલનાડુમાં 1.1 છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 5
અહીં ગુજરાત કરતાં અન્ય રાજ્યોની સરકારી હૉસ્પિટલોમાં સરેરાશ હજારની વસતીએ વધુ ખાટલા છે. તામિલનાડુમાં કોરોનાને લીધે મરણાંક ઓછો છે, એનું કારણ એ પણ હોઈ શકે કે ત્યાં ગુજરાત કરતાં સરકારી હોસ્પિટલોમાં સરેરાશ વધુ ખાટલા છે.
આ રિપોર્ટ નેશનલ હેલ્થ પ્રૉફાઇલ - 2019ના રિપોર્ટ સામે પણ સવાલ ઉઠાવે છે.
જેમાં જણાવાયું છે કે સમગ્ર દેશમાં સરકારી હૉસ્પિટલોમાં સાત લાખ 13 હજાર 986 ખાટલા છે. એટલે કે દેશમાં દર હજારની વસતીએ સરેરાશ 0.55 ખાટલા થયા.
જોકે, ગુજરાતમાં સંખ્યા 0.30ની છે અને બિહારમાં 0.10, ઉત્તર પ્રદેશમાં 0.30, ઓડિશા -મધ્ય પ્રદેશ - છત્તિસગઢમાં 0.40 છે મતલબ કે 0.55 કરતાં ઓછા છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 5
માર્ચ 31, 2018 સુધીના જે આંકડા લોકસભામાં આપવામાં આવ્યા હતા તે સૂચવે છે કે ગુજરાતમાં ગ્રામીણ વિસ્તારમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડૉક્ટરોની 29 ટકા જેટલી જગ્યા ખાલી હતી.
જ્યારે ફિઝિશિયન, બાળકોના ડૉક્ટર (પીડિયાટ્રિશિયન), ગાયનેકૉલૉજિસ્ટ તથા સર્જન જેવા સ્પેશિયાલિસ્ટ્સની 90 ટકા જગ્યા ખાલી પડી હતી.
2018 સુધી જિલ્લા હૉસ્પિટલોમાં 518 જેટલી ભરતીઓને મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ તેમાંથી 200 જેટલી જગ્યા ખાલી પડી હતી.
પુછાયેલા પ્રશ્નોના જવાબમાં 19 જુલાઈ 2019ના રોજ રાજ્યના આરોગ્ય અને પરિવારકલ્યાણના કેન્દ્રીય પ્રધાન અશ્વિનીકુમાર ચૌબેએ આ વિગતો લોકસભામાં રજૂ કરી હતી.

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 6
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો