દિલ્હીમાં છ દિવસનું લૉકડાઉન : શું ખુલ્લું રહેશે, શું બંધ?

દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે કરી લૉકડાઉનની જાહેરાત

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે કરી લૉકડાઉનની જાહેરાત

દિલ્હીમાં આજે સોમવારે રાતથી આગામી સોમવારે સવારે છ વાગ્યા સુધી લૉકડાઉનની જાહેરાત મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા કરાઈ છે.

દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં સાડા 30 હજાર કેસ નોંધાયા છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી રોજ લગભગ 25 હજાર કેસ નોંધાઈ રહ્યા છે.

તેમણે કહ્યું કે "દિલ્હીની હૉસ્પિટલોમાં ઉપલબ્ધ બેડ્સની અછત સર્જાઈ રહી છે. દરરોજ 25-25 હજાર દર્દીઓ નવા ઉમેરાય, તો કોઈ પણ વ્યવસ્થા ધ્વસ્ત થઈ શકે."

"બેડ્સની તો અછત છે અને આઇસીયુ બેડ્સ લગભગ ખતમ થઈ ગયા છે. આજે સવારની સ્થિતિ પ્રમાણે દિલ્હીમાં માંડ 100 ICU બેડ્સ બચ્યા છે."

આ સાથે જ તેમણે કહ્યું કે "ઓક્સિજનની ભારે તંગી સર્જાઈ છે, એક પ્રાઇવેટ હૉસ્પિટલમાં મધરાત્રે ત્રણ વાગ્યે દુર્ઘટના ઘટતી રહી ગઈ, ત્યાં ઓક્સિજનનો બધો જ જથ્થો ખતમ થઈ જવા આવ્યો હતો. એમને મહામહનેતે ક્યાંકથી વ્યવસ્થા કરી અને દુર્ઘટના ટળી ગઈ."

line

શું ખુલ્લુ રહેશે અને શું રહેશે બંધ?

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે સમાચાર એજન્સી એએનઆઈના માધ્યમથી જણાવ્યું હતું કે આ દરમિયાન જીવનજરૂરી સેવાઓ ચાલુ રહેશે.

જેમાં મેડિકલ સેવાઓ, ખોરાક સંલગ્ન સેવાઓ સહિતની સેવાઓ ચાલુ રહેશે.

મુખ્ય મંત્રી કેજરીવાલે જણાવ્યું કે પૂર્વનિર્ધારિત લગ્નો 50 લોકોની મર્યાદામાં યોજી શકાશે, તેમની માટે કર્ફ્યુ પાસની વ્યવસ્થા અલગથી કરવામાં આવશે.

આ અંગે વધુ માહિતી ટૂંક સમયમાં મુખ્ય મંત્રીના કાર્યાલય દ્વારા આપવામાં આવશે.

line

અરવિંદ કેજરીવાલ સરકારનો શો છે પ્લાન?

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે લૉકડાઉનના છ દિવસ દરમિયાનના સરકારના પ્લાન અંગે પણ વાત કરી હતી.

તેમણે કહ્યું કે આગામી છ દિવસો દરમિયાન દિલ્હીમાં અમે વધુ બેડ્સ ઉપલબ્ધ કરાવવા પર કામ કરીશું.

આ માટે કેજરીવાલ સરકારે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારનો આભાર માન્યો હતો.

લૉકડાઉનના સમયગાળઆ દરમિયાન કેજરીવાલ સરકાર ઓક્સિજન, દવાઓ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓ ઉપલબ્ધ કરાવવા પર ભાર મૂકશે.

line

પ્રવાસી મજૂરોને અરવિંદ કેજરીવાલની અપીલ

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

દિલ્હીના મુખ્ય મંત્રી કેજરીવાલે પ્રવાસી મજૂરોને પણ સંદેશ આપ્યો છે.

કેજરીવાલે કહ્યું કે અમે આ નિર્ણય એવા વખતે લીધો છે, જ્યારે અમારી પાસે કોઈ ઉપાય બચ્યો નથી.

તેમણે કહ્યું કે "આ નિર્ણય લેવાનું કામ સરળ નથી, હું સમજી શકું છું કે લૉકડાઉન દરમિયાન કઈ રીતે લોકોનાં ધંધા-રોજગાર ખતમ થઈ જાય છે."

"ગરીબો અને રોજમાદારો માટે સૌથી ખરાબ સ્થિતિ સર્જાતી હોય છે."

તેમણે પ્રવાસી મજૂરો વિશે વાત કરતાં કહ્યું કે "ગઈ વખતે જ્યારે દેશવ્યાપી લૉકડાઉન લાદવામાં આવ્યું હતું, ત્યારે મોટી સંખ્યામાં પ્રવાસી મજૂરો પોતાનાં વતન તરફ જવા લાગ્યા હતા."

"હું પ્રવાસી મજૂરોને હાથ જોડીને અપીલ કરવા માગું છું કે આ નાનકડું લૉકડાઉન છે, દિલ્હી છોડીને ન જશો. છ દિવસનો સમય તમારા આવવા-જવામાં વપરાઈ જશે."

"તમે દિલ્હીમાં જ રહો, આપણે સાથે મળીને આ સ્થિતિ સામે લડીશું. સરકાર તમારો પૂરો ખ્યાલ રાખશે."

કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો