You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ફ્રાન્સ : ઍવૉર્ડ આપવા આવેલાં અભિનેત્રીએ સ્ટેજ પર કપડાં ઉતારી દીધા
ફ્રાન્સનાં એક અભિનેત્રીએ સરકાર સમક્ષ પોતાની વાત રજૂ કરવા માટે એક સાર્વજનિક પુરસ્કાર સમારોહમાં પોતાના કપડાં ઉતારી દીધા અને એવો સંદેશો આપ્યો કે ‘કોરોના વાઇરસની મહામારીના આ સમયમાં કલા અને સંસ્કૃતિને બચાવવા માટે સરકારે કેટલાંક પગલાં ભરવા જોઈએ.’
57 વર્ષના કોરેન માસિરોએ સીઝર ઍવૉર્ડ સમારોહના મંચ પર આવું કર્યું. સીઝર ઍવૉર્ડ્સને ફ્રાન્સમાં ઑસ્કરને બરાબર સમજવામાં આવે છે.
માસિરો સ્ટેજ પર ગધેડાનું કૉસ્ટ્યુમ પહેરીને પહોંચ્યાં હતાં, જેની નીચે તેમણે લોહીથી લથબથ એક ડ્રેસ પહેર્યો હતો. પછી તેમણે આ બંનેને ઉતારી દીધાં.
ફ્રાન્સમાં સિનેમાઘર ત્રણ મહિનાથી વધારે સમયથી બંધ થઈ ચૂક્યા છે અને મોટા ભાગના કલાકાર સરકારના આ નિર્ણયથી નાખુશ છે.
સીઝર ઍવૉર્ડ સમારોહના આયોજકોએ માસિરોને ‘બેસ્ટ કૉસ્ટ્યુમ (ફિલ્મોમાં સૌથી સારો પોશાક)નો ઍવૉર્ડ આપવા માટે બોલાવ્યા હતા.’
પરંતુ તેમણે પોતાના કપડાં ઉતારીને સભાગૃહમાં બેઠેલા તમામ લોકોને પરેશાન કરી દીધા.
તેમના શરીર પર કંઈક સંદેશો લખેલો હતો. ધડના ભાગમાં લખ્યું હતું, “કલ્ચર(સંસ્કૃતિ) નથી, તો ફ્યૂચર(ભવિષ્ય) નથી.”
એક અન્ય સંદેશ જે તેમણે ફ્રાન્સના વડા પ્રધાન જિએન કાસ્ટેક્સ માટે પોતાની પીઠ પર લખ્યો હતો તે હતો, “અમને અમારી કલા પરત કરી દો, જિએન”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ સમારોહમાં, માસિરોના નિ:વસ્ત્ર થયા પછી કેટલાંક અન્ય કલાકારોએ પણ સરકારની આવી અપીલ કરી હતી.
સીઝર ઍવૉર્ડ્સમાં આ વખતે બેસ્ટ સ્ક્રીનપ્લે પુરસ્કાર જીતનારા સ્ટેફની ડેમૉસ્ટિયરે કહ્યું, “મારા બાળકો ઝારાના સ્ટોરમા શોપિંગ કરવા જઈ શકે છે, પરંતુ તે ફિલ્મ જોવા જોઈ શકતા નથી આ મારી સમજની બહાર છે.”
ગત વર્ષે ડિસેમ્બરમાં સેંકડો કલાકારો, ફિલ્મ ડિરેક્ટરો, સંગીતકાર, ફિલ્મ ટીકાકાર અને કલા-જગતના બીજા અન્ય લોકોથી પેરિસમાં સરકારની સામે પ્રદર્શન કર્યું હતું. તેમની માગ હતી કે જે પ્રકારે અન્ય જગ્યાઓથી પ્રતિબંધ હઠાવવામાં આવ્યો છે, કલાના કેન્દ્રમાંથી પણ પ્રતિબંધ હઠાવવામાં આવે અને તેમને ખોલવામાં આવે.
આ વર્ષ, સીઝર ઍવૉર્ડ સમારોહમાં એલ્બર્ટ ડિપોટેલની ફિલ્મ ‘ગુડબાય મૉરૉન્સ’ને બેસ્ટ ફિલ્મનો ઍવૉર્ડ આપવામાં આવ્યો છે, જ્યારે ડેનમાર્કમાં બનેલી ફિલ્મ ‘અનધર રાઉન્ડ’ને બેસ્ટ વિદેશી ફિલ્મનો ઍવૉર્ડ મળ્યો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો