ભારત સરહદે ચીને મિસાઇલ, તોપ અને હથિયારો ખડકી દીધાં

ઇમેજ સ્રોત, SOPA IMAGES
પૂર્વીય લદ્દાખના વિસ્તારમાં ડિસઇંગેજમેન્ટને લઈને ભારત અને ચીન વચ્ચે નવ તબક્કાની સૈન્ય વાતચીત થઈ છે, પરતું આ દરમિયાન ચીનની સેના 3,488 કિલોમિટર લાંબી વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર તણાવ ઓછું કરવાનો કોઈ સંકેત નથી આપી રહ્યું.
હિંદુસ્તાન ટાઇમ્સ પ્રમાણે ચીનની સેનાએ તિબેટમાં આર્ટિલરી ગન, સ્વ-ચાલિત હોવિત્ઝર અને સરેફસ-ટૂ-મિસાઇલોની તહેનાતી વધારી દીધી છે.
ઇન્ડિયન નૅશનલ સિક્યૉરિટી પ્લાનર્સ અનુસાર, PLA ત્રણેય સેક્ટરોમાં નવી તહેનાતી કરી રહી છે અને સૈનિકો અને ભારે સૈન્ય ઉપકરણોને એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલી રહી છે. સાથે જ પૈંગોંગ ત્સોનાં ફિંગર ક્ષેત્રોમાં નવું નિર્માણ કરી રહી છે.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયા પ્રમાણે, સીમા પર તણાવ વચ્ચે ભારત LAC પર નિગરાની વધારવા જઈ રહ્યું છે.
અખબાર પ્રમાણે, ભારત ચીન સાથે જોડાતી ઉત્તરી સીમાઓ પર પોતાની સર્વેલન્સ ક્ષમતાઓ વધારવા જઈ રહ્યું છે. તેમજ ભારે સંખ્યામાં ડ્રોન, સેન્સર, સૈનિક સર્વેક્ષણ અને ઇલેક્ટ્રૉનિક યુદ્ધ ઉપકરણ તહેનાત કરશે જેથી PLAની પ્રવૃત્તિઓ પર નજર રાખી શકાય અને ઘૂસણખોરી અંગે જાણવા માટેની કાર્યવાહી મજબૂત બનાવાય.

મુંદ્રામાં કસ્ટોડિયલ મારઝૂડના કેસમાં બીજી વ્યક્તિનું મૃત્યુ
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
ગત મહિને મુંદ્રા પોલીસ દ્વારા ઘરફોડના ગુનાની આશંકામાં ત્રણ વ્યક્તિઓને ઉઠાવી લઈ જઈ કસ્ટડીમાં રાખી માર મારવાના કેસમાં બીજા શકમંદ હરજોગ ગઢવીનું પણ અમદાવાદ સિવિલ હૉસ્પિટલ ખાતે સારવાર દરમિયાન કરુણ મૃત્યુ નીપજ્યું હતું.
ઇન્ડિયન એક્સપ્રેસ સાથે ઘટના અંગે વાત કરતાં ભુજ ડિવિઝનના DSP જે. એન. પંચાલે કહ્યું કે, “હરજોગનું અમદાવાદ સિવિલ હૉસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. તેમને મુંદ્રા પોલીસના આરોપી પોલીસકર્મીઓ દ્વારા માર મારવામાં આવતાં સારવાર માટે સિટી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હજુ મૃતદેહનો પોસ્ટમૉર્ટમ રિપોર્ટ કરાવવાનો બાકી છે. જેની મદદથી અમને મૃત્યુનું કારણ જાણી શકાશે.”
અહેવાલ પ્રમાણે મુંદ્રા પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ જાન્યુઆરી મહિનામાં સમઘોઘા ગામના હરજોગ ગઢવી અને શામલા ગઢવીને ઉઠાવી લઈ ગયા હતા. આ કેસમાં અગાઉથી અરજણ નામના એક શકમંદની ધરપકડ કરવામાં આવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પોલીસની કાર્યવાહી બાદ અરજણનું 19 જાન્યુઆરીના રોજ મુંદ્રાના કૉમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.
સ્થાનિક ગઢવી સમાજ દ્વારા મૃતક અરજણ ગઢવીનો મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરાયો હતો અને પોલીસકર્મીઓના મારના કારણે તેમનો જીવ ગયો હોવાનો આક્ષેપ કરાયો હતો. જેને પગલે મુંદ્રા પોલીસ સ્ટેશનમાં કાર્યરત ત્રણ હેડ કૉન્સ્ટેબલો પર મૃત્યુ નીપજાવવાનો, સ્વેચ્છાએ ઈજા પહોંચાડવાનો અને ગેરકાયદેસર રીતે ગોંધી રાખવાનો ગુનો નોંધવામાં આવ્યો હતો.
અરજણના મૃત્યુ બાદ હરજોગ અને શામલાને ભુજ ટાઉનની જી. કે. જનરલ હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાંથી તેમને વધુ સારવારાર્થે અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં રેફર કરાયા હતા. જ્યાં સારવાર હેઠળ પીડિત હરજોગ ગઢવીનું દુ:ખદ મૃત્યુ થયું હતું.
આ કેસના તમામ આરોપી હેડ કૉન્સ્ટેબલ હાલ પોલીસની પકડથી બહાર છે. જ્યારે આ કેસમાં મુંદ્રા પોલીસ સ્ટેશનના સર્વિંગ ઇન્સ્પેક્ટર જે. એ. પઢિયાર અને અન્ય એક હેડ કૉન્સ્ટેબલ વિરલ જોશીની ધરપકડ કરાઈ હતી. હાલ તેઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.

ગણતંત્ર દિવસના રોજ ટ્રૅક્ટર પરેડમાં હિંસાના મુખ્ય આરોપી પોલીસની પકડમાં

ઇમેજ સ્રોત, SAJJAD HUSSAIN/AFP VIA GETTY IMAGES
ન્યૂઝ18ના એક અહેવાલ અનુસાર દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચે રવિવારે રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં ગણતંત્ર દિવસે ખેડૂત સંગઠનો દ્વારા આયોજિત ટ્રૅક્ટર પરેડમાં હિંસાના આરોપી સુખદેવ સિંઘની ચંદીગઢથી ધરપકડ કરી છે.
નોંધનીય છે કે પોલીસે સુખદેવ સિંહને પકડવામાં મદદ કરનારને 50,000 રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરી હતી. પોલીસ અનુસાર સુખદેવ સિંહે ગણતંત્ર દિવસે લાલ કિલ્લા ખાતે ભીડની આગેવાની લીધી હતી.
દિલ્હી પોલીસ દ્વારા ગણતંત્ર દિવસના રોજ થયેલી હિંસાના અન્ય આરોપી દીપ સિદ્ધુ, જુગરાજ સિંઘ, ગુરજોત સિંઘ અને ગુરજંત સિંઘની માહિતી આપવા પર એક-એક લાખ રૂપિયાનું રોકડ ઇનામ જાહેર કર્યું છે. જ્યારે ઘટનાના અન્ય આરોપીઓ જજબીર સિંઘ, બુટા સિંઘ અને ઇકબાલ સિંઘની માહિતી આપવા પર 50-50 હજાર રૂપિયાનું ઇનામ જાહેર કર્યું છે.
સુખદેવ સિંહની ધરપકડ સાથે આ મામલે હવે કુલ 127 લોકોની ધરપકડ થઈ ચૂકી છે. આ અગાઉ દિલ્હીના હરપ્રીત સિંઘ, હરજીત સિંઘ અને ધર્મેન્દ્ર સિંઘની આ મામલે સંડોવણીના આરોપસર ધરપકડ કરાઈ હતી.
અહેવાલ અનુસાર હાલ પોલીસ સીસીટીવી ફૂટેજ અને મોબાઇલ રેકૉર્ડિંગ ગ્રેબની મદદથી આરોપીઓની ઓળખ અને શોધવાની કામગીરી કરી રહી છે.
નોંધનીય છે કે ગણતંત્ર દિવસે ખેડૂત સંગઠનો દ્વારા આયોજિત ટ્રૅક્ટર પરેડમાં હિંસક બનાવો બન્યા હતા. જેમાં એક પ્રદર્શનકારીનું મોત થયું હતું અને સંખ્યાબંધ પોલીસકર્મીઓ અને પ્રદર્શનકારીઓ ઘાયલ થયાના સમાચાર મળ્યા હતા.

બાઇડને કહ્યું – અમેરિકા ઈરાન પરથી પ્રતિબંધો નહીં હઠાવે

ઇમેજ સ્રોત, REUTERS
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું છે કે અમેરિકા ઈરાન પર મુકાયેલા પ્રતિબંધો નહીં હઠાવે.
અમેરિકાનું કહેવું છે કે ઈરાન પરમાણુ સમજૂતીને ફરીથી લાગુ કરવા માટે ઈરાન પર વાતચીતનું દબાણ બનાવી રાખવા માટે આવું કરાઈ રહ્યું છે.
CBS ન્યૂઝ માટે શુક્રવારના રોજ રેકૉર્ડ કરાયેલ ઇન્ટરવ્યૂમાં પુછાયું હતું કે શું અમેરિકા ઈરાનને વાતચીત માટે તૈયાર કરવા માટે પ્રતિબંધ હઠાવી લેશે?
આ પ્રશ્નના જવાબમાં રાષ્ટ્રપતિએ કહ્યું, ‘ના’.
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું ઈરાને યુરેનિયમ સંવર્ધન રોકવું પડશે તો તેના જવાબમાં તેમણે ગરદન હલાવી.
જોકે એ સ્પષ્ટ નથી થઈ શક્યું કે તેઓ શું કહેવા માગે છે. વર્ષ 2015માં થયેલી પરમાણુ સમજૂતી હેઠળ ઈરાનને સીમિત માત્રામાં યુરેનિયમ સંવર્ધનની પરવાનગી છે.
ભૂતપૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વર્ષ 2018માં અમેરિકાને ઈરાન સાથે થયેલી પરમાણુ સમજૂતીમાંથી બહાર કાઢી લીધું હતું.
બાઇડનનું કહેવું છે કે તેઓ ઈરાન સમજૂતીને ફરીથી લાગુ કરશે.
બીજી તરફ ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ ખામેનેઈએ રવિવારે કહ્યું છે કે ઈરાન અમેરિક સાથે પરમાણુ સમજૂતી પર ત્યારે પાછું ફરશે જ્યારે તેના પરથી પ્રતિબંધ હઠાવી લેવાશે.
ઈરાન અને વિશ્વના તાકતવર દેશો વચ્ચે વર્ષ 2015માં પરમાણુ સમજૂતી થઈ હતી જે હેઠળ ઈરાનના યુરેનિયમ સંવર્ધન પર કડક પાબંદીઓ લગાવી દેવાઈ હતી. આ પાબંદીઓએ ઈરાન માટે પરમાણુ હથિયાર વિકસિત કરવાનું કામ મુશ્કેલ બનાવી દીધું હતું.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












