સુશાંતસિંહ મૃત્યુકેસ : એ રિયા ચક્રવર્તીની કહાણી જેમનાં પર લાગ્યો આરોપ

સુશાંતસિંહ રાજપૂતના હત્યાના મામલે સતત ચર્ચામાં રહેલાં અભિનેત્રી રિયા ચક્રવર્તીની ધરપકડ કરવામાં આવી છે.

એનસીબીના ડેપ્યુટી ડિરેક્ટર કેપીએસ મલ્હોત્રાને ટાંકતાં સમાચાર એજન્સી એએનઆઈ લખે છે કે "મુંબઈમાં રિયા ચક્રવર્તીની વિધિવત ધરપકડ કરાઈ છે."

એનસીબી તેમની સાથે ત્રણ દિવસ સુધી સતત પૂછપરછ કરી હતી.

આની પહેલા તેમની સાથે અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુના મામલામાં સીબીઆઈ અને પ્રવર્તન નિદેશાલયે પણ પૂછપરછ કરી હતી.

સુશાંતસિંહ રાજપૂતના મોતના મામલામાં તેમના પરિવારે તેમનાં ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી સામે પટણાના પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી હતી.

રિયા વિરુદ્ધ આ ફરિયાદ સુશાંતસિંહ રાજપૂતના પિતા કે.કે. સિંહે નોંધાવી હતી. પછી આ તપાસ સીબીઆઈને આપી દેવામાં આવી હતી.

14 જૂને સુશાંતસિંહનો મૃતદેદ મુંબઈમાં તેમના ઘરમાં મળી આવ્યો હતો ત્યારથી રિયા ચક્રવર્તી ચર્ચામાં રહ્યાં છે.

સૌથી પહેલા મુંબઈ પોલીસ સુશાંતસિંહના મોતના મામલામાં તપાસ કરી રહી હતી, તેમાં પણ રિયા ચક્રવર્તીને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યાં હતાં.

કોણ છે રિયા ચક્રવર્તી?

રિયા ચક્રવર્તી પોતે પણ બોલીવૂડ અભિનેત્રી છે. જોકે તેમની ફિલ્મી કારકિર્દીમાં ગણીગાંઠી ફિલ્મો જ છે.

આઈએમબીડી વેબસાઇટ મુજબ રિયા ચક્રવર્તી બોલીવૂડમાં અભિનય શરૂ કરતાં પહેલાં મ્યુઝિક ચૅનલ એમટીવી ઇન્ડિયામાં વીડિયો જૉકી હતાં અને તેલુગુ ફિલ્મોમાં પણ અભિનય કરી ચૂક્યાં છે.

રિયા ચક્રવર્તીના કૅરિયરની શરૂઆત એમટીવી ઇન્ડિયાના રિયાલિટી શો ટીન દીવામાંથી થઈ હતી અને તેઓ બીજા સ્થાને રહ્યાં હતાં.

તેઓ એમટીવીમાં વીડિયો જૉકી માટે ઑડિશન આપીને સફળ થયાં હતાં અને તેમણે એમટીવીના અનેક શોને હોસ્ટ પણ કર્યા હતા.

ત્યારબાદ રિયાએ ફિલ્મજગતમાં પગ મૂક્યો હતો અને તેમની ફિલ્મી કૅરિયરની શરૂઆત તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી થઈ હતી.

તેમની પ્રથમ તેલુગુ ફિલ્મ તુનીગા-તુનીગા હતી, જે 2012માં રિલીઝ થઈ હતી.

ત્યારપછી તેમણે હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો. તેમની 'મેરે ડૅડ કી મારુતિ' રિલીઝ થઈ હતી.

વર્ષ 2014માં તેમની એક અન્ય હિંદી ફિલ્મ આવી હતી, જેનું નામ હતું, 'સોનાલી કેબલ'. રોહન સિપ્પીની આ ફિલ્મમાં તેમની સાથે અભિનેતા અલી ફઝલ પણ હતા.

એ સિવાય તેમણે 2017માં અભિનેતા વિવેક ઑબેરૉય અને રિતેશ દેશમુખ સાથે ફિલ્મ 'બૅન્કચોર'માં કામ કર્યું હતું.

તેમણે હાલમાં ટ્વિટર પર માહિતી આપી હતી કે તેમણે ઝી પ્રીમિયર માટે 'બૂમબૂમ' નામની શૉર્ટ ફિલ્મમાં કામ કર્યું હતું.

એ સિવાય અમિતાભ બચ્ચન અને ઇમરાન હાશમી સાથે 'ચેહરે' નામની એક ફિલ્મ 2020ના જુલાઈ મહિનામાં રિલીઝ થવા બાબતે તેમણે ટ્વિટર પર માહિતી આપી હતી.

અત્યાર સુધી તેમની છેલ્લી હિન્દી ફિલ્મ છે 'જલેબી', જેના નિર્માતા મહેશ ભટ્ટ અને મુકેશ ભટ્ટ હતા. આ ફિલ્મ 2018માં રિલીઝ થઈ હતી.

ફિલ્મ નિર્દેશક અને નિર્માતા મહેશ ભટ્ટ સાથે તેમની તસવીરોને લઈને વિવાદ સર્જાયો હતો.

મહેશ ભટ્ટ સાથે તેમની તસવીરોને લઈને તેમને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવ્યાં હતાં ત્યારે તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું, "તુ કૌન હૈ, તેરા નામ હૈ ક્યા? સીતા ભી યહાં બદનામ હુઈ! જો ટ્રોલ્સ પોતાના મગજમાં રહેલી ગંદકી તમારા ઉપર ફેંકે, જે તેમના ભ્રષ્ટ આત્માઓમાંથી નીકળે છે, તો અંધકાર સમયમાંથી નીકળી જવાના આપણા દાવા ખોટા સાબિત થાય છે."

તેમણે આ ટ્વીટમાં મહેશ ભટ્ટ સાથે પોતાની એક તસવીર પણ પોસ્ટ કરી હતી.

સુશાંતસિંહના મોતના પછીથી સતત રિયા ચક્રવર્તી, મહેશ ભટ્ટ અને બોલીવૂડના કેટલાક નિર્દેશકો, નિર્માતાઓ પ્રશ્નોના ઘેરામાં રહ્યાં છે.

રિયા ચક્રવર્તીએ સુશાંતસિંહના મોતના એક મહિના પૂર્ણ થવાના અવસર પર ઇન્સ્ટાગ્રામ પર ભાવુક પોસ્ટ લખી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો