ખાનગી શાળાના શિક્ષકની આપવીતી : 'ઘર ચલાવવા માટે સોનાની ચેઇન વેચવી પડી'

ઇમેજ સ્રોત, GETTY IMAGES
- લેેખક, સુરેશ ગવાણિયા
- પદ, બીબીસી ગુજરાતી
કોરોના વાઇરસને કારણે હાલમાં ગુજરાતમાં તમામ શાળાઓ બંધ છે. શાળાઓ ક્યારે ખૂલશે એ અંગે હાલ કશું કહી શકાય તેમ નથી.
શાળાઓમાં શિક્ષકો જાય છે, પણ વિદ્યાર્થીઓ આવતા નથી. લૉકડાઉન થયું ત્યારથી લઈને અત્યાર સુધી આ જ સ્થિતિ પ્રવર્તી રહી છે.
એવામાં ગુજરાત સરકારે ગુજરાત હાઈકોર્ટના મૌખિક આદેશનો સંદર્ભ ટાંકી ગુજરાતની સ્વનિર્ભર શાળાઓને નિયમિત કાર્યરત ન થાય ત્યાં સુધી વિદ્યાર્થીઓની ફી નહીં લેવાનો આદેશ કર્યો છે.
જોકે આ સ્થિતિમાં સરકારી શાળા કરતાં પ્રાઇવેટ શાળાઓ અને તેમના શિક્ષકોની હાલત કફોડી થઈ હોવાનું જણાઈ રહ્યું છે.
સરકારના આ પરિપત્ર બાદ ખાનગી શાળાના સંચાલકોએ હવે ઑનલાઇન શિક્ષણ બંધ કરવાનું અને પરીક્ષા નહીં લેવાનું નક્કી કર્યું છે.
આવી સ્થિતિમાં વિદ્યાર્થીઓ અને વાલીઓની હાલત કફોડી થઈ ગઈ છે. તો શિક્ષકોને પણ આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોવાનું ધ્યાને આવ્યું છે.
બીબીસી ગુજરાતીએ એવા કેટલાક શિક્ષકો સાથે વાત કરી, જેઓ પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવે છે.
સાબરકાંઠા જિલ્લામાં એક પ્રાઇવેટ સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા પિનાકીનભાઈ (નામ બદલેલ છે) બીબીસી સાથેની વાતચીતમાં તેમની આર્થિક મુશ્કેલી અને સંકડામણની વાત કરે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ કહે છે કે તેમને માર્ચથી લૉકડાઉન શરૂ થયું ત્યારથી અત્યાર સુધીમાં પગાર મળ્યો નથી.
તેમણે કહ્યું કે 'શાળાસંચાલકોને વાત કરી તો તેમણે પણ કહ્યું કે ઉપરથી ફી આવશે તો પગાર આપીશું અને અમે પણ તેમની મુશ્કેલીને સમજી શકીએ છીએ, કેમ કે અત્યાર સુધી અમને સંચાલકોએ સાચવ્યા છે, હાલની પરિસ્થિતિ પણ એવી છે કે સંચાલકો પણ મજબૂર છે.'
ખાનગી શાળાસંચાલક મહામંડળના પ્રમુખ ભરત ગાજીપરા કહે છે, "ઘણી નાની શાળાઓ છે, જેની માસિક આવક ઓછી હોઈ એવી શાળાઓએ કદાચ શિક્ષકોને છૂટા કર્યા હોય એવું બની શકે, કેમ કે તેની પાસે કોઈ વિકલ્પ ન હોય. મોટી સ્કૂલોએ કોઈ શિક્ષકોને છૂટા નથી કર્યા અને આજની તારીખે પણ એમને પગાર મળે જ છે."

'ઘરખર્ચ માટે સોનાની ચેઇન વેચી'

ઇમેજ સ્રોત, GETTY IMAGES
શિક્ષક પિનાકીનભાઈના ઘરમાં તેમનાં માતા, પત્ની અને બે બાળકી છે. થોડા દિવસ પહેલાં જ પિનાકીનભાઈની પત્નીએ એક બાળકીને જન્મ આપ્યો છે.
તેઓ કહે છે કે "મારે પપ્પા નથી, મારે કોઈ જમીન નથી. માત્ર સ્કૂલનો પગાર જ મારો સહારો હતો. હાલમાં તમામ ધંધાઓ ખૂલ્યા પણ ખાનગી શાળાના શિક્ષકોને આધાર માત્ર સ્કૂલો જ હતી. પગાર ન મળતો હોવાથી શું કરવું એ સમજાતું નથી."
"અમે ભીખ પણ માગી શકતા નથી અને કોઈની પાસે ઉધાર પણ માગી શકતા નથી. ઉધાર લઈએ તો એમને આપવા કઈ રીતે? કેમ કે ક્યારે પગાર થશે એ નક્કી નથી."
ઘરની પરિસ્થિતિ અને પરિવારની સારસંભાળ અંગે પૂછતાં તેઓ કહે છે, "આ કોરોનાની સ્થિતિમાં મને રાતે ઊંઘ નથી આવતી. મને કંઈ થઈ જશે તો મારા પરિવારનું શું થશે એ ચિંતા સતાવે છે."
"પગાર ન થયો હોવાથી મારા ઘરનું ગુજરાન ચલાવવું જ મુશ્કેલ થઈ ગયું છે. ઘર ચલાવવા માટે મારે સોનાની ચેઇન પણ વેચવી પડી છે."

'ન ઘરના, ન ઘાટના'
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
પિનાકીનભાઈની આપવીતીમાં તેમની યાતના અને પરિસ્થિતિ અનુભવી શકાય છે.
તેઓ કહે છે, "મારી પત્ની પ્રેગનન્ટ હોવાથી દવાના ખર્ચ માટે અમે સંચાલકોને થોડી માગણી કરી હતી, આથી તેઓએ મને દસ હજાર રૂપિયા આપ્યા હતા. તેનાથી થોડો સમય ચાલી ગયું."
"સદનસીબે મારી પત્નીને નૉર્મલ ડિલિવરી થઈ હોવાથી એ મોટા ખર્ચમાંથી મને મુક્તિ મળી છે પણ હવે બાળક અને તેની મમ્મીના દવા ખર્ચ માટે પણ મને પૈસાની જરૂર છે. એ પણ મુશ્કેલ થઈ પડ્યું છે."
તેઓ વધુમાં કહે છે, "સરકારે નિર્ણય કર્યો છે કે સ્કૂલોએ ફી માગવી નહીં, તો સ્કૂલોમાં ફી નહીં આવે તો મારા જેવા પરિવારોનું શું?"
"અમારું જીવન ભટકતું થઈ ગયું છે, ન ઘરના ન ઘાટના. અમને કોણ નોકરીએ રાખે. અમે અત્યારે મુશ્કેલી ઘડીમાં સમય પસાર કરી રહ્યા છીએ."

શિક્ષકનું માનીએ તો તેમના કહેવા પ્રમાણે તેમના જેવા અનેક શિક્ષિકો છે જેઓ આવી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.
તો પૈસા માટે તમે શું કરો છો એ સવાલ પૂછતાં તેઓ યોગ્ય જવાબ આપી શકતા નથી. બાદમાં કહે છે, "અમે છેલ્લે ફેરી મારવા જવાની પણ તૈયાર રાખી છે, પણ વેચવા માટે જે માલ લાવવો પડે એના પૈસા ક્યાંથી લાવવા. કોઈ ગલીમાં ધંધો કરવા જઈએ તો બાળકો કહે કે 'મારા સાહેબ આવ્યા', તો અમારી હાલત શું થાય."
પિનાકીનભાઈના પિતાનું અવસાન થઈ ગયું છે અને તેમના બે ભાઈઓ મજૂરી કરે છે.
તેઓ કહે છે, "મને પસ્તાવો થાય છે કે મેં ભણીગણીને શું કર્યું, જે અભણ લોકો છે એ પણ કામે જઈ શકતા હોય તો મારું ભણતર શું કામનું. મારે કઈં પણ આવક નથી."

'કેટલીક સ્કૂલો પાસે કોઈ વિકલ્પ નથી'
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તો અમદાવાદમાં રહેતા અને એક પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવતા શિક્ષકની પણ કંઈક આવી જ હાલત છે.
તેમના પરિવારમાં તેમની પત્ની અને એક બાળક છે. બાળક પહેલા ધોરણમાં ભણે છે.
તેઓ બીબીસી સાથેની વાતચીતમાં કહે છે કે "બે મહિનો પગાર અડધો મળ્યો છે અને જૂન-જુલાઈનો પગાર મળ્યો નથી. હાલમાં સ્કૂલમાં અડધા સ્ટાફને બોલાવે છે એટલે જે દિવસે સ્કૂલે જવાનું ન હોય એ દિવસે હું સોફા બનાવાનું કામ કરવા જાઉં છું."
"મારા ઘરનું ભાડું ત્રણ હજાર રૂપિયા છે. બારેક હજાર રૂપિયા સ્કૂલનો પગાર છે, એમાંથી અડધો પગાર મળે તો ઘર કંઈ રીતે ચાલી શકે?
ભાવનગર જિલ્લામાં એક પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવતા શિક્ષક કહે છે કે માર્ચ મહિનાથી અત્યાર સુધી પગાર મળ્યો નથી.
જોકે તેઓ કહે છે કે "મારે વાડી હોવાથી હું વાડીએ કામે જાઉં છું. આર્થિક સ્થિતિ એટલી બધી ખરાબ ન હોવાથી ચાલી જાય છે."
ખાનગી શાળાસંચાલક મહામંડળના પ્રમુખ ભરત ગાજીપરાના કહેવા પ્રમાણે, ગુજરાતમાં ધોરણ એકથી બાર સુધીમાં અંદાજે 15થી 16 હજાર પ્રાઇવેટ શાળાઓ છે, જેમાં અંદાજે આઠ લાખ શિક્ષકો ભણાવે છે, તેમજ બેથી અઢી લાખનો વહીવટી સ્ટાફ છે.
ગાજીપરા લૉકડાઉન અને કોરોનાસંકટની વાત કરતાં કહે છે, "બે મહિનાનો પૂરો પગાર આપેલો છે. માર્ચ અને એપ્રિલનો. પછી ત્રીજા મહિને 70 ટકા પગાર આપ્યો છે. ચોથા મહિને 50 ટકા."
તેઓ કહે છે કે વાલીઓ તરફથી ફી આવતી ન હોવાથી પગાર ઓછો આપ્યો છે અને એવું કહેવાયું છે કે જ્યારે ફી આવશે ત્યારે પગાર આપી દેવામાં આવશે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












