સુશાંતસિંહ રાજપૂત શું બૉલીવૂડની દુશ્મનીને કારણે ડિપ્રેશનમાં હતા?

ઇમેજ સ્રોત, SUSHANT SINGH RAJPUT/FACEBOOK
અભિનેતા સુશાંતસિંહ રાજપૂત શું ફિલ્મ જગતમાં કામને લઇને ચાલતી ખેંચતાણ અને સગાવાદનો ભોગ બની ગયા? આ સવાલ હવે આ લોકપ્રિય યુવા અભિનેતાનાં અચાનક અવસાન પછી સામે આવી રહ્યો છે.
(આત્મહત્યા એ એક ગંભીર સામાજિક-મનોવૈજ્ઞાનિક સમસ્યા છે અને તેને ટાળી શકાય છે. આને માટે મનોચિકિત્સકની મદદ લેવી જોઈએ.)
સુશાંતસિંહના કેસમાં મુંબઈ પોલીસ પણ આ સવાલ મામલે તપાસમાં લાગી છે.
મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે સોમવારે રાત્રે ટ્વિટર પર એક વીડિયો સંદેશમાં આ જાણકારી આપી. તેમણે કહ્યું કે કેટલાક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે સુશાંતસિંહે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ચાલતી પેશાગત દુશ્મનીને કારણે આત્મહત્યા કરી. પોલીસ આ ઍગલની પણ તપાસ કરશે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1

X કન્ટેન્ટ પૂર્ણ, 2
અભિનેત્રી કંગના રનૌત સહિત ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલાં અન્ય કેટલાક કલાકારોની સોશિયલ મીડિયા સહિતના સમાચાર માધ્યમોમાં સુશાંતસિંહના મૃત્યુ પછી આ પ્રકારની પ્રતિક્રિયાઓ આવી રહી છે.
કંગના સહિત કેટલાક કલાકારો આરોપ લગાવી રહ્યાં છે કે સુશાંત ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ચાલતા 'નૅપોટિઝમ' એટલે કે ભાઈ-ભત્રીજાવાદનો શિકાર બની ગયા અને કોઈએ એમની દરકાર ન કરી.
સુશાંતસિંહના મૃત્યુ પછી સમાચાર બાદ કંગના રનૌતે તેમનાં ટ્વિટર હૅન્ડલ પર લખ્યું કે, સુશાંતસિંહ રાજપૂતના આ દુ:ખદ પગલાં સાથે ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો કાવતરાખોર ચહેરો ખુલ્લો પડી ગયો છે.
ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સગાવાદ સહિતના મુદ્દે અભિનેત્રી કંગનાએ લખ્યું કે, કઈ રીતે તેમનાં આવા કૃત્યોએ સુશાંતસિંહને આ હદે પગલું લેવા મજબૂર કર્યા. શા માટે પ્રતિભાશાળી કલાકારને તેનો હક આપવો જરૂરી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જાણીતા ફિલ્મ નિર્દેશક શેખર કપૂરે સુશાંતસિંહ રાજપૂતનાં અવસાન બાદ કરેલું ટ્વીટ પણ ચર્ચામાં આવ્યું.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 3
શેખર કપૂરે લખ્યું કે, હું જાણતો હતો કે તું શેમાંથી પસાર થઈ રહ્યો છે. મને એ લોકોની વાત ખબર છે જેમણે તને આ સ્થિતિમાં મૂક્યો. જેને કારણે તું મારા ખભે માથું મૂકીને આંસું સારતો હતો એ લોકોનાં કરમ આને માટે જવાબદાર છે.
હિન્દુસ્તાન ટાઇમ્સ સહિતના કેટલાક મીડિયા રિપોર્ટસ અનુસાર સુશાંતસિંહ રાજપૂત શેખર કપૂરના નિર્દેશનમાં તેમના મહત્વાકાંક્ષી ફિલ્મ પ્રોજેક્ટ 'પાની'માં કામ કરવાના હતા. પરંતુ એ પ્રોજે્કટ આગળ વઘી શક્યો નહોતો.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 4
શેખર કપૂરે આ વિશે એક ટ્વીટ પણ ડિસેમ્બર 20 2016ના દિવસે કર્યું હતું. જેમાં તેમણે લખ્યું હતું કે 'પાની' બનાવી ન શકાતા હું પણ તારા જેટલો જ ભાંગી પડ્યો છું પણ હુ આજ સુધી એવા કોઈ અભિનેતાને મળ્યો નથી જેણે તેની ભૂમિકા માટે આટલી મહેનત કરી હોય.

ખોખલી ઇન્ડસ્ટ્રી?
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 5
હૅર સ્ટાઇલિસ્ટ સપના ભવનાનીએ કહ્યું કે, એ કોઈ અજાણી વાત નથી કે સુશાંત પાછલા કેટલાક વર્ષોથી મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા હતા, કોઈએ સુશાંતનો સાથ ન આપ્યો. મદદ માટે કોઈ સામે ન આવ્યું. આજે બધા ટ્વીટ કરીને દુ:ખ વ્યક્ત કરી રહ્યાં છે જેનાથી જણાઈ આવે છે કે ઇન્ડસ્ટ્રી કેટલી ખોખલી છે. અહીં કોઈ તમારું મિત્ર નથી.
પોલીસનું કહેવું છે કે સુશાંત ક્લિનિકલ ડિપ્રેશન સામે લડી રહ્યા હતા અને એમાંથી બહાર આવવા માટે તેમણે ડૉક્ટરની મદદ પણ લીધી હતી.
સુશાંતસિંહના મૃત્યુ બાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી જ સોશિયલ મીડિયા પર કેટલાક સૂચક સંદેશાઓ વહેતા થયાં અને ટ્વીટર પર 'JusticeForSushantSinghRajput' એવો હૅશટેગ પણ ટ્રૅન્ડ થઈ રહ્યો છે.
જેમાં અનેક લોકો કલાકારોના નામજોગ આરોપ-પ્રત્યારોપ મૂકી રહ્યાં છે. બીબીસી આવા કોઈ આરોપ-પ્રત્યારોપની ખરાઈની પૃષ્ટિ કરી શકે તેમ નથી.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 6
જોકે, આવા નામજોગ આરોપ-પ્રત્યારોપ પર શેખર કપૂરે લખ્યું કે, અમુક લોકોનાં નામ લેવા એનું કોઈ મૂલ્ય નથી કેમ કે એ લોકો પણ તમે જેનો વિરોધ કરી રહ્યાં છો એ 'સિસ્ટમ'ની પ્રોડ્ક્ટ છે અને એનો શિકાર પણ. જો તમને ખરેખર દરકાર હોય, જો તમે ખરેખર ગુસ્સે હો તો એ સિસ્ટમ તોડી પાડો, વ્યક્તિ નહીં. આ ક્ષણિક ગુસ્સો નહીં લાંબી લડાઈ છે.
આત્મહત્યા એ એક ગંભીર સામાજિક-મનોવૈજ્ઞાનિક સમસ્યા છે અને તેને ટાળી શકાય છે. આને માટે મનોચિકિત્સકની મદદ લેવી જોઈએ.

- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો