You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના વાઇરસ : ટેસ્ટિંગ મામલે ગુજરાત હાઈકોર્ટે સરકારને નોટિસ ફટકારી
કોવિડ-19ના પરીક્ષણ મામલે ગુજરાત હાઈકોર્ટે ગુજરાત સરકારને નોટિસ ફટકારી છે.
ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશન (આઈએમએ) દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં રાજ્યમાં COVID-19 પરીક્ષણ નીતિ અંગેના સરકારના પરિપત્રને પડકારવામાં આવ્યો હતો.
એનડીટીવીના અહેવાલ અનુસાર સુધારેલી COVID-19 પરીક્ષણ નીતિ અંગેની અરજી પર સુનાવણી કરતાં ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર અને ભારતીય તબીબી સંશોધન પરિષદ (આઇસીએમઆર)ને નોટિસ ફટકારી છે.
આઈએમએ પિટિશનમાં 2 જૂને આરોગ્ય વિભાગ દ્વારા જારી કરેલા પરિપત્ર મુજબ, અધિકારીઓની પૂર્વ મંજૂરી વિના એસિમ્પ્ટોમેટિક હેલ્થવર્કરોના કોરોના વાઇરસના ટેસ્ટ માટે કોર્ટનો નિર્દેશ પણ માગ્યો છે.
નવી નીતિ પ્રમાણે, જો કોઈ ખાનગી તબીબને લાગે કે તેનો દરદી એસિમ્પ્ટોમૅટિક છે, કોઈ સ્વાસ્થ્ય કર્મચારીમાં કોરોનાનાં ચિહ્ન દેખાય, ઑપરેશન પહેલાં તબીબને ટેસ્ટ કરાવવાની જરૂર જણાય ત્યારે આ ટેસ્ટની છૂટ આપવામાં આવી છે.
ગોહત્યાના કાયદામાં સંશોધનના પ્રસ્તાવને મંજૂરી
ઉત્તર પ્રદેશ સરકારે ગોહત્યા નિવારણ કાયદાને વધુ મજબૂત બનાવવા માટે તેમાં સંશોધનના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.
આ અધ્યાદેશ અંતર્ગત યુપીમાં ગાયની હત્યા પર 10 વર્ષની સજા અને 3થી 5 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ સિવાય ગોવંશનાં અંગભંગ પર 7 વર્ષની સજા અને 3 લાખ સુધીનો દંડ થઈ શકે છે.
યુપીના મુખ્ય સચિવ અવનીશકુમાર અવસ્થીએ જણાવ્યું કે રાજ્ય કૅબિનેટે વર્ષ 1955ના આ કાયદામાં સંશોધનના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. રાજ્ય વિધાનમંડળનું સત્ર ન હોવાને કારણે ઉત્તર પ્રદેશ ગોવધ નિવારણ (સંશોધન) અધ્યાદેશ, 2020 લાવવાનો નિર્ણય કરાયા છે.
તેઓએ કહ્યું કે અધ્યાદેશનો હેતુ ઉત્તર પ્રદેશમાં ગોવધ નિવારણ કાયદા (1955)ને વધુ સંગઠિત, પ્રભાવી અને ગોવંશીય પશુઓની રક્ષા અને ગાય સંબંધિત ઘટનાઓના ગુનાઓ પર સંપૂર્ણ કાબૂ લગાવાનો છે.
પૂર્વી લદ્દાખનાં ક્ષેત્રોમાં ભારતીય અને ચીની સૈનિકો ખસવા લાગ્યા
ભારત અને ચીનના સૈનિકોએ પૂર્વી લદ્દાખનાં કેટલાંક ક્ષેત્રોમાંથી આંતરિક સહમતીથી દૂર થવા લાગ્યા છે.
એનડીટીવી ઇન્ડિયાએ સરકારી સૂત્રોના હવાલાથી લખ્યું કે આ અગાઉ ચીની સૈનિકોની 'એક ખાસ્સી સંખ્યા' પરત લઈ લેવામાં આવી છે, પરંતુ આ વખતે કોઈ ચોક્કસ સંખ્યા નથી દર્શાવાઈ.
ન્યૂઝ એજન્સી એએનઆઈએ સરકારી સૂત્રોના હવાલાથી ટાંક્યું કે આ અઠવાડિયામાં બંને સેના વચ્ચે પેટ્રોલિંગ પૉઇન્ટ 14 (ગલવાન ક્ષેત્ર), પેટ્રોલિંગ પૉઇન્ટ 15 અને હૉટ સ્પ્રિંગ્સ ક્ષેત્ર સહિતનાં સ્થળોએ વાર્તાનું આયોજન કરવામાં આવ્યું છે.
સૂત્રો અનુસાર, આગામી દિવસોમાં વાતચીત થવાની છે, એવા સમયે ચીની સેનાએ કેટલાંક ક્ષેત્રોમાં તેના સૈનિકોને ખસેડી લીધા છે.
તેને કારણે ભારતે પણ આ ક્ષેત્રમાંથી તેના કેટલાક સૈનિકો અને વાહનોને હઠાવી લીધાં છે.
- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો