કોરોના લૉકડાઉન : અમદાવાદમાં કન્ટેનમેન્ટ ઝોન ખુલશે દુકાનો, ગ્રાહકો અને વેપારીઓને લાગુ પડશે આ નિયમો

ઇમેજ સ્રોત, Getty Images
અમદાવાદના સૌથી વધુ સંક્રમિત વિસ્તારો જેને કન્ટેનમેન્ટ ઝોન કહેવામાં આવે છે તેમાં જીવનજરૂરિયાતની વસ્તુઓ લોકોને મળી રહે તે માટે દુકાનો ફરીથી શરૂ કરવા માટેની જાહેરાત કરવામાં આવી છે.
અમદાવાદ મ્યુનિસપલ કૉર્પોરેશને ખાડિયા, જમાલપુર, શાહપુર, દરિયાપુર, દાણીલીમડા, બહેરામપુરા, અસારવા, ગોમતીપુર, સરસપુર અને મણિનગર એમ 10 વૉર્ડને કન્ટેનમેન્ટ ઝોન તરીકે જાહેર કર્યા છે.
આ વિસ્તારોમાં કરિયાણું, શાકભાજી, ફળફળાદિ તથા અનાજ દળવાની ઘંટી સવારના 8થી બપોરના 1 વાગ્યા સુધી ખુલ્લી રહેશે.
કન્ટેનમેન્ટ ઝોનમાં હોમ ડિલિવરીની સેવાઓ બંધ રહેશે. ઉપરાંત ત્યાં આવેલાં શાકભાજી અને ફળફળાદિના હોલસેલ બજારો (કાલુપુર, જમાલપુર, રાજનગર, માણેક ચોક માર્કેટ) બંધ રહેશે.

જે દુકાનો ખુલશે તેમને નીચેના નિયમો લાગુ પડશે
- છૂટછાટ અપાયેલી વસ્તુનું જ વેચાણ કરી શકશે.
- કન્ટેનમેન્ટ ઝોનમાં આ સમય દરમિયાન પ્રવેશ મળવાનો હોવાથી વેપારી અને ફેરિયાઓએ ત્યારે વસ્તુ લઈ ખરીદવી.
- સવારના 8 અને બપોરના 1 પછી વેપાર કરી શકાશે નહીં.
- દુકાનના માલિકો અને કામદારોના હેલ્થ સ્ક્રીનિંગ કાર્ડ કઢાવવાના રહેશે. સાત દિવસ પછી રિન્યૂ કરાવવાના રહેશે.
- સામાજિક અંતર રાખવું ફરજિયાત છે.
- રોકડની લેવડ-દેવડ માટે અલગ ટ્રે રાખવી ફરજિયાત છે
- દુકાનમાં કામ કરતા તમામ લોકો તથા ફેરિયાઓ માટે ગ્લવ્ઝ, માસ્ક, સૅનિટાઇઝર, કૅપ ફરજિયાત
- ગ્રાહકોને હેન્ડ સૅનિટાઇઝર ઉપલબ્ધ કરાવવાનું રહેશે.
- રોકડ અને સામાન સ્વીકારતી કે આપતી વખતે દુકાનદાર અને ગ્રાહક વચ્ચે પ્લાસ્ટિક અથવા એ પ્રકારનું આવરણ રાખવું પડશે.

લોકોએ ધ્યાનમાં રાખવાની બાબતો
- ચીજ-વસ્તુ ખરીદવા સવારે 8થી બપોરે 1 માં જ બહાર નીકળવું
- કન્ટેન્મેન્ટ ઝોનમાંથી અન્ય વિસ્તારમાં જવું નહીં.
- ભીડવાળી જગ્યાએ જવાનું ટાળવું.
- રોકડ લેતી વખતે અને આપતી વખતે અલગ ટ્રેનો ઉપયોગ કરવો.
- બહાર નીકળતી વખત માસ્ક ફરજિયાત પહેરવું.
- ખરીદેલી વસ્તુને ઘરે જઈને ધોઈને ગાઇડલાઈન મુજબ સૅનિટાઇઝ કરી ઉપયોગમાં લેવી.


- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ : કોવિડ-19 વિશે આપણે હજુ પણ શું-શું જાણતા નથી? જાણવા માટે ક્લિક કરો
- કોરોનાથી બચવા માટે હાથ ધોવાની યોગ્ય રીત કઈ? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસની શરૂઆતથી લઈને સારવાર સુધીની તમામ માહિતીજાણવા માટે ક્લિક કરો
- કયા પ્રાણીને કારણે કોરોના ફેલાયો? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- 98 વર્ષ અગાઉ ભારતમાં દોઢ કરોડોનો ભોગ લેનારી એ મહામારી વિશે જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમની જટિલ દુનિયા કેટલી તમારા હાથમાં? જાણવા માટે ક્લિક કરો

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો








