કોરોના વાઇરસ : શું ટેસ્ટિંગ કિટની ખરીદીમાં કૌભાંડ આચરવામાં આવ્યું?

ઇમેજ સ્રોત, GLASGOW CITY COUNCIL
- લેેખક, સરોજ સિંહ
- પદ, બીબીસી સંવાદદાતા
કોરોના ટેસ્ટિંગ કિટના ભાવના મુદ્દે ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) પર ગંભીર આરોપ મૂકવામાં આવી રહ્યો છે.
આરોપ એવો છે કે જે એક રેપિડ ડાયગ્નોસ્ટિક કિટની કિંમત રૂ. 245 છે તેને આઈસીએમઆર એક કંપની પાસેથી રૂ. 600માં ખરીદી રહી છે. એટલે કે કોરોનાના આ ભયંકર સમયમાં પણ લોકો નફાખોરી કરવાનું ચૂકતા નથી અને નફો પણ 145 ટકાથી વધારે.
અલબત્ત, આઈસીએમઆરે સમગ્ર મુદ્દે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે ભારત સરકારને એકેય પૈસાનું નુકસાન થયું નથી, પણ ટેસ્ટિંગ કિટની ખરીદી અને તેને વેચાણમાં થતા નફાની કહાણી અહીં પૂરી થતી નથી. તેની ભીતર જવાથી સમજાય છે કે તેમાં બીજી એવી ઘણી બાબતો છે, જે બહાર આવી નથી.

ક્યાંથી શરૂ થયો વિવાદ?

ઇમેજ સ્રોત, REUTERS
વાસ્તવમાં આ મામલાની શરૂઆત દિલ્હી હાઈકોર્ટના એક આદેશથી થઈ હતી. એ ઑર્ડર વિશે જાણતા પહેલાં એ જાણી લેવું જરૂરી છે કે કોવિડ-19ની તપાસ બે રીતે કરવામાં આવે છે.
એક હોય છે RT-PCR ટેસ્ટ. આ ટેસ્ટનો રિપોર્ટ આવવામાં સમય લાગે છે, પણ ભારત સરકાર તપાસ માટે સૌથી વધારે મહત્ત્વ આ ટેસ્ટને આપે છે.
બીજો હોય છે રેપિડ ટેસ્ટ. તેમાં ટેસ્ટનો રિપોર્ટ થોડી મિનિટોમાં જ આવી જાય છે, પણ ભારત સરકાર આ ટેસ્ટ સર્વેલન્સ માટે કરાવવા ઇચ્છે છે. તેનાથી એ ખબર પડે છે કે તમારા શરીર ક્યારેક જે ઇન્ફેક્શન હતું એ હવે ઍન્ટિ-બોડી બની ગયું છે.
ભારતમાં રેપિડ ટેસ્ટિંગ કિટની આયાત ચીનથી કરનારી એક કંપની મૅટ્રિક્સ લૅબ અને સમગ્ર ભારતમાં કિટનું વિતરણ કરનારી કંપની રેર મૅટાબૉલિક્સ લાઇફ સાયન્સિસ પ્રાઇવેટ લિમિટેડ વચ્ચે માર્ચમાં એક કરાર થયો હતો.
બન્ને કંપનીઓ વચ્ચે પૈસાની લેવડદેવડ બાબતે વિવાદ થયો હતો અને મામલો દિલ્હી હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. દિલ્હી હાઈકોર્ટમાં રેર મૅટાબૉલિક્સ લાઇફ સાયન્સિસ પ્રાઇવેટ લિમિટેડે અરજી કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કરાર અનુસાર, રેર મૉટાબૉલિક્સ સમગ્ર દેશ માટે રેપિટ કિટની ડિસ્ટ્રિબ્યુટર હતી અને મૅટ્રિક્સ લૅબ તમામ કિટ્સની આયાત કરનારી કંપની હતી.
રેર મૅટાબૉલિક્સે આરોપ મૂક્યો હતો કે ચીનથી કિટની આયાત કરતી કંપની મૅટ્રિક્સ લૅબ ડિલિવરી પહેલાં જ પૈસાની માગણી કરી રહી છે.
કંપનીના વકીલ જયંત મહેતાએ બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ કેસની સુનાવણી દરમિયાન કોર્ટને ખબર પડી હતી કે ચીનથી કિટની આયાત કરતી કંપની તો માત્ર 245 રૂપિયા પ્રતિ કિટના ભાવે કિટની ખરીદી કરી રહી છે.
આ બાબતે કોર્ટે જણાવ્યું હતું કે આજના દૌરમાં કિટ જેવી જરૂરી સામગ્રીના 245 રૂપિયાના ભાવમાં 155 રૂપિયા ઉમેરી દઈએ તો કંપનીને 61 ટકા નફો થાય. નફાનું એ પ્રમાણ બહુ જ વધારે છે અને કિટ વેચનારાઓ માટે ઓછું તો નથી જ. તેથી પ્રત્યેક રેપિડ ટેસ્ટિંગ કિટની કિંમત જીએસટી સાથે 400 રૂપિયાથી વધારે હોવી જોઈએ નહીં.
આ ઑર્ડરમાંથી એ વાત પણ બહાર આવી હતી કે ચીનથી આયાત કરવામાં આવતી કિટ વાસ્તવમાં રૂપિયા 245 પ્રતિ નંગના ભાવે આવતી હતી, જ્યારે આઈસીએમઆર તેના માટે કંપનીને પ્રતિ નંગ 600 રૂપિયા આપી રહી હતી.
બીબીસીએ આ સમગ્ર ઘટનાક્રમ બાબતે મૅટ્રિક્સ લૅબના વકીલ અમિતાભ ચતુર્વેદી સાથે વાત કરી હતી.
અમિતાભ ચતુર્વેદીએ બીબીસી સાથેની વાતચીતમાં દાવો કર્યો હતો કે તેઓ ડિસ્ટ્રિબ્યુટરને પ્રતિ કિટ 400 રૂપિયાના ભાવે વેચાણ કરી રહ્યા હતા, પણ ડિસ્ટ્રિબ્યુટર આઈસીએમઆર અને બીજી રાજ્ય સરકારોને 600 રૂપિયા પ્રતિ કિટના ભાવે વેચી રહ્યા હતા.
દિલ્હી હાઈકોર્ટે આ મામલાનું સમાપન કરતાં બન્ને કંપનીઓની સહમતીથી નક્કી કર્યું હતું કે હવે પછી આ ટેસ્ટિંગ કિટ 400 રૂપિયા નંગના ભાવે વેચવામાં આવશે.
એ તબક્કે ખબર પડી હતી કે જે ટેસ્ટિંગ કિટની કિંમત 245 રૂપિયા છે. તેની ખરીદી સરકાર 600 રૂપિયા પ્રતિ કિટના ભાવે એટલે કે લગભગ બે ગણી કિંમતે કરી રહી હતી.
રેર મૅટાબૉલિક્સ કંપનીની સ્થાપના 22 મે, 2015ના રોજ કરવામાં આવી હતી અને કંપનીનું રજિસ્ટર્ડ સરનામું દિલ્હીના દ્વારકા વિસ્તારનું છે. કંપનીના ત્રણ ડિરેક્ટર છે, જેમના નામ કૃપાશંકર ગુપ્તા, શોભા દત્તા અને શૈલેશ પાંડે. 2019માં કંપનીનું ટર્નઓવર રૂ. 6.19 કરોડ હતું. બિઝનેસ ટુડે સામયિકના જણાવ્યા અનુસાર, કંપનીની નેટવર્થ 22.06 લાખ રૂપિયા છે.
આ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી
Facebook પર વધુ મેળવોબહારની વેબસાઇટ્સની સામગ્રી માટે બીબીસી જવાબદાર નથી.Facebook કન્ટેન્ટ પૂર્ણ
આઈસીએમઆરે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
વિવાદ વકર્યો ત્યારે આઈસીએમઆરે એક પ્રેસનોટ બહાર પાડીને સમગ્ર મામલે સ્પષ્ટતા કરી હતી. 22 એપ્રિલ, 2020ના રોજ બહાર પાડવામાં આવેલી પ્રેસનોટમાં તેમના તરફથી બે મહત્ત્વની વાતો જણાવવામાં આવી હતી.
ચીનથી મંગાવવામાં આવેલી કિટ ખરાબ સાબિત થઈ હોવાથી સરકારે કંપનીને પૈસા ચૂકવ્યા નથી. તેથી સરકારને હજુ સુધી કોઈ નુકસાન થયું નથી.
આઈસીએમઆરે આ પ્રકારની રેપિડ ટેસ્ટિંગ કિટ ખરીદવા માટે પહેલી વાર ટેન્ડરો બહાર પાડ્યાં ત્યારે કોઈ કંપનીએ તેમાં રસ દેખાડ્યો ન હતો.
બીજી વાર ટેન્ડરો બહાર પાડવામાં આવ્યાં ત્યારે બાયમેડિક્સ અને વોંડફો નામની કંપનીઓની દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી. આ બન્ને કંપનીએ તમામ શરતોના પાલન સાથે સૌથી સસ્તા ભાવે સરકારને કિટ પૂરી પાડવાની દરખાસ્ત રજૂ કરી હતી. રેપિડ ટેસ્ટિંગ કિટની એ કિંમત 600 રૂપિયા પ્રતિ નંગ હતી.
આઈસીએમઆરનો દાવો છે કે તેમણે સીધા ચીનની કંપની પાસેથી જ રેપિડ ટેસ્ટિંગ કિટ મગાવવાના પ્રયાસ કર્યા હતા, પણ તેમાં તેમણે કેટલીક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
આઈસીએમઆરના જણાવ્યા મુજબ, ચીનની કંપની એડવાન્સ પૅમેન્ટ માગતી હતી. કિટ ખરાબ નીકળે તો પૈસા પાછા આપવાની કોઈ જોગવાઈ ચીની કંપનીના ક્વૉટેશનમાં નહોતી. એ કંપનીએ કિટના ભાવ ડૉલરનું મૂલ્ય વધવા-ઘટવા સાથે સાંકળીને દર્શાવ્યા હતા.
આ બધાં કારણસર આઈસીએમઆરે સીધા ચીનથી કિટ ખરીદવાની પ્રક્રિયા અપનાવી ન હતી.
આઈસીએમઆરે જણાવ્યું હતું કે આ પ્રકારની કિટની ખરીદી તે પહેલી વાર વિદેશમાંથી કરી રહી હતી એટલે જે ક્વૉટેશન વિદેશી કંપનીએ આપ્યું એ જ તેમના માટે રેફરન્સ પૉઇન્ટ હતું.
જોકે, આ તો રેપિડ ટેસ્ટિંગ કિટની વાત થઈ. સરકાર હંમેશાં એવો દાવો કરતી રહી છે કે આ ટેસ્ટિંગ કિટ માત્ર સર્વેલન્સના કામ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. તપાસ માટે RT-PCR કિટનો જ ઉપયોગ કરવાની સલાહ સરકાર આપે છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
RT-PCR કિટના ભાવમાં પણ ગરબડ
કિટના ભાવ બાબતે સમગ્ર દેશમાં રાજકારણ શરૂ થઈ ગયું ત્યારે કૉંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ સોમવારે સવારે આ મુદ્દે ટ્વીટ પણ કરી હતી. ટ્વીટમાં તેમણે લખ્યું હતું કે "સમગ્ર દેશ કોવિડ-19ની આફત સામે લડી રહ્યો છે ત્યારે પણ કેટલાક લોકો અયોગ્ય રીતે નફો કમાવાનું ચૂકતા નથી. આવી ભ્રષ્ટ મનોવૃત્તિ પર શરમ આવે છે, ઘૃણા થાય છે. આ નફાખોરો સામે ઝડપથી આકરી કાર્યવાહી કરવા અમે વડા પ્રધાન સમક્ષ માગણી કરીએ છીએ. દેશ તેમને ક્યારેય માફ નહીં કરે."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
એ અગાઉ કૉંગ્રેસના નેતા ડૉ. ઉદિત રાજે પણ એક ટ્વીટ સાથે એક ફોટો શૅર કરતાં જણાવ્યું હતું કે આમાં કેટલી સચ્ચાઈ છે એ હું જાણતો નથી.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 3
ટ્વીટ સાથે જે ફોટો હતો તેમાં કોઈ અનવેરિફાઇડ એકાઉન્ટમાંથી એવું લખવામાં આવ્યું હતું કે ભારતમાં 17 કંપનીઓ 500 રૂપિયાના ભાવે કિટ આપવા તૈયાર હતી, પણ વડા પ્રધાને ગુજરાતની એક કંપનીને કૉન્ટ્રાક્ટ અપાવ્યો હતો. જય હો મોદીજીની.
ડૉ. ઉદિત રાજના ટ્વીટનો જવાબ આપતાં આઈસીએમઆરે લખ્યું હતું કે "આ ફેક ન્યૂઝ છે.
આઈસીએમઆરે RT-PCR ટેસ્ટ માટે 740-1150 રૂપિયાનો ભાવ પ્રતિ કિટ નક્કી કર્યો છે અને રેપિડ ટેસ્ટ કિટ માટે પ્રતિ નંગ 528-795 રૂપિયાનો ભાવ નક્કી કરવામાં આવ્યો છે. આના કરતાં ઓછા ભાવે કોઈ કંપની સરકારને કિટ પૂરી પાડી શકે તેમ હોય તો તે આઈસીએમઆર અથવા કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયમાં અનુ નાગર, સંયુક્ત સચિવ, રિસર્ચ વિભાગનો સંપર્ક કરી શકે છે."
જે RT-PCR ટેસ્ટ કિટ માટે આઈસીએમઆરે 740-1150 રૂપિયાનો ભાવ તેના ટ્વીટમાં જણાવ્યો હતો, એ ટેસ્ટ કિટ માટે ખાનગી લૅબોરેટરીઝમાં લોકો પાસેથી 4500 રૂપિયા વસૂલવામાં આવી રહ્યા છે.
એ માટે આઈસીએમઆરે કાયદેસરનું એક નોટિફિકેશન બહાર પાડીને જણાવ્યું હતું કે કોઈ પણ ખાનગી લૅબોરેટરી કોરોના ટેસ્ટ માટે 4500 રૂપિયાથી વધારે નાણાં ચાર્જ કરી શકશે નહીં.
આ પરિસ્થિતિમાં સવાલ થાય છે કે 1150 રૂપિયા પ્રતિ નંગના ભાવે મળતી કિટ માટે સરકાર 4500 રૂપિયા શા માટે ચાર્જ કરી રહી છે?

ટેસ્ટિંગ કિટના ભાવ બાબતે અગાઉ પણ કરાયેલા સવાલ

ઇમેજ સ્રોત, Getty Images
કોવિડ-19ની ટેસ્ટ કિટ માટે સવાલ ઉઠાવવામાં આવી રહ્યા હોય એવું આ પહેલી વખત બન્યું નથી.
કોવિડ-19નું તમામ પ્રકારનું ટેસ્ટિંગ મફત કરાવવા માટે એક અરજી અગાઉ પણ સર્વોચ્ચ અદાલતમાં દાખલ કરવામાં આવી હતી.
આઠમી એપ્રિલે દાખલ કરવામાં આવેલી એ અરજીની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે ખાનગી લૅબોરેટરીમાં કોવિડ-19ના ટેસ્ટ મફત કરી આપવાનો આદેશ આપ્યો હતો. એ વખતે પણ વાત RT-PCR ટેસ્ટની જ થઈ રહી હતી.
કોવિડ-19ના ટેસ્ટ મફતમાં કરવામાં આવે તેવી માગણી સાથેની અરજી સુપ્રીમ કોર્ટમાં જેમણે કરી હતી એ શશાંક દેવે બીબીસીને જણાવ્યું હતું કે તેમની અરજીમાંની મુખ્ય દલીલ એ હતી એક પરિવારમાં ચાર લોકો હોય અને એ બધાની ટેસ્ટ કરાવવાની હોય તો તેનો ખર્ચ જ 18,000 રૂપિયા થાય.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
એટલું જ નહીં, એક વાર ટેસ્ટ કરાવ્યા પછી વ્યક્તિ પૉઝિટિવ હોવાની ખબર પડે તો એ વ્યક્તિએ પછી બે વખત ટેસ્ટ કરાવવી પડે છે. એ બે ટેસ્ટ નૅગેટિવ આવે તો જ વ્યક્તિને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવે છે. આ બધાની ગણતરી કરીએ તો ચાર વ્યક્તિના પરિવારે માત્ર ટેસ્ટ માટે જ 50,000 રૂપિયાથી વધારેનો ખર્ચ કરવો પડશે. દવા અને હૉસ્પિટલમાં રહેવાનો ખર્ચ થશે તે અલગ.
સુપ્રીમ કોર્ટના ઉપરોક્ત ચુકાદા બાદ તરત આઈસીએમઆર કોર્ટમાં પહોંચી હતી અને જણાવ્યું હતું કે નિષ્ણાતોના અભિપ્રાય લીધા બાદ જ ખાનગી લૅબોરેટરીઝ માટે RT-PCR ટેસ્ટની કિંમત 4500 રૂપિયા નક્કી કરવામાં આવી છે. આમ પણ આયુષ્માન યોજના હેઠળ સરકાર ખાનગી હૉસ્પિટલોમાં જરૂરતમંદોના ટેસ્ટ મફતમાં જ કરાવી રહી છે.
આઈસીએમઆરે એવી દલીલ પણ કરી હતી કે સરકારી હૉસ્પિટલોમાં આ ટેસ્ટ મફતમાં કરી આપવામાં આવે છે. માત્ર 12 ટકા લોકો જ પ્રાઇવેટ લૅબોરેટરીમાં ટેસ્ટ કરાવી રહ્યા છે.

આયુષ્માન યોજના અને કોવિડ-19 ટેસ્ટ

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસીએ આ બાબતે આયુષ્માન ભારત યોજનાના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર ઈન્દુ ભૂષણ સાથે વાત કરી હતી. તેમના જણાવ્યા મુજબ, કેન્દ્ર સરકારના નિર્ણય બાદ આ યોજના હેઠળ અત્યાર સુધી માત્ર 14 લોકોના કોવિડ ટેસ્ટ ખાનગી હૉસ્પિટલમાં મફતમાં કરી શકાયા છે.
તેમાં સૌથી વધારે આઠ લોકોના કોવિડ ટેસ્ટ મધ્ય પ્રદેશમાં થયા છે. ઉત્તર પ્રદેશમાં બે, હરિયાણામાં બે અને છત્તીસગઢ તથા કેરળમાં એક-એક વ્યક્તિનો કોવિડ ટેસ્ટ આયુષ્માન યોજના હેઠળ મફતમાં કરવામાં આવ્યા છે.
આ પરિસ્થિતિ છે ત્યારે સરકાર એવો દાવો કરે છે કે આ યોજનાના દેશભરમાં 50 કરોડ લાભાર્થી છે.
ઈન્દુ ભૂષણના જણાવ્યા અનુસાર, આ સંખ્યા ઓછી હોવાનું કારણ એ છે કે આજે પણ લગભગ 88 ટકા લોકો સારવાર માટે સરકારી હૉસ્પિટલોમાં જ જાય છે.

નિષ્ણાતોનું મંતવ્ય

ઇમેજ સ્રોત, Reuters
જોકે, જાણકારો આ વાત સાથે સહમત નથી. ટેસ્ટિંગ કિટ અને તેના ભાવ બાબતે થયેલા સમગ્ર વિવાદ વિશે બીબીસીએ વરિષ્ઠ સ્વાસ્થ્ય પત્રકાર વિદ્યા કૃષ્ણન સાથે વાત કરી હતી.
વિદ્યા એક સ્વતંત્ર પત્રકાર છે અને સ્વાસ્થ્ય સંબંધી મુદ્દાઓ વિશે વર્ષોથી લખતાં રહ્યાં છે. તેમના લેખો 'ધ એટલાન્ટિક' અને 'લોસ ઍન્જલસ ટાઇમ્સ'માં પ્રકાશિત થતા રહ્યા છે.
ટેસ્ટ કિટ ખરીદવાના સમગ્ર મામલાને વિદ્યા એક 'કૌભાંડ' ગણે છે. તેમનો દાવો છે કે સરકારે પોતાનું હોમવર્ક બરાબર કર્યું નથી અને સરકારે આપેલા સ્પષ્ટીકરણમાં અનેક ખામી છે.
તેઓએ કહ્યું, “જે રેપિટ કિટ તેમણે 600 રૂપિયામાં ખરીદી છે, એવી જ કિટ છત્તીસગઢ સરકારે માત્ર 337 રૂપિયામાં કેવી રીતે ખરીદી? છત્તીસગઢનું મૉડલ સર્વોત્તમ છે એવું નથી, પણ સરકારે થોડી વધુ તપાસ કરી હોત તો તેને વધારે સસ્તા ભાવે કિટ જરૂર મળી હોત.”
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 4
વિદ્યા કૃષ્ણને ફ્રાન્સ તથા દક્ષિણ એશિયાના દેશોનું ઉદાહરણ આપ્યું હતું અને જણાવ્યું હતું કે “દર્દીઓએ ટેસ્ટના પૈસા ન ચૂકવવા પડે એટલા માટે અમેરિકામાં ખરડો રજૂ કરવામાં આવ્યો છે. બાંગ્લાદેશમાં પણ આ ટેસ્ટ ફ્રીમાં કરવામાં આવી રહી છે. શ્રીલંકામાં હાલ માત્ર સરકારી લૅબોરેટરીમાં જ આ ટેસ્ટ કરવામાં આવે છે. પાકિસ્તાનમાં પ્રાઇવેટ લૅબોરેટીઝમાં ટેસ્ટ કરવામાં આવે છે, પણ ત્યાં કિંમત ઓછી છે અને તેના પર સરકારનું નિયંત્રણ છે.”
તેઓએ કહ્યું, “દર્દીઓ પૈસા ચૂકવીને ટેસ્ટ કરાવશે તો તેઓ બીમારીને વધુ છુપાવશે. તેથી સરકારને ખબર નહીં પડે કે સમાજમાં કેટલી હદે બીમારી ફેલાયેલી છે.”
વિદ્યાએ કહ્યું કે આઈસીએમઆરે ટ્વિટર RT-PCR ટેસ્ટની બેઝ પ્રાઇઝ 740-1150 રૂપિયા જણાવી છે તો પછી પ્રાઇવેટ લૅબોરેટીઝમાં એ ટેસ્ટના 4500 રૂપિયા શા માટે વસૂલવામાં આવે છે?
વિદ્યા કૃષ્ણનના જણાવ્યા અનુસાર, સરકાર પાસે બે જ વિકલ્પ છેઃ કોવિડ-19ની ટેસ્ટ મફત કરવામાં આવે અથવા તેની કિંમત બહુ ઓછી કરવામાં આવી, જેથી બધા લોકોને તે પોસાઈ શકે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
વિદ્યા કૃષ્ણને દાવો કર્યો હતો કે સરકારે ભાવ નક્કી કરવા માટે ખાનગી કંપનીઓ સાથે કમિટી બનાવી હતી. સરકારે પોતે વધુ નફાવાળી કિંમત નક્કી કરી હતી. વિદ્યા કૃષ્ણનના જણાવ્યા મુજબ, બાયોકોનનાં વડા કિરણ મજુમદાર શૉ પણ એ કમિટીમાં સામેલ હતાં.
જોકે, બીબીસી સાથેની વાતચીતમાં કિરણ મજુમદાર શૉએ આ આરોપોનો ઇન્કાર કર્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે તેઓ ક્યારેય, કોઈ કમિટીનો હિસ્સો નહોતાં અને સરકારે કિટ ખરીદવા બાબતે તેમની સાથે ક્યારેય વાત કરી નથી.
પ્રાઇવેટ લૅબોરેટરીને કોવિડ-19 ટેસ્ટ માટે રાજી કરવા સરકારે તેમનો સંપર્ક સાધ્યો હોવાનો કિરણ મજુમદાર શૉએ સ્વીકાર કર્યો હતો.
તેમણે કહ્યું હતું કે "સરકારી લૅબોરેટરીમાં ટેસ્ટ કરવાનું પૂરતું નથી અને તેમાં પ્રાઇવેટ લૅબોરેટરીની ભાગીદારી જરૂરી છે, એ સરકાર જાણતી હતી. એ વખતે સરકારે મને કહ્યું હતું કે તમારી પાસે ડાયગ્નોસ્ટિક લૅબોરેટરી નથી, પણ પ્રાઇવેટ લૅબોરેટરીનો સહકાર મેળવવા માટે તો તમે કામ કરી જ શકો તેમ છો. તેથી મેં પ્રાઇવેટ લૅબોરેટી સાથે વાત કરી હતી. એ વખતે ટેસ્ટનો ભાવ નક્કી કરવાની વાત આવી ત્યારે અમે સરકારને પૂછ્યું હતું કે તમને એક ટેસ્ટ માટે કેટલો ખર્ચ થાય છે? સરકારે અમને 4500 રૂપિયા થતા હોવાનું જણાવ્યું હતું. એ વાત મેં પ્રાઇવેટ લૅબોરેટરીને જણાવી હતી. આગળ જતાં એ ભાવ બાબતે સહમતી સધાઈ હતી."
કિરણ મજુમદાર શૉએ એમ પણ જણાવ્યું હતું કે દેશમાં કિટનું ઉત્પાદન શરૂ થઈ જશે પછી ટેસ્ટના ભાવમાં ઘટાડો કરી શકાશે એવું તેમણે એ સમયે પણ પ્રાઇવેટ લૅબોરેટરીને કહ્યું હતું.
કિરણ મજુમદાર શૉના જણાવ્યા અનુસાર, આ ભાવ RT-PCR ટેસ્ટ કિટ માટે હતો.

અહીં એ સમજવું જરૂરી છે કે RT-PCR ટેસ્ટ કિટમાં શું-શું હોય છે?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
કિરણ મજુમદાર શૉએ કહ્યું હતું કે "આ ભાવ માત્ર RT-PCR ટેસ્ટ કિટનો નથી. એ ભાવમાં ટેસ્ટ કરનાર માણસ, તેના પીપીઈ, તેના આવવા-જવાના ખર્ચ, લૅબોરેટરી ટેસ્ટનો ખર્ચ અને ટેસ્ટ કરવા માટે ઉપયોગમાં લેવાનારા સામાન-કેમિકલ એ બધાનો સમાવેશ થાય છે. આ બધું સામાન્ય માણસ સમજે છે તેટલું સરળ નથી. આ કિંમતનું આખું બ્રેક-અપ છે."
તેમણે જણાવ્યું હતું કે ટેસ્ટમાં ઉપયોગમાં લેવાતાં તમામ સામાનનો ભાવ ઘટી જશે એ દિવસે ટેસ્ટની કિંમત પણ આપોઆપ ઓછી થઈ જશે. હવે મેં સાંભળ્યું છે કે ભારતમાં 2,000 રૂપિયામાં આ કિટ બની રહી છે.
કિરણ મજુમદાર શૉએ દાવો કર્યો હતો કે તેઓ ક્યારેય કોઈ સરકારી કમિટીનો હિસ્સો ન હતાં અને રેપિડ ટેસ્ટ કિટ્સની ચીનથી આયાત કરવામાં તેમનો કોઈ હાથ નથી.
બન્ને ટેસ્ટ કિટના ભાવ બાબતે હાલ સ્થિતિ સ્પષ્ટ નથી. રેપિડ ટેસ્ટ કિટ બાબતે પોતે સ્થિતિ સ્પષ્ટ કર્યાનો દાવો સરકાર ભલે કરે, પણ RT-PCR ટેસ્ટિંગ કિટની કિંમત સંબંધી શંકા નિર્મૂળ થઈ નથી.


- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ : કોવિડ-19 વિશે આપણે હજુ પણ શું-શું જાણતા નથી? જાણવા માટે ક્લિક કરો
- કોરોનાથી બચવા માટે હાથ ધોવાની યોગ્ય રીત કઈ? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસની શરૂઆતથી લઈને સારવાર સુધીની તમામ માહિતીજાણવા માટે ક્લિક કરો
- કયા પ્રાણીને કારણે કોરોના ફેલાયો? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- 98 વર્ષ અગાઉ ભારતમાં દોઢ કરોડોનો ભોગ લેનારી એ મહામારી વિશે જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમની જટિલ દુનિયા કેટલી તમારા હાથમાં? જાણવા માટે ક્લિક કરો

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














