કોરોના વાઇરસ : અમેરિકાના રાષ્ટ્રપતિએ માગેલી દવા દરદી માટે ભયાનક કેમ?

કોરોના વાઇરસની મહામારી પર ચાલી રહેલી ચર્ચામાં એક સવાલ હંમેશાં ઊભો થાય છે કે આ બીમારીની દવા શું છે, આનો ઇલાજ શું છે.

જે દવાઓથી કોવિડ-19ની સારવારની સંભાવનાઓ સેવાઈ રહી છે, તેમાં હાઇડ્રૉક્સીક્લોરોક્વીન પણ એક છે, આ દવા મેલેરિયા સિવાય લ્યૂપસ (એક પ્રકારનો ચામડીનો રોગ) અને ગઠિયારોગની સારવાર માટે કામ આવે છે. હાઇડ્રૉક્સીક્લોરોક્વીન નામ આને બનાવવામાં આવનારા ક્લોરોક્વીન કમ્પાઉન્ડ (રાસાયણિક મિશ્રણ)થી પડ્યું છે.

હાઇડ્રૉક્સીક્લોરોક્વીન અને ક્લોરોક્વીન બંને જ રાસાયણિક સંરચના અને મેડિકલ ઉપયોગ અલગ-અલગ છે. જોકે કોવિડ-19ની બીમારીમાં હાઇડ્રૉક્સીક્લોરોક્વીનના ઉપયોગને લઈને અનેક પ્રકારના દાવા કરવામાં આવી રહ્યા છે અને આ દિશામાં કેટલાંક સંશોધન પણ કરવામાં આવ્યાં છે.

પરંતુ પૅન અમેરિકન હેલ્થ ઑગ્રેનાઇઝેશન (પાહો)એ છ એપ્રિલે ચેતવણી આપી હતી કે હાઇડ્રૉક્સીક્લોરોક્વીનને લઈને કરવામાં આવેલાં દાવાને યોગ્ય સાબિત કરતા યોગ્ય પુરાવા હાલ સુધી સામે નથી આવ્યા. જ્યાં સુધી કોઈ ઠોસ પુરાવા ન મળે ત્યાં સુધી 'પાહો'એ અમેરિકાની સરકારને આના ઉપયોગને ટાળવાનું કહ્યું છે.

સંસ્થાએ કહ્યું છે, "હાલની ગાઇડલાઇન અને પ્રક્રિયાઓનું પાલન કર્યા વિના ક્લોરોક્વીન અથવા હાઇડ્રૉક્સીક્લોરોક્વીનના ઉપયોગથી ઉલટી અસર થઈ શકે છે. આનાથી વ્યક્તિ ગંભીરપણે બીમાર પડી શકે છે અને એટલે સુધી કે તેનું મૃત્યુ પણ થઈ શકે છે."

હાઇડ્રૉક્સીક્લોરોક્વીનની સાઇડ ઇફેક્ટ્સ

હાઇડ્રૉક્સીક્લોરોક્વીનને લઈને 'પાહો'ની ચેતવણી એક તરફ મૂકી દઈએ તો પણ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અનેક વખતે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે કોરોના વાઇરસથી થનારી બીમારીનો ઇલાજ આ દવાથી કરી શકાય છે.

યૂએસ નેશનલ લાઇબ્રેરી ઑફ મેડિસિન પ્રમાણે જે દરદી હાઇડ્રૉક્સીક્લોરોક્વીનનો ઉપયોગ બીજી બીમારીઓના ઇલાજ માટે કરે છે, તેમાં સાઇડ ઇફેક્ટ તરીકે માથાનો દુખાવો, ચક્કર, ભૂખ ન લાગવી, પેટ ખરાબ થવું, ડાયેરિયા અથવા પેટમાં દુખાવો, ઉલટી, ચામડી પર લાલ ચાઠા પડવાની ફરિયાદ જોવા મળી છે.

સેન્ટર ફૉર ડિસીઝ કંટ્રોલ ઍન્ડ પ્રિવેન્શન(સીડીસી)નુ કહેવું છે કે હાઇડ્રૉક્સીક્લોરોક્વીન ન માત્ર એક એવી દવા છે જે મેલેરિયાના રોગીઓ માટે ઉપયોગી છે.

મેલેરિયાના દરદી ખાવાની સાથે આ દવાના ઉપયોગ કરીને તેના સાઇડ ઇફેક્ટથી બચી શકાય છે.

જોકે બીજા કેટલાક સંશોધકો આ દવાની ખરાબ અસરને લઈને આગાહ કરે છે કે આ જીવલેણ સાબિત થઈ શકે છે.

હૃદયની બીમારીનો ભય

અમેરિકાના મેયો ક્લિનિકે 25 માર્ચે એક નિવેદન જાહેર કરીને ચેતવણી આપી હતી કે મેલેરિયા માટેની દવા હાઇડ્રૉક્સીક્લોરોક્વીન અને ક્લોરોક્વીન, સાથે જ એચઆઇવીમાં કામ આવનારી દવા લોપિનાવિર અને રિટોનાવિરથી હૃદય રોગનો ભય રહે છે અને દરદીને અચાનક હાર્ટ-ઍટેક પણ આવી શકે છે.

મેયો ક્લિનિકનું કહેવું છે, "હાઇડ્રૉક્સીક્લોરોક્વીન જેવી દવા કોશિકાના સ્તરે એક ખાસ પોટેશિયમ ચેનલને બ્લૉક કરી કે છે જે મનુષ્યના હૃદયની ઇલેક્ટ્રિકલ રિચાર્જ સિસ્ટમને કંટ્રોલ કરે છે. આ પ્રક્રિયામાં કોઈપણ પ્રકારની ચૂક થતાં હૃદયના ધબકારા અસામાન્ય થઈ શકે છે અને દર્દીને અચાનક ઍટેક આવી શકે છે."

મેયો ક્લિનિકે સિફારશ કરી છે કે જે દરદીઓને આ દવા આપવામાં આવે છે તેમનું નિયમિત રીતે ઇલેક્ટ્રોકાર્ડિઓગ્રામ (ઇસીજી) કરવામાં આવે. છે. એપ્રિલે જાહેર કરેલા 'પાહો'ના રિપોર્ટમાં હૃદયના દરદીઓમાં બીજી બીમારીના ઇલાજ દરમિયાન હાઇડ્રૉક્સીક્લોરોક્વીનના ઉપયોગના અસરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ફ્રાન્સના નીસમાં સ્થિત સેન્ટર હૉસ્પિટલ યુનિવર્સિટીના કાર્ડિયોલોજિસ્ટ એમિલ ફેરારીએ નીસ-મેટિન અખબારને સાત એપ્રિલે કહ્યું હતું, "અમે કોરોના વાઇરસથી સંક્રમિત એક દરદી પર શરૂ કરેલાં હાઇડ્રોક્સીક્લોરોક્વીન અને એઝિથ્રોમાઇસીનની (એક કંપાઉન્ડ જે હંમેશાં સાથે આપવામાં આવે છે) ટેસ્ટ રોકવી પડી હતી. બંને દવાઓ આપ્યા પછી આ દરદીઓના હૃદયમાં કેટલીક સમસ્યા આવી ગઈ છે."

"માત્ર હાઇડ્રૉક્સીક્લોરોક્વીન આપવાથી હૃદયની તકલીફ ઘણી ઓછી હતી. પરંતુ કોવિડ-19ના દરદીને હાઇડ્રોક્સીક્લોરોક્વીનની સાથે એઝિથ્રોમાઇસિન આપવાથી તેની સ્થિતિ ખરાબ થઈ. હાર્ટ એટેકનો ભય વધી ગયો. જો કોઈ પણ દવાથી વ્યક્તિના શરીરમાં લોહીમાં પોટેશિયમનું પ્રમાણ ઘટી જાય, લોહીમાં ઑક્સિજનનો પ્રવાહ ઓછો થઈ જાય તો તેની સાઇડ ઇફેક્ટ થશે."

ડૉક્ટર એમિલ ફેરારીનું કહેવું છે, "જો આ દવા આપવામાં આવે છે તો દરદીના હૃદય પર ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામથી નજર રાખવી પડે"

ફ્રેન્ચ નેશનલ એજન્સી ફોર સૅફ્ટી ઑફ મેડિસિન્સ(એએનએસએમ)એ 10 એપ્રિલે એક નિવેદન જાહેર કરીને હાઇડ્રૉક્સીક્લોરોક્વીનના અનિચ્છીનીય પ્રભાવો વિષે જાણકારી આપી હતી. આ સિવાય એજન્સીએ લોપિનાવિર અને રિટોનાવિર જેવી દવાઓને લઈને પણ કહ્યું હતું કે કેટલાક દરદીઓ માટે આ મુશ્કેલીનું કારણ બની શકે છે.

એએનએસએમે કહ્યું, "27 માર્ચ પછી દેખરેખમાં રાખવામાં આવેલાં 100 દરદીઓમાંથી 53 કેસમાં વ્યક્તિનાં હૃદય પર આની નકારાત્મક અસર પડી હતી. આમાંથી 43 દરદીઓને માત્ર હાઇડ્રૉક્સીક્લોરોક્વીન અથવા તેની સાથે એઝિથ્રોમાઇસિન પણ આપી હતી."

એજન્સીએ કહ્યું, "મૃત્યુ પામનાર ચાર લોકોના હૃદયના ધબકારાની અસામાન્ય ઝડપ સિવાય અનેક બીજા લક્ષ્ણો દેખાડતા હતા. એટલાં માટે શરૂઆતની તપાસમાં એ ખ્યાલ આવ્યો છે કે આ પ્રકારના ઇલાજથી હૃદયરોગની બીમારીઓનું જોખમ વધી જાય છે અને કોવિડ-19 દરદીઓમાં વધી જાય છે."

સંશોધન શું કહે છે?

વિશ્વ સ્વાસ્થય સંગઠને કોરોના વાઇરસના સંક્રમણથી લોકોની સારવારમાં હાઇડ્રોક્સીક્લોરોક્વીન અથવા ક્લોરોક્વીનના ઉપયોગની મંજૂરી આપી નથી. પરંતુ ડબ્લ્યૂએચઓએ આઠ એપ્રિલે આ ઘોષણા જરૂર કરી છે કે કોવિડ-19ની સારવાર માટે હાઇડ્રોક્સીક્લોરોક્વીન, ક્લોરોક્વીન અને બીજી દવાઓને આંતરરાષ્ટ્રીય ટ્રાયલ શરૂ કરશે.

અમેરિકામાં ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન વિભાગે પણ 28 માર્ચે આપાતકાલીન સ્થિતિઓમાં કોવિડ-19ના દરદીઓ પર હાઇડ્રૉક્સીક્લોરોક્વીન અને ક્લોરોક્વીનના ઉપયોગની પરવાનગી આપી દીધી હતી. સાત એપ્રિલે અમેરિકાની સંસ્થા સીડીસીએ કહ્યું કે કોવિડ-19ની સારવારમાં આ દવાઓના ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવી રહ્યા છે.

મેયો ક્લિનિક પણ આ વાતથી સહમત છે કે લૅબોરેટરી ટેસ્ટમાં હાઇડ્રોક્સીક્લોરોક્વીનથી SARS-CoV અને SARS-CoV-2 (કોવિડ-19 માટે જવાબદાર વાઇરસના અણુઓને) કોષમાં દાખલ થતાં રોકવામાં સફળતા મળી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો