લૉકડાઉન 2.0 : ઘરે જવાની માગ સાથે સુરતમાં મજૂરો ફરી રસ્તા પર ઊતર્યા

સુરતમાં આજે ફરી એક વખત સેંકડો કામદારો ઘરે પરત જવા દેવાની માગ સાથે રસ્તા પર ઊતર્યા હતા.
સુરતના પંડોળના વેડ રોડ પાસે લૂમ્સમાં કામ કરતા કામદારો એકઠા થઈ ગયા હતા અને ઘરે પરત જવા દેવાની માગ કરતા હતા.
પોલીસે ઘટનાસ્થળએ પહોંચીને મામલો શાંત પાડ્યો હતો.
આ અગાઉ મંગળવારે લૉકડાઉનના દિવસો વધારવાની જાહેરાત બાદ મુંબઈના બાંદ્રા સ્ટેશન ખાતે હજારો કામાદારો એકઠા થઈ ગયા હતા, તો બીજી તરફ સુરતના વરાછા વિસ્તારમાં પણ સેંકડો કામદારો રસ્તા પર આવી ગયા હતા.
કોરોના વાઇરસના સંક્રમણને નાથવાની વ્યૂહરચનાના ભાગરૂપે દેશભરમાં 21 દિવસના લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી.
સ્થિતિ હજી કાબૂમાં ન આવી હોવાથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આજે લૉકડાઉન વધારવાની જાહેરાત રાષ્ટ્રજોગ સંબોધન દરમિયાન કરવામાં આવી હતી.
મંગળવારે આ જાહેરાત બાદ સુરતના વરાછા વિસ્તારમાં હીરા તથા કાપડઉદ્યોગમાં કામ કરતા કામદારો રસ્તા પર આવ્યા હતા અને વતન પરત જવાની માગ કરી હતી.
જ્યારે બીજી તરફ અશ્વિની કુમાર રોડ પર પટેલ નગર પાસે મોટી સંખ્યામાં કામદારો એકઠા થઈ ગયા હતા. કામદારોનું કહેવું હતું કે કામ બંધ થઈ ગયું છે અને તેમની પાસે ભોજન પણ નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કામદારોનું કહેવું છે કે છેલ્લા પાંચ દિવસથી પાણી પીને જીવી રહ્યા છીએ. જોકે પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને સ્થિતિ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.
ડીસીપી રાકેશ બારોટે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે કામદારો અહીં એકઠા થયા હતા અને તેમની રજૂઆત હતી કે તેમને પોતાના વતન પરત જવું છે અને તેમની પાસે ભોજનની કોઈ વ્યવસ્થા નથી. આ પછી અમે કામદારોના ભોજનની વ્યવસ્થા પણ અહીં કરી છે.
એક કામદારે મીડિયા સાથે વાત કરતાં કહ્યું, "અમે મરી જઈશું તો પણ ચાલશે પણ અમને અમારા ઘરે જવું છે."
"અહીં બે રોટલી ખાવા આપે છે અને ડંડો મારીને ભગાવી દે છે. પોતાના ઘરે હોઈશું તો ભૂખે તો નહીં મરીએ ને..."
અન્ય એક કામદાર કહે છે, "અહીં પૂરતું ભોજન મળતું નથી. અમે જો સુરતમાં રહીશું તો ભૂખ્યા જ મરી જઈશું."

મુંબઈમાં શું થયું?

ઉલ્લેખનીય છે કે દેશમાં સૌથી વધારે પૉઝિટિવ કેસ મહારાષ્ટ્ર રાજ્યમાં નોંધાયા છે.
જોકે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધન બાદ સવારથી જ હજારોની સંખ્યામાં કામદારો બાંદ્રા સ્ટેશન ખાતે એકઠા થયા હતા.
ઉલ્લેખનીય છે કે મુંબઈ સહિતના મહાનગરોમાં લાખોની સંખ્યામાં રોજમદારો રહે છે, જેમણે લૉકડાઉનના પગલે રોજગારી ગુમાવવાનો વારો આવ્યો હતો.
કામદારોનો મોટો વર્ગ મહાનગરોમાં ફસાયો છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધન બાદ આવા હજારો લોકો બાંદ્રા સ્ટેશન પહોંચ્યા હતા.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે દેશભરના મોટાભાગના પ્રાંતોમાંથી કામદારોએ હિજરત કરવી પડી હતી.
વાહન ન મળતાં કામદારોએ પગપાળા હજારો કિલોમિટરની સફર આદરી હતી. આ બાદ નવી દિલ્હીના આનંદ વિહાર બસ ટર્મિનલ ખાતે હજારોની સંખ્યામાં કામદારો એકઠા થયા હતા.
ગત સપ્તાહે સુરતમાં પણ હજારો કામદારો ભોજન ન મળતાં વતન પરત જવાની માગ સાથે રસ્તા પર ઊતર્યા હતા અને આ દરમિયાન તોડફોડ અને આગચંપીની ઘટના ઘટી હતી.

- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસ : કોવિડ-19 વિશે આપણે હજુ પણ શું-શું જાણતા નથી? જાણવા માટે અહીં ક્લિક કરો
- ગુજરાત કોરોના સામે લડવા માટે કેટલું તૈયાર છે?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોનાથી બચવા માટે હાથ ધોવાની યોગ્ય રીત કઈ?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસની શરૂઆતથી લઈને સારવાર સુધીની તમામ માહિતીજાણવા માટે અહીં ક્લિક કરો
- કયા પ્રાણીને કારણે કોરોના ફેલાયો? જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે અહીં ક્લિક કરો
- 98 વર્ષ અગાઉ ભારતમાં દોઢ કરોડોનો ભોગ લેનારી એ મહામારી વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમની જટિલ દુનિયા કેટલી તમારા હાથમાં? જાણવા માટે અહીં ક્લિક કરો

ઇમેજ સ્રોત, MohFW, GoI
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












