કોરોના વાઇરસ સામે અમેરિકાની સજ્જતા કેટલી?

અમેરિકાના ઍરપોર્ટ પર કોરિયાની ઍરલાઇન્સના કર્મચારી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમેરિકાના ઍરપૉર્ટ પર કોરિયાની ઍરલાઇન્સ કંપનીનાં કર્મચારી

અમેરિકામાં કોરોના વાઇરસના કારણે મૃત્યુની પહેલી ઘટના સામે આવી છે. આ કેસ વૉશિંગ્ટનના ઉત્તર-પશ્વિમનો છે.

અધિકારીઓનું કહેવું છે કે મૃત્યુ પામનાર વ્યક્તિની ઉંમર 50થી વધારે વર્ષની હતી અને તે પહેલાંથી જ અનેક બીમારી સામે લડી રહ્યા હતા.

રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે આના બીજા અનેક કેસ સામે આવી શકે છે, પરંતુ અમેરિકા કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા તૈયાર છે.

News image

અધિકારીઓના કહેવા મુજબ, ઈરાનથી પ્રવાસ માટે પ્રતિબંધની સીમા વધારી દેવામાં આવી છે અને અમેરિકાના નાગરિકોને ઇટાલી અને દક્ષિણ કોરિયાના પ્રવાસે ન જવા કહેવામાં આવ્યું છે.

વિશ્વ સ્વાસ્થય સંગઠન (WHO) પ્રમાણે દુનિયાના અંદાજે 50થી વધુ દેશમાં કોરોના વાઇરસના 85,000 જેટલાં કેસ હાલ સુધી સામે આવી ગયા છે તથા અંદાજે 3000 લોકોનાં મૃત્યુ થયાં છે.

line

અમેરિકામાં શું થઈ રહ્યું છે?

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

સ્થાનિક સ્વાસ્થય અધિકારીઓએ શનિવારે સ્પષ્ટતા કરી હતી ક વૉશિંગટનના કિંગ્સ કાઉન્ટીમાં 50 વર્ષના વ્યક્તિનું મૃત્યુ થયું છે. અધિકારીએ કહ્યું કે મૃત્યુ પામનાર વ્યક્તિ કોઈ પણ એવી જગ્યાની મુસાફરી ન હોતી કરી જ્યાં કોરોના વાઇરસનો ભય વધારે હોય.

જોકે પહેલાં દર્દીઓને લઈને ભ્રમની સ્થિતિ બનેલી હતી, જ્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું હતું કે દર્દી 'એક સારા મહિલા' હતા.

વૉશિંગટનના ગવર્નર જે ઇનસ્લીએ રાજ્યમાં વધી રહેલાં નવા મામલાઓને જોતા કટોકટીની જાહેરાત કરી છે.

અમેરિકાના પશ્વિમ કાંઠા કેલિફોર્નિયા, ઑરેગૉન અને વૉશિંગટનમાં આ વાતને લઈને ચિતા વધી છે કે ત્યાં વાઇરસથી પીડિત એવો લોકો સામે આવી રહ્યા છે કે જે ન તો કોરોના વાઇરસથી પ્રભાવિત કોઈ જગ્યાએ ગયા અને ન કે એવી કોઈ વ્યક્તિના સંપર્કમાં આવ્યા.

વૉશિંગટનમાં અધિકારીઓએ શનિવારે કહ્યું કે તે સ્થાનિક નર્સિંગ હોમમાં કોરોના વાઇરસ ફેલાવવાના કારણે સંભવિત જગ્યાઓની તપાસ કરી રહ્યા છે.

વૉશિંગટનના સિએટલ અને કિંગ કાઉન્ટીના આરોગ્ય અધિકારી ડૉ. જેફ્રે ડચિને કહ્યું કે 27 સામાન્ય લોકો અને કિર્કલૅન્ડ માટે લાઇફ કેર સેન્ટરમાં 25 સ્ટાફ સભ્યોમાં સામાન્ય લક્ષ્ણ જોવા મળ્યા છે અને વાઇરસથી પીડિત લોકોની સંખ્યા વધી શકે છે.

ડબ્લ્યૂએચઓ મુજબ, અમેરિકામાં હાલ સુધી 62 કેસ સામે આવી ચૂક્યા છે.

એક અમેરિકન નાગરિકનું મૃત્યુ ચીનના વુહાન શહેરમાં થયું હતું. સૌથી પહેલાં કોરોના વાઇરસ ચીનના વુહાન શહેરમાં ફેલાયો હતો.

line

ટ્રમ્પે શું કહ્યું ?

રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ

ઇમેજ સ્રોત, Getty Images

કોરોના વાઇરસના નવા કેસ સામે આવ્યાની શંકાને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે કહ્યુ કે ઘભરાવવાની જરૂરિયાત નથી.

તેમણે કહ્યું, "વિદેશમાં વધી રહેલાં પ્રકોપના શરૂઆતના સમય પછી મારા વહીવટી તંત્રએ આ બીમારી સામે લડવા માટે આધુનિક સમયમાં સૌથી આક્રમક કાર્યવાહી કરી છે."

"આપણો દેશ તમામ પરિસ્થિતિઓ માટે તૈયાર છે. ઘભરાવવાની કોઈ જરૂરિયાત નથી."

તેમણે કહ્યું કે સારા આરોગ્યવાળા લોકો જો વાઇરસની ઝપેટમાં આવશે, તો જલ્દી ઠીક થઈ જશે.

ઉપરાષ્ટ્રપતિ માઇક પેન્સે ઈરાન ન જવાની અને ત્યાંના લોકો પર મૂકેલાં પ્રતિબંધને વધારવાની જાહેરાત કરી છે. આમાં તો વિદેશી નાગરિક પણ સામેલ છે, જેમણે 14 દિવસની અંદર અંદર ત્યાંનો પ્રવાસ કર્યો હોય.

ચીન પછી ઈરાનમાં મૃત્યુના સૌથી વધારે કેસ સામે આવ્યા છે.

અમેરિકાના નાગરિકોને ઇટાલી અને દક્ષિણ કોરિયાના પ્રભાવિત દેશોમાં ન જવાની અપીલ કરી છે.

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો