IND vs NZ : ભારતે 90 રનમાં 6 વિકેટ ગુમાવી, કોહલી 14માં આઉટ

ઇમેજ સ્રોત, Getty Images
ભારતીય બૉલરોએ સારી બૉલિંગ કરીને ન્યૂઝીલૅન્ડને 235 રનમાં ઑલ આઉટ કરીને સાત રનની લીડ અપાવી હતી.
ભારત તરફથી મોહમ્મ્દ શમી 4, જસપ્રીત બુમરાહે 3, રવીન્દ્ર જાડેજાએ 2 અને ઉમેશ યાદવે 1 વિકેટ લીધી છે.
મૅચનો બીજો દિવસ પૂર્ણ થાય ત્યાં સુધીમાં ન્યૂઝીલૅન્ડને ઑલઆઉટ કરી ભારત બીજી ઇનિંગ રમવા આવ્યું હતું.
જોકે, બીજી ઇનિંગમાં ફરીથી ભારતીય બૅટ્સમૅન રન બનાવી શક્યા ન હતા અને 90 રનમાં ભારતે છ વિકેટ ગુમાવી હતી.
ભારત તરફથી સૌથી વધારે રન ચેતેશ્વર પુજારા(24)એ બનાવ્યા હતા. વિરાટ કોહલી અને પૃથ્વી શો 14-14 રન બનાવીને આઉટ થયા હતા.
જ્યારે બાકીના તમામ ખેલાડી બેવડી સંખ્યામાં પણ રન બનાવી નહોતા શક્યા.
હાલ રિષભ પંત(1*) અને હનુમા વિહારી(5*) રમી રહ્યા છે.
ન્યૂઝીલૅન્ડના ટ્રૅન્ટ બૉલ્ટે ત્રણ વિકેટ લીધી હતી. જ્યારે સાઉથી, ગ્રાન્ડહોમ અને વૅન્ગરે એક-એક વિકેટ ઝડપી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ન્યૂઝીલૅન્ડે બીજા દિવસે 153 રનમાં સાત વિકેટ ગુમાવી દીધી હતી પરંતુ પાછલા ક્રમના ખેલાડીઓએ ટીમનો સ્કોર 235 રન પહોંચાડ્યો હતો.
ભારતીય બૉલરો ફરીથી પાછળના ક્રમના બૅટ્સમૅનોને જલદી આઉટ કરી શક્યા ન હતા. પાછળના ક્રમના ખેલાડીઓએ 82 રન ઉમેર્યા.
નવમા ક્રમે આવેલા કાયલ જેમિસને 49 રન બનાવ્યા, જ્યારે દસમા ક્રમના ખેલાડી નીલ વૅગનરે 21 રન બનાવ્યા હતા.
રવીન્દ્ર જાડેજાએ શમીની ઑવરમાં નીલ વૅગનરનો અદ્દભુત કૅચ કરતા તે આઉટ થયા હતા. આ પહેલાં રવીન્દ્ર જાડેજા કોલિન ડી ગ્રૅન્ડહોમ અને કાયલ જેમિશનની પાર્ટનરશિપને તોડીને મૅચમાં ભારતને પરત લાવ્યા હતા.
દિવસના પ્રથમ સેશનમાં રોસ ટેલરનો અદ્દભુત કૅચ પણ જાડેજાએ કર્યો હતો.
ન્યૂઝીલૅન્ડ તરફથી સૌથી વધુ રન ટોમ લાથમે (52) રન બનાવ્યા હતા.
શનિવારે મૅચના પ્રથમ દિવસે ફરી એક વાર ભારતની બેટિંગ નબળી રહી હતી અને ટીમ 242 રનમાં ઑલ આઉટ થઈ ગઈ હતી.
પ્રથમ દિવસની રમતને અંતે ન્યૂઝીલૅન્ડનો પહેલી ઇનિંગમાં સ્કોર વિના વિકેટે 63 રન હતો.
ત્રીજા સત્રની રમતમાં ચેતેશ્વર પૂજારાની વિકેટ પછી ભારતે ફટાફટ વિકેટો ગુમાવી દીધી હતી.
ભારત તરફથી પૃથ્વી શો અને ચેતેશ્વર પૂજારાએ 54-54 રન કર્યા અને હનુમા વિહારીએ 55 રન કર્યા.

ઇમેજ સ્રોત, Getty Images
આધારભૂત બેટ્સમૅન અને કૅપ્ટન વિરાટ કોહલી ફરી એક વાર નિષ્ફળ ગયા અને ફક્ત 3 રને આઉટ થઈ ગયા.
ગત મૅચમાં સારી રમત રમનાર મયંક અગ્રવાલ પણ ફક્ત 7 રને આઉટ થઈ ગયા.
અનુભવી મિડલ ઑર્ડર બેટ્સમૅન અજિંકય રહાણે પણ ફક્ત 7 રને આઉટ થઈ ગયા.

ઇમેજ સ્રોત, Getty Images
ન્યૂઝીલૅન્ડે ટૉસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી હતી.
ન્યૂઝીલૅન્ડ તરફથી જેમિસને તરખાટ મચાવતા 5 વિકેટ ઝડપી હતી.
જેમિસને ઓપનર પૃથ્વી શો, ચેતેશ્વર પૂજારા, રિષભ પંત અને રવીન્દ્ર જાડેજાની મહત્ત્વની વિકેટો ખેરવી. આ ઉપરાંત તેમણે ઉમેશ યાદવને શૂન્ય રને આઉટ કરી દીધા.
સાઉધી અને બૉલ્ટે 2-2 વિકેટ ઝડપી હતી. બોલ્ટે ઇન ફૉર્મ મયંક અગ્રવાલને તો સાઉધીએ વિરાટ કોહલીને આઉટ કર્યા હતા.
સરસ રમી રહેલા હનુમા વિહારીની વિકેટ વાંગનેરે ઝડપી હતી.
આમ પહેલી ઇનિંગમાં ન્યૂઝીલૅન્ડના બૉલરોએ ઑલરાઉન્ડ પ્રદર્શન કર્યું હતું.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













