BSE SENSEX : શૅરબજાર પર કોરોના વાઇરસનો માર, 4 લાખ કરોડ ડૂબ્યા

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

કોરોના વાઇરસ મહામારીનું સ્વરૂપ લે તેવી શક્યતા અને તે વૈશ્વિક વૃદ્ધિને અસર કરી શકે છે તેવા ભયને લઈને શુક્રવારે ભારતનું શૅરબજાર ઊંધે માથે પટકાયું છે અને બજાર ખૂલતાની સાથે જ રોકાણકારોના 4 લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા છે.

શુક્રવારે સેન્સેક્સ 1,083.85 પૉઇન્ટ પડીને 38,661.81 પર આવી ગયો. એ સાથે જ નિફ્ટી પણ 321.40 પૉઇન્ટ ઘટીને 11,311.90 પર પહોંચી ગયો.

કોરોના વાઇરસને પગલે દુનિયાભરના સ્ટૉક માર્કેટમાં પડતી જોવા મળી છે અને તેને પગલે ભારતના સ્ટૉક માર્કેટમાં છેલ્લા 4 વર્ષોમાં આ સૌથી ખરાબ અઠવાડિયું રહ્યું.

આ અઠવાડિયામાં સેન્સેક્સ અને નિફ્ટી બેઉમાં 6 ટકા પડતી થઈ છે.

હવે રોકાણકારોને ડિસેમ્બર ત્રૈમાસિક ગ્રોથ ડેટાનો ઇંતજાર છે જેથી એશિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થાનું છેલ્લા 3 મહિનાનું પ્રદર્શન કેવું છે એ તેઓ જાણી શકે.

સરકારી આંકડા મુજબ, ઑક્ટોબર-ડિસેમ્બર 2019 દરમિયાન આર્થિક વિકાસદર ઘટીને 4.7 ટકા રહ્યો, જે એક વર્ષ અગાઉ 5.6 ટકા હતો.

જોકે અગાઉના ત્રિમાસિક ગાળાની સરખામણીએ 0.2 ટકા (4.5 ટકા હતો) વૃદ્ધિ થઈ હતી.

શુક્રવારે બજાર ખૂલ્યું એવું જ પડ્યું

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, શુક્રવારે બજાર ખૂલ્યું એવું જ પડ્યું

જિયોજીત ફાઇનાન્સિઅલ સર્વિસિસના વડા વિનોદ નાયરે રૉયટર્સને કહ્યું કે ગત સપ્તાહ સુધી બજાર જોઈને લાગતું હતું કે કોરોના વાઇરસ વૈશ્વિક અર્થવ્યવસ્થા પર ઝાઝી અસર નહીં કરે. નવા કેસો સામે આવવાને લીધે માહોલ બદલાઈ રહ્યો છે. કોરોના વાઇરસને પગલે ઇકોનોમીમાં મંદીનો સંકેત છે.

ડિસેમ્બરના ત્રૈમાસિક ગાળામાં ભારતીય અર્થવ્યવસ્થા 4.7 ટકાને દરે આગળ વધી. ત ત્રૈમાસિક ગાળામાં એ વૃદ્ધિદર 4.5 ટકા હતો. સપ્ટેમ્બરના ત્રૈમાસિક ગાળામાં અર્થતંત્રની ગતિ ગત છ વર્ષોમાં સૌથી વધારે ધીમી રહી.

આનંદ રાઠી શેર્સ ઍન્ડ સ્ટૉક બ્રોકર્સમાં રિસર્ચ હેડ નરેન્દ્ર સોલંકીએ સમાચાર સંસ્થા પીટીઆઈને કહ્યું કે, કોરોના વાઇરસનું ભારત આવવું અર્થવ્યવસ્થાને ખરાબ રીતે પ્રભાવિત કરી શકે છે કેમ કે ભારત ચીનથી સામાન આયાત કરે છે.

કોરોના વાઇરસને પગલે ગુરૂવારે દક્ષિણ કોરિયાથી લઈને જાપાન સુધીના બજારોમાં પડતી દેખાઈ છે.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો