જામિયા : લાઇબ્રેરીમાં હિંસાના વીડિયોમાં મોઢું ઢાંકનાર વિદ્યાર્થી કોણ? Fact Check

15 ડિસેમ્બરે લાઇબેરીમાં પોલીસની હિંસાના વીડિયોમાં દેખાતા શખ્સનું નામ સલમાન છે.

ઇમેજ સ્રોત, BBC/JAMIA JCC

ઇમેજ કૅપ્શન, 15 ડિસેમ્બરે લાઇબેરીમાં પોલીસની હિંસાના વીડિયોમાં દેખાતા શખ્સનું નામ સલમાન છે.
    • લેેખક, કીર્તિ દુબે
    • પદ, ફૅક્ટ ચેક ટીમ, બીબીસી

- લાઇબ્રેરીમાં વિદ્યાર્થીઓએ માસ્ક કેમ પહેર્યા છે?

- પુસ્તક બંધ રાખીને વિદ્યાર્થીઓ વાંચી રહ્યા છે?

- લાઇબ્રેરીમાં વાંચવા આવેલા વિદ્યાર્થીઓ બેચેનીથી દરવાજા સામે કેમ જુએ છે? લાઇબ્રેરી તો શાંતિથી વાંચવાની જગ્યા છે તો પછી તેમનામાં આટલી બેચેની કેમ?

જામિયા મિલિયા ઇસ્લામિયાની લાઇબ્રેરીમાં પોલીસનો ડંડા વરસાવતો વીડિયો સામે આવતાં સોશિયલ મીડિયામાં એક જૂથ આ સવાલ ઉઠાવી રહ્યું છે.

16 ફેબ્રુઆરીએ મોડી રાતે જામિયા કો-ઑર્ડિનેશન કમિટીએ 15 ડિસેમ્બરનો લાઇબ્રેરીમાં પોલીસની હિંસાનો વીડિયો શૅર કર્યો.

News image

આ વીડિયો પ્રથમ માળે આવેલા એમ.એ. (માસ્ટર ઑફ આર્ટ્સ) એમ.ફીલ. (માસ્ટર ઑફ ફિલૉસૉફી) સૅક્શન રીડિંગ હૉલનો છે. પરંતુ આ વીડિયોમાં દેખાતાં વાદળી સ્વેટરવાળા છોકરાની ખૂબ ચર્ચા થઈ રહી છે.

કેટલાક લોકોને તેને 'પથ્થરબાજ' ગણાવે છે અને સાથે જ તેના વર્તન પર સવાલ ઉઠાવી રહ્યા છે.

line

કોણ છે વાદળી સ્વેટરમાં દેખાતો શખ્સ

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

બીબીસીએ આ છોકરાની શોધ શરૂ કરી જે વીડિયોમાં સૌથી આગળ નજરે ચડે છે. ઘણા લોકો સાથેના સંપર્ક બાદ અમે આ છોકરા સુધી પહોંચી શક્યા.

આ શખ્સનું નામ સલમાન છે. સલમાન સિવિલ એન્જિનિયરિંગમાં પીએચ.ડી.ના પ્રથમ વર્ષના વિદ્યાર્થી છે. આ અગાઉ તેમણે જામિયામાંથી જ એમ.ટેક. કર્યું હતું.

સલમાન બિહારની રાજધાની પટણાના રહેવાસી અને જામિયાનગરમાં ભાડાના મકાનમાં રહે છે.

પહેલાં તો તેમણે કહ્યું કે મારે પોલીસથી દૂર રહેવું છે, પરંતુ જેમ-જેમ અમે તેમના પર લાગેલા આરોપ અંગે પૂછતાં ગયા તેમ-તેમ તેઓ અમને વિગતવાર જવાબ આપવા લાગ્યા.

line

લાઇબ્રેરીમાં ચહેરો કેમ ઢાંક્યો?

સલમાન પીએચ.ડી. કરે છે.

ઇમેજ સ્રોત, BBC/KIRTI DUBEY

ઇમેજ કૅપ્શન, સલમાન પીએચ.ડી. કરે છે.

પોતાના મોં પર રૂમાલ ઢાંકવા વિશે તેઓ કહે છે, "હકીકતમાં પોલીસ ખૂબ ટિયરગેસ છોડતી હતી."

"હું લાઇબ્રેરીમાં આવ્યો ત્યારે કેટલાક વિદ્યાર્થીઓ આમતેમ ઘૂમી રહ્યા હતા, કેમ કે તેમને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી. પોલીસ સતત ટિયરગેસ છોડતી હતી, શ્વાસ લેવું મુશ્કેલ હતું."

"જો એવું હોય તો પોલીસે પણ વીડિયોમાં પોતાનું મોં ઢાંક્યું છે, તેણે આવું કેમ કર્યું?"

"વીડિયોમાં એવું તો નથી કે માત્ર મેં જ મોઢું અને નાક ઢાંક્યું છે. મારી જેમ પોલીસ પણ પોતાનો ચહેરો ઢાંકીને અમને મારી રહી હતી."

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

"પણ મને સરળતાથી 'પથ્થરબાજ' કહી દેવાયો. ટિયરગેસને કારણે અમારી આંખો અને ચામડી બળતી રહી હતી."

"મારા પરિવારજનો વીડિયો સામે આવ્યા બાદ પરેશાન છે. તેઓ વિચારી રહ્યા છે કે મને કંઈ થઈ ન જાય. હું પણ આ અંગે કંઈ બોલતા નહોતો માગતો, પરંતુ હવે મને જ ટાર્ગેટ કરાયો છે."

line

સામે રાખેલું પુસ્તક બંધ કેમ છે?

એમએ, એમફીલનો રીડિંગ રૂમ જેનો વીડિયો વાઇરલ થયો છે.

ઇમેજ સ્રોત, BBC/KIRTI DUBEY

ઇમેજ કૅપ્શન, એમએ, એમફીલનો રીડિંગ રૂમ જેનો વીડિયો વાઇરલ થયો છે.

સલમાન જણાવે છે, "હું એ દિવસે સાંજે મગરિબ (સાંજ)ની નમાઝ પઢવા લાઇબ્રેરીથી નીચે ગયો હતો. હું તો બપોરે બે વાગ્યાથી જ રીડિંગ હૉલમાં બેઠો હતો અને પ્રદર્શનમાં ભાગ પણ નહોતો લીધો."

"મારી સામે જે લીલા રંગનું પુસ્તક છે, એ મારું જ છે. એ એન્જિનિયરિંગ સર્વિસમાં એક નૉન-ટેક પેપર આવે છે, એનું પુસ્તક છે."

"જો હું ભાગીને બહાર આવ્યો હોત તો પોતાનું જ પુસ્તક લઈને બેઠો હોત અને શું મને એ પુસ્તકનું નામ પણ અત્યાર સુધી યાદ હોય? લાઇબ્રેરીનો ગેટ બંધ હતો, પરંતુ પોલીસ એ ગેટ તોડતી હતી."

"જેવો દરવાજા પર જોરજોરથી અવાજ આવ્યો, તમે જોઈ શકો છો કે કેટલાંક બાળકો ખૂણામાં છુપાવવા લાગ્યાં અને અમે પણ દરવાજા તરફ જોવા લાગ્યા. જ્યારે તમને ખબર હોય કે બહારનો માહોલ ખરાબ છે અને પોલીસ દરવાજો ખખડાવી રહી છે તો તમે કેવી રીતે પુસ્તક વાંચી શકો?"

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે દરવાજા તરફ જોઈ રહ્યા છો, જાણે કે પોલીસ આવવાની ખબર તમને પહેલેથી જ હોય.

આ સવાલના જવાબમાં તેઓ કહે છે, "નીચેથી (ગ્રાઉન્ડ ફ્લોર) જ્યારે પોલીસ ઉપર આવતી હતી ત્યારે બધાએ લાઇબ્રેરીનો દરવાજો બંધ કરી દીધો હતો. પોલીસ ગેટ તોડી રહી હતી, આ જોઈને બધા વિદ્યાર્થીઓ ગભરાઈ ગયા હતા."

"અમે ટેબલ નીચે એટલા માટે ન છુપાયા, કેમ કે અમને લાગ્યું કે અમે વાંચી રહ્યા છીએ અને શાંતિથી વાંચતા જોઈને પોલીસ અમને છોડી દેશે."

"મારો ફોન ઑફ હતો, નહીં તો હું ત્યાં હોત જ નહીં, કેમ કે મારા મિત્રો મને કૉલ કરી રહ્યા હતા કે પોલીસ રીડિંગ હૉલમાં આવી રહી છે અને હું નીકળી જાઉં. પણ ફસાવાનું જ લખ્યું હતું."

હકીકતમાં જે હૉલનો વીડિયો સામે આવ્યો છે, તેની નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર અન્ય એક હૉલ છે જ્યાં પોલીસે પ્રવેશ કરી લીધો હતો.

સલમાન કહે છે કે તેમને અંદેશો હતો કે પોલીસ તેમના રીડિંગ રૂમમાં પણ આવી શકે છે, આથી વીડિયોમાં દેખાતા બધા વિદ્યાર્થીઓ દરવાજા તરફ જોઈ રહ્યા છે.

"ગ્રાઉન્ડ ફ્લોર પર જે હૉલ છે, જ્યાંથી ઘણા વિદ્યાર્થીઓ ભાગીને અમારા હૉલમાં આવ્યા હતા. પોલીસે ત્યાં તો ઘણા વિદ્યાર્થીઓને માર્યા હતા. આ બધું જોઈને જ અમે દરવાજો બંધ કર્યો."

line

વધુ એક વીડિયો

લાઇબ્રેરી હાલમાં બંધ છે.

ઇમેજ સ્રોત, BBC/KIRTI DUBEY

ઇમેજ કૅપ્શન, લાઇબ્રેરી હાલમાં બંધ છે.

અમે એ લાઇબ્રેરીને જોઈ જ્યાં આ વીડિયો સામે આવ્યો છે. લાઇબ્રેરીના બધા કાચ તૂટેલા હતા.

તૂટેલી બારીઓમાંથી જોયું તો અંદર તૂટેલી અને વેરવિખર ખુરશીઓ જોવા મળી હતી. લાઇબ્રેરીના મુખ્ય દરવાજે તાળું મારેલું છે અને લીલા રંગના બોર્ડ પર લખ્યું છે- 'Library Under Renovation'.

તો ઇન્ડિયા ટુડેને કથિત રીતે એક એક્સક્લુસિવ વીડિયો મળ્યો છે, જેમાં ઘણા વિદ્યાર્થીઓ ઝડપથી રીડિંગ હૉલમાં દાખલ થઈ રહ્યા છે અને એક વિદ્યાર્થીના હાથમાં પથ્થર પણ છે, બાદમાં વિદ્યાર્થીઓ દરવાજો બંધ કરવા માટે આગળ ટેબલ ગોઠવી રહ્યા છે.

જામિયા મિલિયા ઇસ્લામિયાના રીડિંગ હૉલનો આ કથિત વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયામાં એક જૂથ પોલીસની કાર્યવાહીને યોગ્ય ઠેરવી રહ્યું છે.

જોકે આ વીડિયો પોલીસ કાર્યવાહી પહેલાંનો છે કે પછીનો એની કોઈ પુષ્ટિ થઈ શકી નથી.

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો