દિલ્હી વિધાનસભાની ચૂંટણી : કૉંગ્રેસ શૂન્યમાં કેમ સમેટાઈ ગઈ?

રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, સિન્ધુવાસિની
    • પદ, બીબીસી સંવાદદાતા

2015 - કૉંગ્રેસ - 0

2020 - કૉંગ્રેસ - 0

આ એ આંકડા છે જેનો સામનો કૉંગ્રેસ દિલ્હી વિધાનસભાની છેલ્લી બે ચૂંટણીથી કરતી રહ્યી છે. આ વખતે પણ દિલ્હીમાં કૉંગ્રેસનું અસ્તિત્વ શૂન્ય પર સમેટાઈ ગયું છે. એક સમયે દિલ્હીમાં પહેલા નંબરની પાર્ટી બની રહેલી કૉંગ્રેસ ફસડાઈને છેક નીચે ક્યા કારણોસર આવી ગઈ?

News image

દિલ્હીમાં 15 વર્ષ સુધી સત્તા પર રહેલી કૉંગ્રેસ છેક શૂન્યના આંકડે કઈ રીતે પહોંચી ગઈ? ક્યારેક કૉંગ્રેસનો ગઢ બની રહેલા દિલ્હીએ કૉંગ્રેસને ફગાવી કેમ દીધી?

line

કૉંગ્રેસની આવી હાલત કેમ થઈ?

દિલ્હીમાં મતદાન

ઇમેજ સ્રોત, Getty Images

વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક વિનોદ શર્મા આ માટે માત્ર અને માત્ર કૉંગ્રેસને જ જવાબદાર ઠેરવે છે.

બીબીસી સાથે વાત કરતાં વિનોદ શર્માએ કહ્યું હતું, "ગેરહાજરીને રાજકારણમાં આત્મહત્યા જેવી ગણવામાં આવે છે અને દિલ્હી વિધાનસભાની આ વખતની ચૂંટણીમાં કૉંગ્રેસ સંપૂર્ણપણે ગેરહાજર રહી હતી, ખોવાયેલી રહી હતી. તેનો અર્થ એ કે કૉંગ્રેસે દિલ્હીમાં આત્મહત્યા કરી છે."

આ ચૂંટણીમાં કૉંગ્રેસ સંપૂર્ણપણે ગાયબ રહી હતી. તેના મોટા નેતાઓએ બહુ રેલીઓ કરી ન હતી, તેના કાર્યકરો શેરીઓમાં જોવા મળ્યા ન હતા કે ન તો કૉંગ્રેસે સોશિયલ મીડિયા પર અસરકારક વ્યૂહરચના અપનાવી હતી.

કૉંગ્રેસમાં થતી દરેક હિલચાલ પર નજર રાખતા રાશીદ કિદવઈ માને છે કે કૉંગ્રેસની સૌથી મોટી ખામી એ છે કે તે પોતાની વાત લોકો સુધી અસરકારક રીતે પહોંચાડી શકતી નથી.

રાશિદ કિદવઈએ કહ્યું હતું, "તેનાથી પણ વધારે ખરાબ વાત એ છે કે કૉંગ્રેસ પોતાની ખામી સુધારવા ઈચ્છતી નથી. વર્ષ 2014થી માંડીને અત્યાર સુધી કૉંગ્રેસે તેના મીડિયા વિભાગમાં ફેરફાર કર્યો નથી."

"બીજી તરફ નજર કરીએ તો આમ આદમી પાર્ટી(આપ)એ તેની વાત લોકો સુધી પહોંચાડવા માટે નાના-મોટા તમામ પ્રયાસ કર્યા હતા."

"છેલ્લા તબક્કામાં તેણે ચૂંટણીના વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરની મદદ લીધી હતી, જ્યારે કૉંગ્રેસે એવા કોઈ પ્રયાસ કર્યા ન હતા."

વરિષ્ઠ પત્રકાર સ્મિતા સિંહ માને છે કે આ ચૂંટણીમાં કૉંગ્રેસ કોઈ ખેલાડી જ ન હતી. પાછલા પાંચ વર્ષમાં કૉંગ્રેસે એવું કંઈ કર્યું ન હતું, જેનાથી દિલ્હીના લોકો તેનો વિશ્વાસ કરે.

દિલ્હીમાં મજબૂત નેતૃત્વ તથા કોઈ પ્રભાવશાળી નેતાનો અભાવ પણ કૉંગ્રેસની મોટી ભૂલ હોવાનું સ્મિતા સિંહે જણાવ્યું હતું.

સ્મિતા સિંહે કહ્યું હતું, "ભારતીય જનતા પાર્ટી(બીજેપી)એ દિલ્હીમાં મુખ્ય મંત્રીપદનો કોઈ ઉમેદવાર જાહેર કર્યો ન હતો, પણ રાષ્ટ્રીય સ્તરે તેની પાસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ જેવા ચહેરાઓ હતા."

"એક વર્ગને આકર્ષવા માટે બીજેપી પાસે ટ્રિપલ તલાક, બંધારણની કલમક્રમાંક 370 અને નાગરિકતા કાયદા જેવા મુદ્દા હતા. તેનાથી વિપરીત કૉંગ્રેસ પાસે કોઈ મુદ્દો પણ ન હતો અને ચહેરો પણ ન હતો."

રાજકીય વિશ્લેષક નીરજા ચૌધરી પણ આવું જ માને છે.

નીરજા ચૌધરીએ કહ્યું હતું, "બીજા નેતાઓની વાત છોડો. અત્યારે તો એ પણ નક્કી નથી કે કૉંગ્રેસના અધ્યક્ષ કોણ છે."

"એ ઉપરાંત દિલ્હીમાં જેવી ચૂંટણી ઝુંબેશ કૉંગ્રેસે હાથ ધરી હતી એ બિલકુલ પ્રભાવશાળી ન હતી. તેમણે સુભાષ ચોપડા જેવા નેતાને આગળ કર્યા હતા, જેમને લોકોએ સંપૂર્ણપણે ફગાવી દીધા હતા."

નીરજા ચૌધરીએ ઉમેર્યું હતું, "દિલ્હી બીજેપી માટે ખુદ વડા પ્રધાન મોદી, અમિત શાહ અને યોગી આદિત્યનાથે પ્રચાર કર્યો હતો."

"આપનો દરેક નેતા અને કાર્યકર ચૂંટણીપ્રચારમાં જોડાયેલો રહ્યો હતો, પણ કૉંગ્રેસના મોટા નેતાઓ ચૂંટણી મેદાનમાં દેખાયા જ ન હતા."

line

ચૂંટણી હારવી એ કૉંગ્રેસની વ્યૂહરચના હતી?

સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી

ઇમેજ સ્રોત, Getty Images

ટણીના વલણ આવવાનું શરૂ થતાંની સાથે જ કૉંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું હતું, "આપ ફરી સત્તા પર આવશે એ બધા જાણતા હતા."

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

બીજી તરફ મધ્ય પ્રદેશના મુખ્ય મંત્રી અને કૉંગ્રેસના વરિષ્ઠ નેતા કમલ નાથે કહ્યું હતું, "અમારા વિશે તો અમને પહેલાંથી જ ખબર હતી. સવાલ એ છે કે મોટા-મોટા દાવાઓ કરનારી બીજેપીનું શું થયું?"

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

વરિષ્ઠ પત્રકાર અપર્ણા દ્વિવેદી માને છે કે એવી ઘણી બાબતો છે, જે કૉંગ્રેસે ઈચ્છ્યું હોત તો એ કરી શકી હોત, પણ તેણે કશું કર્યું નહીં.

અપર્ણા દ્વિવેદીએ કહ્યું હતું, "કૉંગ્રેસે ચૂંટણીમાં લોકોની સમક્ષ કોઈ લોકપ્રિય નેતાને રજૂ કર્યા ન હતા. આજની તારીખે તેણે સુભાષ ચોપડા તથા કીર્તિ આઝાદ જેવા નેતાઓને દિલ્હી વિધાનસભાની ચૂંટણીના ચહેરા બનાવ્યા હતા."

"સુભાષ ચોપડાનાં દીકરી શિવાની ચૂંટણી લડી રહ્યાં હતાં. તેઓ તેમાં વ્યસ્ત હતા. કીર્તિ આઝાદનાં દીકરી પૂનમ આઝાદ ચૂંટણી લડી રહ્યાં હતાં. તેઓ તેમાં વ્યસ્ત હતા. મતલબ કે કૉંગ્રેસ કોઈ નેતાને આગળ રાખીની ચૂંટણી લડી ન હતી."

આ બધી વાતોને ધ્યાનમાં લઈએ તો સ્પષ્ટ જણાય છે કે કૉંગ્રેસે આ વખતે કોઈ પ્રયાસ જ કર્યો ન હતો.

વિધાનસભાની ગત ચૂંટણીનો ઝીરોનો સ્કૉર આ વખતે પણ જાળવી રાખવાનો નિર્ણય કૉંગ્રેસે કરી લીધો હોય એવું લાગતું હતું.

હવે સવાલ એ છે કે કૉંગ્રેસે આવું શા માટે કર્યું? તેણે જાણીજોઈને કોઈ પ્રયાસ કર્યા ન હતા?

વિનોદ શર્માની વાત માનીએ તો આ કૉંગ્રેસેની વિચારપૂર્વકની વ્યૂહરચના હતી.

વિનોદ શર્માએ કહ્યું હતું, "મારું અનુમાન એવું છે કે કૉંગ્રેસે આ વખતે આપ સાથે વૈચારિક ગઠબંધન કર્યું હતું. કૉંગ્રેસ ઈચ્છતી હતી કે દિલ્હીમાં બીજેપી-વિરોધી મતોનું વિભાજન ન થાય."

"કદાચ એ જ કારણસર રાહુલ અને પ્રિયંકા ગાંધીએ દિલ્હીમાં બહુ ઓછી રેલીઓ સંબોધી હતી તેમજ બહુ લો-પ્રોફાઈલ રહીને ચૂંટણી લડ્યાં હતાં."

વિનોદ શર્માએ જણાવ્યું હતું કે મતદારો ઘણી વખત વ્યૂહાત્મક રીતે મતદાન કરતા હોય છે એમ રાજકીય પક્ષો પણ વ્યૂહરચના મુજબ ચૂંટણી લડતા હોય છે.

વિનોદ શર્માએ કહ્યું હતું, "કૉંગ્રેસના પરંપરાગત મત આ વખતે આપને મળ્યા હતા. શીલા દીક્ષિતના જમાનામાં કૉંગ્રેસનો જે જનાધાર હતો કે સેક્યુલર જનાધાર હતો એ વધારે મજબૂત થઈને આપ પાસે ચાલ્યો ગયો હતો અને રીતે આપ દિલ્હીની નવી કૉંગ્રેસ બની ગઈ છે."

કૉંગ્રેસની વ્યૂહરચનાને સમજાવવા માટે તેમણે યુદ્ધની એક વ્યૂહરચનાનો ઉલ્લેખ કર્યો હતોઃ આગામી સમયમાં તમે થોડા માઇલ આગળ વધી શકો એટલા માટે ઘણી વખત થોડા ઇંચ પાછળ હઠવું પડે છે.

વિનોદ શર્માએ કહ્યું હતું, "કૉંગ્રેસે આ વ્યૂહરચના અનુસાર પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા તો હતા, પણ જોરશોરથી પ્રચાર કર્યો ન હતો અને પૂરી તાકાતથી લડાઈ પણ લડી નહોતી."

વિનોદ શર્માની આ વાત સાથે સ્મિતા સિંહ સહમત થાય છે.

સ્મિતા સિંહે કહ્યું હતું, "પોતે આપને થોડુંઘણું નુકસાન કરી શકશે એવી થોડીઘણી આશા હોત તો પણ કૉંગ્રેસે પ્રયાસ કર્યા હોત, પરંતુ એવી શક્યતા તો દૂર-દૂર સુધી ન હતી. તેથી તેણે બીજેપીને હરાવવાના મુદ્દાને પહેલું લક્ષ્ય બનાવ્યું."

અપર્ણા દ્વિવેદી પણ આવું જ કંઈક માને છે.

અપર્ણા દ્વિવેદીએ કહ્યું હતું, "આ વખતે કૉંગ્રેસ ચૂંટણીની વ્યૂહરચના મુજબ પાછળ રહી હતી. કૉંગ્રેસે જે રેલીઓ કરી એ સાંકેતિક હતી."

"યુવા ઉમેદવારોને જે રીતે ટિકિટો આપવામાં આવી હતી એ પણ બહુ વિચારીને લેવાયેલો નિર્ણય હતો. બીજેપીવિરોધી મતોનું વિભાજન થાય એવું કૉંગ્રેસ ઈચ્છતી ન હતી."

line

"કૉંગ્રેસે પ્રયાસ કર્યો, પણ લોકોએ અસ્વીકાર કર્યો"

દિલ્હીમાં મતદાન

ઇમેજ સ્રોત, Getty Images

રાશિદ કિદવઈ આ (જાણી જોઈને ચૂંટણી હારવાની) થીયરીને સંપૂર્ણપણે નકારે છે.

બીબીસી સાથે વાત કરતાં રાશિદ કિદવઈએ કહ્યું હતું, "કૉંગ્રેસે જાણીજોઈને પ્રયાસ ન કર્યો હોય એવું મને લાગતું નથી. પક્ષના હકારાત્મક પાસાંની વાત હોય કે નકારાત્મક પાસાંની વાત હોય, રાજકીય પંડિતો ઘણીવાર કૉંગ્રેસ વિશે અંતિમવાદી તર્ક કરતા હોય છે."

"રાજકારણમાં ઘર-પરિવાર જેવું નથી હોતું, જ્યાં લોકો એકમેક માટે સ્વેચ્છાએ ત્યાગ કરતા હોય છે. રાજકારમાં પક્ષના લાખો-કરોડો કાર્યકરો, નેતાઓ, સંસાધનો અને ખર્ચ જેવાં અનેક પાસાં જોડાયેલાં હોય છે."

રાશિદ કિદવઈએ ઉમેર્યું હતું, "મને લાગે છે કે કૉંગ્રેસે તેના તરફથી ભરપૂર પ્રયાસ કર્યા હતા, પણ દેશ અને દિલ્હીમાં જેવું વાતાવરણ છે એ કૉંગ્રેસને અનુકૂળ નથી."

"આ વખતે એક તરફ આપે કરેલા કામોનું રિપોર્ટકાર્ડ હતું તો બીજી તરફ સીએએ તથા શાહીનબાગ વિરોધપ્રદર્શન જેવા મુદ્દા હતા. એ પરિસ્થિતિમાં કૉંગ્રેસના પરંપરાગત મત છટકીને આપના ભાગમાં ચાલ્યા ગયા હતા."

રાશિદ કિદવઈ કહ્યું હતું, "શાહીનબાગ અને નાગરિકતા કાયદા જેવા મુદ્દાઓ વિશે કેજરીવાલના પક્ષે તેમનો અભિપ્રાય મુક્ત રીતે વ્યક્ત કર્યો ન હતો. તેની સામે કૉંગ્રેસ સીએએનો જોરદાર વિરોધ કરતી હતી."

"તેમ છતાં કૉંગ્રેસના પરંપરાગત નેતાઓ તેની સ્થિતિથી વાકેફ હતા અને જાણતા હતા કે કૉંગ્રેસને મત આપવાથી કોઈ લાભ નહીં થાય. તેથી કેટલાક મુદ્દે આપથી અસંતુષ્ટ હોવા છતાં તેમણે આપને જ મત આપ્યા હતા."

રાશિદ કિદવઈ માને છે કે દિલ્હી વિધાનસભાની ચૂંટણીનું પરિણામ સંપૂર્ણપણે મતદાર આધારિત છે.

તેમણે જણાવ્યું હતું કે કૉંગ્રેસે બીજેપીને હરાવવાનું નક્કી જ કરી લીધું હોત તો તેની પાસે ચૂંટણી ન લડવાનો વિકલ્પ પણ હતો, પરંતુ તેણે એવું કર્યું નહીં.

રાશિદ કિદવઈએ સવાલ કર્યો હતો, "કૉંગ્રેસનું ચૂંટણીઅભિયાન રેડિયો અને સોશિયલ મીડિયા પર જોવા મળ્યું ન હતું? કૉંગ્રેસે ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો ન હતો? કૉંગ્રેસે ખર્ચ કર્યો ન હતો?"

કૉંગ્રેસના મોટા નેતાઓની નિષ્ક્રિયતા બાબતે રાશિદ કિદવઈએ કહ્યું હતું, "અમિત શાહ અને આખી બીજેપીને આક્રમક ચૂંટણીપ્રચારનો કોઈ લાભ ન થયો હોય તો રાહુલ અને પ્રિયંકાની રેલીઓથી કૉંગ્રેસને કેટલો ફાયદો થાય? વાત એટલી જ છે કે કૉંગ્રેસે તેના તરફથી બધા પ્રયાસ કર્યા હતા, પણ મતદારોએ તેનો અસ્વીકાર કર્યો."

line

રાષ્ટ્રીય રાજકારણમાં કૉંગ્રેસને લાભ?

રાહુલ ગાંધી

ઇમેજ સ્રોત, Getty Images

સ્મિતા સિંહે જણાવ્યું હતું કે દિલ્હીમાં બીજેપીના હારવાનો લાભ કૉંગ્રેસને રાષ્ટ્રીય રાજકારણ અને વિધાનસભાઓની આગામી ચૂંટણીમાં જરૂર મળશે.

સ્મિતા સિંહે કહ્યું હતું, "બીજેપીનો ગ્રાફ જેટલો નીચો જશે એટલો ફાયદો કૉંગ્રેસને થશે, કારણ કે આટલી ખરાબ હાલત હોવા છતાં બીજેપી પછી બીજો રાષ્ટ્રીય પક્ષ કૉંગ્રેસ જ છે."

"લોકસભાની આગામી ચૂંટણી સુધીમાં લોકોનો બીજેપી પરનો ભરોસો ઓછો થશે તો તેમના માટે બીજો વિકલ્પ કૉંગ્રેસ જ હશે."

રાશિદ કિદવઈ પણ માને છે કે દિલ્હીમાં બીજેપીની હારનો ફાયદો કૉંગ્રેસને રાષ્ટ્રીય રાજકારણમાં થશે.

રાશિદ કિદવઈએ કહ્યું હતું, "અગાઉ એવું થતું હતું કે કૉંગ્રેસ એક તરફ રહેતી હતી અને બીજી બાજુ તમામ વિરોધ પક્ષો. હવે પરિસ્થિતિ પલટાઈ ગઈ છે."

"હવે એક તરફ બીજેપી હોય છે અને બાકીના વિરોધ પક્ષો બીજી તરફ. તેથી કૉંગ્રેસ આજે કોઈ પણ રીતે અગ્રણી વિરોધ પક્ષ બની રહેવા ઈચ્છે છે અને મહારાષ્ટ્ર તથા ઝારખંડમાં તેણે કર્યું તેમ, રાજ્યોમાં સત્તાનો હિસ્સો બનવાની તરકીબો પણ શોધી રહી છે."

નીરજા ચૌધરી માને છે કે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં બીજેપીની હારનો અસલી લાભ કૉંગ્રેસને દોઢ વર્ષ પછી યોજાનારી ઉત્તર પ્રદેશ વિધાનસભાની આગામી ચૂંટણીમાં મળી શકે છે.

નીરજા ચૌધરીએ કહ્યું હતું, "બિહાર અને પશ્ચિમ બંગાળમાં કૉંગ્રેસની હાલત બહુ સારી નથી, પણ ઉત્તર પ્રદેશમાં એ પ્રયાસ જરૂર કરી શકે છે."

"પ્રિયંકા ગાંધી પણ આજકાલ ઉત્તર પ્રદેશના રાજકારણમાં ઘણા સક્રીય થયાં છે. તેથી આગામી સમયમાં તેઓ ઉત્તર પ્રદેશને સાધવાના બધા પ્રયાસ કરશે એવું અનુમાન છે."

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો