બજેટસત્રના પ્રથમ સેશનમાં છેલ્લા દિવસે શું કરવા માગે છે ભાજપ?

ઇમેજ સ્રોત, PTI
ભાજપે રાજ્યસભામાં તેના સંસદસભ્યોને ત્રણ લાઇનનું વ્હિપ આપીને મંગળવારની કાર્યવાહીમાં હાજર રહેવા કહ્યું છે.
ઉપલા ગૃહમાં પાર્ટીના સભ્યોને ગમે તેવી સ્થિતિમાં પણ હાજર રહીને 'સરકારના વલણનું સમર્થન કરવું' એમ જણાવવામાં આવ્યું છે.
મંગળવારે સાંજે ચાર વાગ્યે નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ 2020ના સવાલો અંગે જવાબ આપશે.
તા. પહેલી ફેબ્રુઆરીએ બજેટ રજૂ થયું હતું અને છેલ્લા કેટલાક દિવસથી સંસદનાં બંને ગૃહમાં તેની ચર્ચા થઈ રહી છે.
ત્યારે આ બિલ માટે સીતારમણનું સમર્થન કરવા અથવા અન્ય કોઈ બિલ વોટિંગ દ્વારા પસાર કરાવવાનો સરકારનો ઇરાદો હોય તેમ જણાય છે.
બજેટસત્રની શરૂઆતમાં જ સરકારે જણાવ્યું હતું કે તે વર્તમાન સેશન દરમિયાન 45 બિલ પસાર કરાવવા ચાહે છે.

'છેલ્લો દિવસ'
મંગળવારે બજેટસત્રનો છેલ્લો દિવસ છે, ત્યારબાદ તા. બીજી માર્ચ સુધી સંસદની કાર્યવાહી મોકૂફ રહેશે.
આ પહેલાં રાજ્યસભાનો લંચબ્રેક પણ રદ કરવાની જાહેરાત કરાઈ હતી, હવે સત્તારૂઢ ભાજપના સંસદસભ્યોના વ્હિપને કારણે સસ્પેન્સ વધી ગયું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બજેટસત્રના પહેલાં તબક્કાના છેલ્લા દિવસે ભાજપ શું કરવા માગે છે તે હજુ સ્પષ્ટ નથી.
ભાજપના નેતાઓ આ અંગે ઔપચારિક રીતે કોઈ જાણકારી નથી આપી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













