ભીમા કોરેગાંવમાં હિંસાનાં બે વર્ષ બાદ આજે શું થઈ રહ્યું છે?

ભીમા કોરેગાંવ

ઇમેજ સ્રોત, HULTON ARCHIVE

મહારાષ્ટ્રના ઉપમુખ્ય મંત્રી અજિત પવાર અને પ્રકાશ આંબેડકરે બુધવારે ભીમા કોરેગાંવના યુદ્ધમાં માર્યા ગયેલા યોદ્ધાઓને પુણે નજીક આવેલા ભીમા કોરેગાંવમાં બનેલા વિજયસ્તંભ ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

આ દરમિયાન પવારે લોકોને શાંતિ જાળવી રાખવાની અપીલ કરી.

અજિત પવારે કહ્યું, "આ સ્તંભનો પોતાનો ઇતિહાસ છે. દર વર્ષે લાખો લોકો અહીં આવે છે. બે વર્ષ પહેલાં કેટલીક દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ ઘટી હતી.""જોકે, સરકાર તમામ પ્રકારની સાવધાની વર્તી રહી છે અને પોલીસનો બંદોબસ્ત ચુસ્ત છે, જેથી કોઈ પણ પ્રકારની દુર્ભાગ્યપુર્ણ ઘટના ન ઘટે."

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

બે વર્ષ પહેલાં આજના દિવસે જ એટલે કે 1 જાન્યુઆરી 2018ના રોજ મહારાષ્ટ્રના ભીમા કોરેગાંવમાં પેશ્વા બાજીરાવ સામે બ્રિટિશ સૈન્યના વિજયનો ઉજવણી કરવામાં આવી ત્યારે હિંસા ફાટી નીકળી હતી. એ હિંસામાં એક વ્યક્તિનો ભોગ લેવાયો હતો. એ ઘટનામાં કેટલાંય વાહનોને આગ ચાંપી દેવાઈ હતી.

દર વર્ષે પહેલી જાન્યુઆરીએ ભીમા કોરેગાંવમાં દલિત સમુદાય મોટી સંખ્યામાં એકઠો થાય છે અને એ દલિત યોદ્ધાઓને શ્રદ્ધાંજલિ પાઠવે છે, જેમણે વર્ષ 1818માં પેશ્વાના સૈન્યવિરુદ્ધ લડતા પોતાના પ્રાણ ગુમાવ્યા હતા.

line

2018ની પહેલી જાન્યુઆરીએ શું થયું હતું?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, ALASTAIR GRANT/AFP/GETTY IMAGES

વર્ષ 2018નું વર્ષ આ આયોજન માટે ખાસ હતું કારણ કે એ વર્ષે ભીમા કોરેગાંવના યુદ્ધને બસો વર્ષ પૂર્ણ થયાં હતાં.

પહેલી જાન્યુઆરીએ ભીમા નદીના કિનારે આવેલા મેમોરિયલ પાસે બપોરના 12 વાગ્યે જ્યારે લોકો પોતાના નાયકોને શ્રદ્ધાંજલિ આપવા માટે એકઠા થયા હતા ત્યારે હિંસા ફાટી નીકળી હતી.

એ વખતે પથ્થરમારો થયો અને વાહનોને આગ ચાંપી દેવામાં આવી. સ્થાનિક પત્રકાર ધ્યાનેશ્વર મેડગુલે જણાવે છે, "થોડા સમયમાં જ સ્થિતિ કાબૂ બહાર જતી રહી." "ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો હાજર હતા અને પોલીસકર્મી ભીડની સરખામણીએ ઓછા પડ્યા. ભાગદોડની સ્થિતિ સર્જાઈ."

પુણે ગ્રામ્યના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ સુવેઝ હકે ગત વર્ષે બીબીસીને જણાવ્યું હતું:

"બે સમૂહો વચ્ચે અથડામણ થઈ અને ત્યારે પથ્થરમારો શરૂ થઈ ગયો. પોલીસી તત્કાર સક્રિય થઈ ગઈ.""સ્થિતિ પર નિયંત્રણ મેળવવા માટે અમારે લાઠીચાર્જનો પ્રયોગ કરવો પડ્યો, જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું અને લગભગ 80 ગાડીને નુકસાન પહોંચ્યું."

line

ભીમા કોરેગાંવમાં દલિતો શા માટે ઉજવણી કરે છે?

વર્ષના પ્રથમ દિવસે હજારો દલિતો પુણેમાં ભીમા કોરેગાંવમાં આવેલા મેમોરિયલ ખાતે એકઠા થાય છે. આ જગ્યાને દલિતો પવિત્ર ગણે છે.

એવું કહેવામાં આવે છે કે ભીમા કોરેગાંવનું યુદ્ધ 1 જાન્યુઆરી, 1818ના રોજ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના સૈન્ય અને પેશ્વાના નેતૃત્વવાળી મરાઠા સેના વચ્ચે લડાયું હતું.

આ લડાઈમાં મરાઠા હાર્યા અને વિજયનું શ્રેય ઇસ્ટ ઇન્ડિયા કંપનીની મહાર રેજિમૅન્ટને અપાયું. મહાર સમુદાય એ વખતે મહારાષ્ટ્રમાં અસ્પૃશ્ય ગણાતો હતો.

માનવામાં આવે છે કે બ્રિટિશ સૈન્યમાં સામેલ દલિતો (મહારો)એ મરાઠા નહીં, પણ બ્રાહ્મણો (પેશ્વા)ને હરાવ્યા હતા.

ભીમા કોરેગાંવ

ઇતિહાસકાર અને ટીકાકાર પ્રોફેસર ઋષિકેશ કામ્બલેનો દાવો છે કે આ યુદ્ધમાં મહારોએ મરાઠાઓને નહીં, પરંતુ બ્રાહ્મણોને હરાવ્યા હતા.

બ્રાહ્મણોએ બળજબરી દલિતો પર આભડછેટ થોપી દીધી હતી. જ્યારે મહારોએ બ્રાહ્મણો સમક્ષ આભડછેટ હઠાવવાની વાત કરી તો તેઓ માન્યા નહીં એટલે મહારો બ્રિટિશ સૈન્યમાં સામેલ થઈ ગયા.

બ્રિટિશ સૈન્યે મહારોને તાલીમ આપી અને પેશ્વાઈ વિરુદ્ધ લડવાની પ્રેરણા આપી.

હકીકતમાં આ યુદ્ધ મરાઠાની શક્તિ ગણતા બ્રાહ્મણોની પેશ્વાઈ વિરુદ્ધ હતું અને મહારોએ તેમને હરાવ્યા હતા. આ લડાઈ મરાઠાઓ વિરુદ્ધ બિલકુલ નહોતી.

કામ્બલે એવું પણ જણાવે છે કે મરાઠા અને મહારો વચ્ચે કોઈ ભેદ કે કોઈ ઝઘડો હોય એવું ઇતિહાસમાં ક્યાંય નોંધાયું નથી. તેમનું માનવું છે કે જો બ્રાહ્મણોએ આભડછેટ દૂર કરી નાખી હોત, તો કદાચ આ યુદ્ધ લડાયું જ ન હોત.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો