રાહુલ ગાંધીની 'રેપ ઇન ઇન્ડિયા'ની ટિપ્પણી સામે સ્મૃતિ ઈરાનીની ચૂંટણીપંચમાં ફરિયાદ

નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Getty Images

કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીના 'રેપ ઇન ઇન્ડિયા'ના નિવેદનને લઈને લોકસભામાં હંગામો થયો અને એ પછી ભાજપના નેતાઓએ રાહુલ ગાંધીને ઘેરવાના પ્રયાસ કર્યા.

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીનું કહેવું છે કે 'રાહુલ ગાંધીની 'રેપ ઇન ઇન્ડિયા'ની ટિપ્પણી સામે અમે ચૂંટણીપંચમાં ફરિયાદ કરી છે.'

સંસદમાં સ્મૃતિ ઈરાની રાહુલ ગાંધીના નિવેદન પર ભડક્યાં હતાં અને તેમને રાહુલ ગાંધીને સજા થવી જોઈએ એવી માગ પણ કરી હતી.

ભાજપનાં તમામ મહિલા સંસદસભ્યો રાહુલ ગાંધી માફી માગે એવી માગ કરી રહ્યાં છે.

કૉંગ્રેસના નેતાઓએ નરેન્દ્ર મોદી અને ભાજપના નેતાઓ પર વળતા પ્રહારો કર્યા હતા.

line

એ નિવેદન જેનાથી વિવાદ થયો

રાહુલ ગાંધી

ઇમેજ સ્રોત, Getty Images

ઝારખંડમાં યોજાયેલી એક જાહેર સભામાં રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું.

રાહુલ ગાંધીએ કહ્યું, "દેશમાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે 'મેક ઇન ઇન્ડિયા', કહ્યું હતું ને? પણ દેશમાં દરેક જગ્યાએ 'રેપ ઇન ઇન્ડિયા' છે."

રાહુલ ગાંધીના આ નિવેદનનો વિવાદ ઝારખંડની સભાથી સંસદ સુધી પહોંચ્યો હતો.

જોકે સમગ્ર વિવાદમાં કૉંગ્રેસે પણ ભાજપ પર પલટવાર કર્યો છે.

line

નરેન્દ્ર મોદીના વીડિયોથી પલટવાર

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદીનો એક વીડિયો શુક્રવારે સવારે ટ્વીટ કર્યો હતો.

જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીને 'રેપ કૅપિટલ' કહી રહ્યા છે.

રાહુલ ગાંધીએ તેમના ટ્વીટમાં લખ્યું છે, "મોદીએ માફી માગવી જોઈએ. ઉત્તર-પૂર્વમાં આગ લગાવવા માટે, ભારતીય અર્થવ્યવસ્થાને બરબાદ કરવા માટે અને તેમના ભાષણ માટે, જેની ક્લિપ અહીં ઍટેચ કરું છું."

આ વીડિયોમાં નરેન્દ્ર મોદી કહી રહ્યા છે, "દિલ્હીને જે રીતે રેપ કૅપિટલ બનાવી દીધું છે એના કારણે પૂરી દુનિયામાં ભારતની બેઇજ્જતી થઈ રહી છે."

આ વીડિયોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાજકીય આક્ષેપો કરતા પણ જોવા મળે છે.

રાહુલ ગાંધીના આ ટ્વીટને કૉંગ્રેસના નેતાઓએ રિટ્વીટ કરવાનું શરૂ કર્યું હતું.

આ વીડિયોની બીબીસી દ્વારા સ્વતંત્ર પુષ્ટિ કરાઈ નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો