You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
#ArrestRamdev : બાબા રામદેવની ધરપકડની માગ કેમ થઈ રહી છે? - સોશિયલ
રવિવારથી સોશિયલ મીડિયામાં યોગગુરુ બાબા રામદેવ અને પતંજલિ છવાયા છે. લોકો રામદેવની ધરપકડ થાય તેવી માગ કરી રહ્યા છે.
એક તરફ #ArrestRamdevનો અને #BoycottPatanjali ટ્રૅન્ડ ચાલ્યો તો બીજી તરફ સામે #WeSupportPatanjaliProducts #Salute_बाबा_रामदेव ટ્રૅન્ડ પણ જોવા મળ્યો.
પતંજલિના સંસ્થાપક બાબા રામદેવે બાબા રામદેવે એક ચૅનલને આપેલી મુલાકાતમાં ડૉ. બી. આર. આંબેડકર અને પેરિયાર ઈવી રામાસ્વામીના સમર્થકો વિશે કથિત રીતે અપમાનજનક ટિપ્પણી કરી હતી.
બાબા રામદેવે કથિત રીતે દલિતો, આદિવાસી સમૂહ, મુસ્લિમ અને દિવંગત પેરિયારના સમર્થકો પર 'બૌદ્ધિક આતંકવાદ' ફેલાવાનો આરોપ લગાવ્યો છે.
અઠવાડિયા અગાઉની આ ટીવી મુલાકાત પર અનેક મિમ્સ બન્યા હતા.
આ મુલાકાતમાં તેમણે ઍન્કર અર્ણવ ગૌસ્વામીને ઊંચકી લીધા તેના પણ મિમ બન્યા હતા.
જોકે, રવિવારે મામલો બદલાઈ ગયો અને બાબા રામદેવની ધરપકડની માગ થઈ હતી.
ઑલ ઇન્ડિયા આંબેડકર મહાસભા, અખિલ ભારતીય પછાત અને અલ્પસંખ્યક સમુદાય કર્મચારી સંઘ અને ભીમ આર્મીએ બાબા રામદેવના નિવેદનની ટીકા કરી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગૌતમ ભારતીએ લખ્યું કે રામદેવે તમામ હદો પાર કરી દીધી છે. તેઓ હંમેશાં બહુજન સમાજ વિરુદ્ધ બોલતાં રહે છે.
હંસરાજ મિણાએ લખ્યું કે તમે હજુ સુધી માફી નથી માગી? તમારી આ હિમ્મત? આ હિમ્મત ક્યાંથી આવે છે?
તો પતંજલિની પ્રોડક્ટના બહિષ્કારની પણ અપીલ કરવામાં આવી હતી.
આંબેડકર મહાસભાના અધ્યક્ષ અશોક ભારતીએ કહ્યું કે રામદેવ દ્વારા ઉચ્ચારાયેલા શબ્દોને સહન નહીં કરાય. તેઓએ પોતાને મનુવાદીના રૂપમાં વ્યક્ત કર્યા છે. અમે પતંજલિની ચીજવસ્તુઓના બહિષ્કારનું એલાન કર્યું છે.
ડૉ. સુનીલકુમાર મિણાએ ટ્વિટર પર લખ્યું કે રામદેવે મહાન આંબેડકર, પેરિયાર અને બિરસાનું અપમાન કર્યું છે. અમે તેમનો અને તેમની પ્રોડક્ટનો બહિષ્કાર કરીએ છીએ.
તો બીજી બાજુ સોશિયલ મીડિયામાં રામદેવના સમર્થકો પણ જોવા મળ્યા હતા.
#ArrestRamdevના ટ્રૅન્ડ સામે #WeSupportPatanjaliProducts #Salute_बाबा_रामदेव ટ્રૅન્ડ પણ જોવા મળ્યો હતો.
ન્યૂઝચૅનલને આપેલા ઇન્ટરવ્યૂમાં બાબા રામદેવે દાવો કર્યો હતો કે આપણે લેનિન, માર્ક્સ અને માઓની જરૂર નથી. તેમણે કહ્યું હતું કે તેમના વિચારો ભારતીય સંસ્કૃતિની વિરુદ્ધના હતા.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો