Helpline 112 : મુશ્કેલીમાં મહિલા હેલ્પલાઇન 112 ઉપરથી કેવી મદદ મેળવી શકે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
આકસ્મિક સંજોગોમાં મહિલાઓ '112' સિંગલ ઇમર્જન્સી નંબર ડાયલ કરીને પોલીસ, અગ્નિશામક દળ, આરોગ્ય, આપત્તિ સંચાલન અને સ્ત્રીસુરક્ષાને લગતા આકસ્મિક સંજોગોમાં મદદ મેળવી શકે છે. ભારતમાં પણ અમેરિકાના '911'ની જેમ સિંગલ ઇમર્જન્સી હેલ્પલાઇન શરૂ કરવામાં આવે એવી માગ ઘણા સમયથી થઈ રહી હતી. આખરે ભારત સરકારે આ દિશામાં આગળ વધીને ફેબ્રુઆરી, 2019માં '911' જેવી જ સિંગલ ઇમર્જન્સી હેલ્પલાઇન '112' શરૂ કરી દીધી છે.
અહીં નોંધનીય છે કે માત્ર અમેરિકા જ નહીં, પરંતુ ઘણા વિકસિત દેશોમાં વિવિધ આકસ્મિક સેવાઓ પૂરી પાડવા માટે 'સિંગલ ઇમર્જન્સી હેલ્પલાઇન નંબર' અસ્તિત્વમાં છે.
આથી આપત્તિ સમયે પીડિતે અલગ-અલગ હેલ્પલાઇનનો સંપર્ક સાધવાની ભાંજગડ નથી રહેતી.
એનડીટીવી ડોટ કૉમના એક અહેવાલ પ્રમાણે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા દેશના 27 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં આ સેવા શરૂ કરી દેવાઈ છે.

સ્ત્રીઓ અને બાળકો માટે ખાસ ફીચર
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
112.gov.in પરની માહિતી પ્રમાણે જ્યારે કોઈ સ્ત્રી કે બાળક કોઈ આકસ્મિક પરિસ્થિતિમાં ફસાઈ જાય, ત્યારે તાત્કાલિક મદદ મેળવવા માટે તેઓ આ ઍપના 'શાઉટ' ફીચરનો ઉપયોગ કરી શકે છે.
આ ફીચરની મદદથી સરકારી મદદ આવે એ પહેલાં આસપાસના વિસ્તારના નોંધાયેલા સ્વયંસેવકો મુસીબતમાં સપડાયેલાં બાળકો કે મહિલાની મદદે આવી જાય છે.
'112' મોબાઇલ ઍપ ગૂગલ પ્લે સ્ટોર અને આઈફોન યૂઝર્સ ઍપલ સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકે છે.

'112'માં કઈ-કઈ સુવિધાઓ ઉપલબ્ધ
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images
ભારતમાં '112'ના આગમનને કારણે નાગરિકોને જુદી-જુદી આકસ્મિક પરિસ્થિતિઓમાં જુદી-જુદી હેલ્પલાઇનમાં ફોન નહીં કરવા પડે.
હવે માત્ર '112' ડાયલ કરીને કોઈ પણ પ્રકારના આકસ્મિક સંજોગોમાં ઝડપથી મદદ મેળવી શકાશે. આ સિવાય મહિલાઓ SMS, વેબ રિકવેસ્ટ અને પૅનિક બટનની મદદથી પણ આવા સંજોગોમાં મદદ મેળવી શકે છે.
112.gov.in પર ઉપલબ્ધ માહિતી અનુસાર આકસ્મિક પરિસ્થિતિમાં મદદ મેળવવા માટે યુઝર સીધા જ '112' ડાયલ કરી શકશે કાં તો સ્માર્ટફોનમાં રહેલા પાવર બટનને 3 વખત પ્રેસ કરવાથી ઇમર્જન્સી રિસ્પૉન્સ સેન્ટર (ERC)ને પૅનિક કૉલ લાગી જશે.
આ સિવાય કોઈ પણ વ્યક્તિ આકસ્મિક સંજોગોમાં મદદ મેળવવા માટે જે તે રાજ્યની ઇમર્જન્સી રિસ્પૉન્સ સપોર્ટ સિસ્ટમ (ERSS) વેબસાઇટ પર જઈને ઈ-મેઇલ કરી શકે છે. ઉપરાંત આ જ વેબસાઇટ પરથી રાજ્ય ERCને SOS ઍલર્ટ મોકલી શકે છે.
જો કોઈ વ્યક્તિ પાસે સ્માર્ટફોન ન હોય તો, તે આવા સંજોગોમાં મદદ મેળવવા માટે 5 અથવા 9 નંબરનું બટન થોડી વાર સુધી પ્રેસ કરી રાખીને પણ આકસ્મિક પરિસ્થિતિમાં મદદ મેળવી શકે છે.

અન્ય લાભો

ઇમેજ સ્રોત, Getty Images
ઇકૉનૉમિક ટાઇમ્સના અહેવાલ પ્રમાણે આ સુવિધાઓ દરેક મોબાઇલ ફોનધારક દ્વારા મેળવી શકાશે. આ સિવાય સરકારે શરૂઆતના તબક્કામાં આ હેલ્પલાઇન પર આવેલા ફોન માટે 10 થી 12 મિનિટનો રિસ્પૉન્સ ટાઇમ નક્કી કરાયો હતો, પરંતુ સરકારે હવે તેમાં સુધારો કરીને આ રિસ્પૉન્સ ટાઇમ 8 મિનિટ સુધી ઘટાડવાના પ્રયત્ન કરવાનો નિર્ણય લીધો છે.
આ સિવાય ઘણી વાર જુદી-જુદી હેલ્પલાઇનો પર ફોન કરવામાં આવે, ત્યારે આકસ્મિક સંજોગોમાં ફસાયેલા લોકોને પોતાના વારા માટે રાહ જોવી પડે છે.
પરંતુ '112'ના આગમનના કારણે પ્રાદેશિક હેલ્પલાઇનો પર વધારે કામનો બોજો નહીં આવે અને વેઇટિંગ પિરિયડ ઘટશે.
112.gov.in પરની માહિતી અનુસાર મુશ્કેલી સમયે જ્યારે કોઈ વ્યક્તિ '112' ડાયલ કરશે, ત્યારે તેમની મદદ માટે તરત જ નજીકમાં રહેલા ઇમર્જન્સી રિસ્પોન્સ વ્હિકલને સૂચિત કરી દેવાશે.
આ સિવાય આકસ્મિક પરિસ્થિતિમાં '112'નો સંપર્ક સાધનાર વ્યક્તિના લોકેશન માટે ઑટોમૅટિક લોકેશન આઇડેન્ટિફિકેશન ટેક્નૉલૉજીનો ઉપયોગ કરાશે.
અન્ય હેલ્પલાઇનની જેમ જ દરેક નાગરિક '112'ની સેવા દિવસ-રાત ગમે ત્યારે મેળવી શકશે.
આ સિવાય ઇમર્જન્સી વ્હિકલના લાઇવ ટ્રૅકિંગની સુવિધા પણ '112' ઍપમાં આપવામાં આવી છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












