You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અયોધ્યા વિવાદનો ચુકાદો : 'હિંદુ આસ્થાને મહત્ત્વ મળવું નિરાશાજનક'
અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં એક ખાસ રિપોર્ટનો ઉલ્લેખ કર્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે બાબરી મસ્જિદની નીચે કોઈ હિંદુ મંદિર ન હતું.
કોર્ટે સ્વીકાર્યું કે બાબરી મસ્જિદની નીચે એક સંરચના મળી આવી હતી, જે ઇસ્લામિક નહોતી. અયોધ્યા પર ફેંસલો સંભળાવતા મુખ્ય ન્યાયાધીશ જસ્ટીસ રંજન ગોગોઈએ કહ્યું કે પુરાતત્વવિજ્ઞાનને અવગણી શકાય નહીં.
'રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ : અ હિસ્ટૉરિયન્સ રિપોર્ટ ટૂ ધ નેશન'ને ચાર સ્વતંત્ર ઇતિહાસકારોની ટીમે તૈયાર કર્યો છે. આ રિપોર્ટને સરકારને સોંપવામાં આવ્યો હતો.
પ્રોફેસર સૂરજ ભાણ, અતહર અલી, આર. એસ. શર્મા અને ડી. એન. જ્હાએ ઐતિહાસિક અને પુરાતાત્ત્વિક પુરાવાની તપાસ કરીને પોતાના રિપોર્ટમાં એ માન્યતાને નકારી દીધી, જેમાં કહેવામાં આવતું હતું કે બાબરી મસ્જિદ નીચે એક હિંદુ મંદિર હતું.
રિપોર્ટના લેખક અને જાણીતા ઇતિહાસકાર પ્રોફેસર ડી. એન. જ્હાએ સુપ્રીમ કોર્ટના ચુકાદા પર પોતાની પ્રતિક્રિયા આપી છે.
પ્રોફેસર ડી. એન. જ્હાનો દૃષ્ટિકોણ
આ ટીમના પ્રોફેસરો સૂરજ ભાણ, અતહર અલી, આર. એસ. શર્મા અને ડી. એન. જ્હાએ બાબરી મસ્જિદની જમીનની હેઠળ હિંદુ મંદિર હોવાનાના દાવાને ફગાવતા ઐતિહાસિક અને પુરાતત્ત્વના પુરાવા એકઠા કર્યા હતા. ચુકાદાને લઈને તેમણે પોતાની પ્રતિક્રિયા રજૂ કરી હતી.
જ્યારે તેમને પૂછવામા આવ્યું કે તેઓ ચુકાદાને કઈ રીતે જૂએ છે ત્યારે તેમણે કહ્યું, "ચુકાદો હિંદુ શ્રદ્ધાને પ્રાથમિકતા આપે છે અને ક્ષતિપૂર્ણ પુરાતત્ત્વ વિજ્ઞાનને ચુકાદાનો આધાર બનાવાયું છે. આખરે એવું કહી શકાય કે ચુકાદો ભારે નિરાશાજનક છે."
પોતાના ફૅક્ટ ફાઇન્ડિંગ રિપોર્ટ અંગે વાત કરતાં તેમણે જણાવ્યું, "બાબરી મસ્જિદને ધ્વંશ કરાઈ એ પહેલાં અમે સોંપેલા રિપોર્ટમાં એ વખતે હાજર તમામ પુરાવાને ધ્યાને લીધા હતા. એની ઝીણવટપૂર્ણ તપાસમાં અમને જાણવા મળ્યું હતું કે મસ્જિદની જમીનની નીચે કોઈ રામમંદિર નહોતું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ મામલે આર્કિયૉલૉજીકલ સર્વે ઑફ ઇન્ડિયા(ASI)ની ભૂમિકા અંગે વાત કરતાં તેમણે જણાવ્યું, "અયોધ્યાના વિવાદમાં એએસઆઈએ શંકાસ્પદ ભૂમિકા ભજવી છે. ધ્વંશ પહેલાં જ્યારે અમે અયોધ્યાની પ્રાચીનતા શોધવા માટે પુરાના કિલ્લા ગયા ત્યારે ASIએ અગત્યના પુરાવા ધરાવતી ''ટ્રૅન્ચ 4'ની નોંધપોથી નહોતી આપી."
"પુરાવાને દબાવવાની આ સ્પષ્ટ વાત હતી અને ધ્વંશ બાદ ASIએ પહેલાંથી જ મન બનાવીને ખનન કર્યું. એમણે પુરાવા છુપાવ્યા હતા અને વિરોધી થિયરી ઊભી થઈ. ASI પાસેથી લોકો વૈજ્ઞાનિક ઢબે ખનનની અપેક્ષા રાખે છે.
આ ચુકાદાનો ભારત માટે શો અર્થ થાય એવું પૂછતાં તેમણે જણાવ્યું, "ચુકાદો બહુમતીવાદ તરફ આંગળી ચીંધે છે અને તે આપણા દેશ માટે સારી વાત નથી."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો