You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Ayodhya Verdict: સુપ્રીમ કોર્ટના ચુકાદાની દસ મહત્ત્વપૂર્ણ બાબતો 2 મિનિટમાં વાંચો
રામજન્મભૂમિ અને બાબરી મસ્જિદ જમીનના વિવાદ પર સુપ્રીમ કોર્ટના વડા ન્યાયાધીશ જસ્ટીસ રંજન ગોગોઈએ ફેંસલો સંભળાવી દીધો છે. 40 દિવસો સુધી ચાલેલી સુનાવણી બાદ શનિવારે દાયકા જૂના આ વિવાદનો નિર્ણય આવી ગયો.
ફેંસલાની મહત્ત્વની વાતો
- જ્યાં બાબરી મસ્જિદના ગુંબજ હતા હતા એ હિંદુપક્ષને મળશે.
- કોર્ટે કહ્યું કે સુન્ની વકફ બોર્ડને મસ્જિદ બનાવવા માટે પાંચ એકર અલગથી અનુકૂળ જમીન આપવામાં આવશે.
- જમીન પર હિંદુઓનો દાવો યોગ્ય છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ત્રણ મહિનાની અંદર અયોધ્યા પર એક કાર્યયોજના તૈયાર કરવા પણ કહ્યું છે.
- કોર્ટે એવું પણ જણાવ્યું કે આ ટ્રસ્ટમાં નિર્મોહી અખાડાને સામેલ કરવો કે કેમ એ નિર્ણય કેન્દ્ર સરકાર લેશે.
- નિર્મોહી અખાડાનો દાવો ફગાવી દેવાયો. કોર્ટે કહ્યું કે આસ્થાના આધાર પર માલિકીની હક આપી ન શકાય.
- સુપ્રીમ કોર્ટના ફેંસલા પર સુન્ની વકફ બોર્ડના વકીલ ઝફરયાબ ઝિલાનીએ કહ્યું કે તેઓ આ નિર્ણયથી અસંતુષ્ટ છે. જોકે, તેમણે શાંતિ બનાવી રાખવાની અપીલ કરી છે.
- કોર્ટે સ્વીકાર્યું કે બાબરી મસ્જિદની નીચે એક સંરચના મળી આવી હતી, જે ઇસ્લામિક નહોતી. અયોધ્યા પર ફેંસલો સંભળાવતા મુખ્ય ન્યાયાધીશ જસ્ટીસ રંજન ગોગોઈએ કહ્યું કે પુરાતત્વવિજ્ઞાનને અવગણી શકાય નહીં.
કોણે શું કહ્યું?
સંઘના વડા મોહન ભાગવતે શું કહ્યું?
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે આ ચુકાદાનું સ્વાગત કર્યું છે.
તેમણે કહ્યું, "સુપ્રીમ કોર્ટના આ નિર્ણયનું અમે સ્વાગત કરીએ છીએ. આ કેસ દાયકાથી ચાલી રહ્યો હતો અને તેના સાચો ઉકેલ આવ્યો છે. તેને હાર કે જીત તરીકે ન જોઈ શકાય. સમાજમાં શાંતિ અને સદ્ભાવ જાળવી રાખવાના સૌના પ્રયાસની અમે સરાહના કરીએ છીએ."
"સત્ય અને ન્યાયને ઉજાગર કરનાર તમામ ન્યાયમૂર્તિઓને અભિનંદન પાઠવું છે. બલિદાનીઓનું કૃતજ્ઞતાપૂર્વક સ્મરણ કરું છું."
13:00 ચુકાદા અંગે વડા પ્રધાન મોદીએ શું કહ્યું?
રામમંદિર અને બાબરી મસ્જિદના વિવાદ પર સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રતિક્રિયા વ્યક્ત કરતાં કહ્યું કે આ ચુકાદાને કોઈની હાર કે જીતના રૂપમાં ન જોવો જોઈએ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે પોતાના અધિકૃત ટ્વિટર હૅન્ડલ પર જણાવ્યું, "દેશના સર્વોચ્ચ ન્યાયાલયે પોતાનો ફેંસલો સંભળાવી દીધો છે. આ ફેંસલાને કોઈની હાર કે જીતના રૂપે ન જોવો જોઈએ."
"રામભક્તિ હોય કે રહીમભક્તિ, આ સમય આપણા સૌ માટે ભારતભક્તિની ભાવનાને સશક્ત બનાવવાનો છે. દેશવાસીઓને મારી અપીલ છે કે શાંતિ, સદ્ભાવ અને એકતા બનાવી રાખે."
અમે રામમંદિર બને તેના હિમાયતી છીએ- કૉંગ્રેસ
કૉંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપ સુરજેવાલા જણાવ્યું છે કે કૉંગ્રેસ રામમંદિરના નિર્માણની પક્ષધર છે.
અયોધ્યામાં રામમંદિર-બાબરી મસ્જિદના વિવાદ મામલે સુપ્રીમ કોર્ટે સંભળાવેલા ફેંસલા પર પત્રકારોએ સુરજેવાલાને પૂછ્યું કે રામમંદિર બનવું જોઈએ કે કેમ?
પત્રકારોના પ્રશ્નનો જવાબ આપતા સુરજેવાલાએ જણાવ્યું, "સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવી ગયો છે અને સ્વાભાવિક રીતે આપના પ્રશ્નનો જવાબ હામાં છે. ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ ભગવાન શ્રી રામના મંદિરના નિર્માણની પક્ષધર છે."
ઓવૈસીએ અસંતોષ વ્યક્ત કર્યો
'ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસલમિન'ના નેતા અસદુદ્દીન ઓવૈસીએ આ ફેંસલા પર અસંતોષ વ્યક્ત કર્યો.
તેમણે કહ્યું, "હું એ તમામ વકીલોનો આભાર માનું છું જેઓ મુસ્લિમો તરફથી કેસ લડ્યા. ફેંસલાથી હું સંતુષ્ટ નથી. જેમણે બાબરી મસ્જિદ તોડી, એમને જ મંદિર બનાવવાનું કામ શરૂ કરવા અદાલતે કહ્યું."
"પાંચ એકર જમીનનો ચુકાદો આપ્યો છે, હિંદુસ્તાનના મુસ્લિમ એટલા દરિદ્ર નથી કે 5 એકર જમીન ન ખરીદી શકે. અમને ખેરાત નથી જોઈતી. અમે કાયદાકીય હક માટે લડી રહ્યા હતા. આપણે પાંચ એકરની ઑફરને નકારવી જોઈએ. દેશ હિંદુરાષ્ટ્રના રસ્તે જઈ રહ્યો છે."
અયોધ્યા કેસના ચુકાદા મામલે સુન્ની વકફ બોર્ડના વકીલ ઝફરયાબ ઝિલાનીએ શું કહ્યું?
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો