You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અયોધ્યા ચુકાદાના દિવસે ‘હિંદુ-મુસ્લિમ ભાઈભાઈ’ હૅશટૅગ ટ્રેન્ડ થયું
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
દાયકાઓ જૂના રામજન્મભૂમિ વિવાદના ચુકાદાના દિવસે ટ્વિટર પર 'હિંદુ-મુસ્લિમ ભાઈભાઈ' હૅશટૅગ ટ્રેન્ડ થઈ રહ્યું છે.
અહીં નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં વિવાદિત જમીનનો ટુકડો હિંદુ પક્ષકાર રામલલ્લા વિરાજમાનને સોંપવાનો હુકમ કર્યો છે.
ટ્વિટર પર સંખ્યાબંધ યૂઝર્સ પોતાના ટ્વિટર અકાઉન્ટ પર 'હિંદુ-મુસ્લિમ ભાઈ ભાઈ' હૅશટૅગ સાથે રસપ્રદ ટ્વીટ કરી રહ્યાં છે.
નોંધનીય છે કે પોલીસ તંત્ર અને સુરક્ષા દળો દ્વારા ચુકાદાના દિવસે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ન વણસે એ માટે સોશિયલ મીડિયાની પોસ્ટ પર નજર રાખવામાં આવી રહી છે.
ત્યારે ઘણા નાગરિકો પણ પોતાના સોશિયલ મીડિયા દ્વારા શાંતિસંદેશા શૅર કરીને આ દિશામાં પોતાની ફરજ પણ બજાવી રહ્યા છે.
નોંધનીય છે કે ટ્વિટર પર લગભગ 10 હજાર યૂઝર્સ દ્વારા 'હિંદુ-મુસ્લિમ ભાઈભાઈ' હૅશટૅગ સાથે ટ્વીટ કરવાનું શરૂ કરી દીધું છે.
હિંદુ-મુસ્લિમ ભાઈ ભાઈ
ટ્વિટર પર સંખ્યાબંધ યુઝર્સે 'હિંદુ-મુસ્લિમ ભાઈ ભાઈ' હૅશટૅગ સાથે અયોધ્યા કેસના ચુકાદા બાદ દેશમાં સામાન્ય વાતાવરણ જળવાઈ રહે એ માટે ટ્વીટ કરી રહ્યાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ક્રિષ્ણકાન્ત નામના એક યૂઝરે પોતાના ટ્વિટર અકાઉન્ટ પર આ હૅશટૅગ સાથે લખ્યું કે, 'આજે તમારામાંથી કેટલા લોકો એક ધર્માંધ વ્યક્તિની જેમ નહીં, પરંતુ એક ભારતીયની જેમ વર્તશે.'
મોહમ્મદ ફ્યુચરવાલાનામના એક યૂઝરે આ હૅશટૅગ સાથે લખ્યું કે, 'ભલે ચુકાદો કોઈની પણ તરફેણમાં આવે, આપણે રહીએ છીએ એ ભારત ક્યારેય નહીં બદલાય... આ મારો દેશ છે, આ આપણો દેશ છે.'
પુષ્પીંદર કૌર નામનાં એક ટ્વિટર યુઝરે પોતાના અકાઉન્ટ દ્વારા આ હૅશટૅગ સાથે ટ્વીટ કરીને લખ્યું કે, 'સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ કૃપા કરીને શાંતિ જાળવજો.'
પ્રશાંત મંડલ નામના યૂઝરે લખ્યું કે, 'આપણે બધા ભારતીયો એક છીએ. ભલે ચુકાદો કોઈની પણ તરફેણમાં આવે, આપણે તો શાંતિ અને ભાઈચારાનો જ પ્રચાર કરવાનો છે.'
સોશિયલ મીડિયા પર તંત્રની નજર
અહીં નોંધનીય છે કે આખા દેશનાં પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર દ્વારા સોશિયલ મીડિયા દ્વારા હિંસા ભડકાવનારા કે શાંતિ ભંગ થાય એવા સંદેશાઓ ન મોકલવામાં આવે એ માટે તકેદારી રાખવામાં આવી છે. આવું કરનાર લોકો પર કડક કાર્યવાહી કરવાની પણ અધિકારીઓને જાણ કરી દેવાઈ છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો