You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Top News: 2018-19માં બૅંકોમાં 71,542.93 કરોડની છેતરપિંડી થઈ, RBIનો અહેવાલ
ભારતીય રિઝર્વ બૅંકના વાર્ષિક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ગયા વર્ષની સરખામણીએ બૅંકોમાં દ્વારા છેતરપિંડીની ઘટનામાં 15 ટકા વધારો થયો છે અને તેની રકમમાં 73.8 ટકાનો વધારો થયો છે.
આરબીઆઈના વાર્ષિક અહેવાલ મુજબ નાણાકીય વર્ષ 2018-19માં બૅંકોમાં 71,542.90 કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ, જે રકમ 2017-18 દરમિયાન 41,167.04 રૂપિયા હતી.
આ રિપોર્ટમાં છેતરપિંડીના 6,801 કેસ ગણાવાયા છે. જે વર્ષ 2017-18માં 5,916 હતા.
આ વર્ષે સાર્વજનિક બૅંકોમાં છેતરપિંડીની ઘટનાઓ સૌથી વધુ છે. વેબસાઇટ જણાવે છે કે છેતરપિંડી થવા અને બૅંકને તેની જાણ થવા વચ્ચે સરેરાશ 22 મહિનાનું અંતર હતું.
100 કરોડથી મોટી રકમની છેતરપિંડી અંગે બૅંકને જાણ થવાનો સમય સરેરાશ 55 મહિના રહ્યો છે.
દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ટીમમાં ધોની નહીં
દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ત્રણ ટી-20 મૅચની સિરીઝ માટે ગુરુવારે ભારતીય ટીમની જાહેરાત થઈ છે.
ટીમમાં મહેન્દ્ર સિંહ ધોનીનું નામ સામેલ નથી. યુવા ખેલાડી ઋષભ પંત જ વિકેટ કીપિંગની જવાબદારી સંભાળશે. જ્યારે કૅપ્ટન વિરાટ કોહલી જ રહેશે.
હાર્દિક પંડ્યા ટીમમાં પાછા ફર્યા છે. તેમને વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધની સિરીઝમાં આરામ આપવામાં આવ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભુવનેશ્વર કુમારને ટીમમાં નથી સમાવાયા. તેઓ વેસ્ટ ઇન્ડિઝ સામેની ટી-20 ટીમમાં હતા. તે ઉપરાંત જસપ્રીત બુમરાહને પણ આ ટી20 સિરીઝમાં આરામ આપવામાં આવ્યો છે.
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ ટી-20 મૅચની સિરીઝ 15 સપ્ટેમ્બરે શરૂ થશે.
પહેલી મૅચ ધર્મશાલા, બીજી 18 સપ્ટેમ્બરે મોહાલી અને ત્રીજી મૅચ 22 સપ્ટેમ્બરે બેંગલુરુમાં રમાશે. ત્યાર બાદ ત્રણ ટેસ્ટ મૅચની સિરીઝ રમાશે.
દીપા મલિકને રાજીવ ગાંધી ખેલ રત્ન
પૅરાઑલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર દીપા મલિકને રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો.
દીપા મલિકે એફ-53 કૅટેગરીમાં શોર્ટ પુટમાં વર્ષ 2016માં રિયો પૅરા ઓલંપિકમાં સિલ્વર મેડલ જીત્યો હતો.
આવતા મહિને 49 વર્ષનાં થવા જઈ રહેલા દીપા મલિક આ પુરસ્કાર જીતનારા સૌથી મોટી ઉંમરના ખેલાડી છે.
હરિયાણાના દીપાને એશિયન અને કૉમનવૅલ્થ ગેમ્સ ચૅમ્પિયન પુનિયા સાથે સંયુક્ત રીતે આ એવોર્ડ અપાયો છે.
તેઓ હાલ કઝાકિસ્તાનમાં યોજાનારી આગામી ચૅમ્પિયનશીપની તૈયારીમાં વ્યસ્ત છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો