You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કાશ્મીર મામલે રાહુલ ગાંધી અને પાકિસ્તાનના મંત્રી સામસામે
કાશ્મીર મામલે રાહુલ ગાંધી અને પાકિસ્તાનના મંત્રી સામસામે આવી ગયા છે. રાહુલ ગાંધીની ટ્વીટ પર પાકિસ્તાનના વિજ્ઞાન અને ટૅકનૉલૉજીમંત્રીએ પ્રતિક્રિયા આપી છે.
ફવાદ ચૌધરીએ રાહુલ ગાંધીની ટ્વીટ પર લખ્યું કે ''તમારી રાજનીતિની સૌથી મોટી સમસ્યા કન્ફ્યૂઝન છે. તમારે સત્ય તરફ ઝોક રાખવો જોઈએ, જેમ સાથે તમારા પરદાદા મજબૂતીથી ઊભા હતા. નહેરૂ ભારતીય ધર્મનિરપેક્ષતા અને ઉદાર વિચારનું પ્રતીક હતા. યે દાગ દાગ ઉજાલા યે શબ-ગઝીદા સહર, વો ઇંતજાર થા જિસકા યે વો સહર તો નહીં...''
ટ્વીટની છેલ્લી લીટીમાં એમણે ટાંકી છે તે પ્રખ્યાત શાયર ફૈઝની કવિતાની પંકિતઓ છે. ફૈઝ અહેમદ ફૈઝે આ કવિતા અંગ્રેજો સામે આઝાદી મળી એ પછી લખી હતી.
રાહુલ ગાંધીએ શું કહ્યું હતું?
જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ કરાયા પછી રાહુલ ગાંધીએ પહેલીવાર પાકિસ્તાનને નિશાને લઈને ટ્વીટ કર્યું હતું.
કાશ્મીર મુદ્દે સંયુક્ત રાષ્ટ્રને લખેલા કથિત પત્રમાં પાકિસ્તાને કૉંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીનો ઉલ્લેખ કરીને કહ્યું કે એમણે પણ કાશ્મીર ખીણની હાલત પર ચિંતા વ્યક્ત કરી છે.
રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું કે 'હું આ સરકાર સાથે અનેક મુદ્દાઓ પર અસહમત છું, પરંતુ હું એ સ્પષ્ટ કરી દઉં છું કે કાશ્મીર ભારતનો આંતરિક મામલો છે અને પાકિસ્તાન કે અન્ય કોઈ માટે એમાં દખલગીરીને અવકાશ નથી.
રાહુલ ગાંધીએ કહ્યું કે કાશ્મીરમાં હિંસા એ પાકિસ્તાનપ્રેરિત છે.
પોતાના એક ટ્વીટમાં એમણે પાકિસ્તાન ઉપર પણ નિશાન પણ સાધ્યું. રાહુલ ગાંધીએ લખ્યું કે જમ્મુ-કાશ્મીરમાં હિંસા થઈ છે. ત્યાંની હિંસાને પાકિસ્તાન તરફથી ઉશ્કેરણી અને સમર્થન મળે છે, જેને દુનિયાભરમાં આતંકવાદના સમર્થક તરીકે જોવામાં આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પાકિસ્તાનના કથિત પત્રમાં રાહુલ ગાંધીના ઉલ્લેખ પર કૉંગ્રેસે કહ્યું કે આમાં રાહુલ ગાંધીનું નામ લેવું એ પાકિસ્તાનની શરારત છે. કૉંગ્રેસે એમ પણ કહ્યું કે આખી દુનિયા જાણે છે કે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ ભારતનું અભિન્ન અંગ હતું, છે અને રહેશે.
ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી અને વિપક્ષના નેતાઓનું એક પ્રતિનિધિમંડળ શનિવારે શ્રીનગર પહોંચ્યું હતું, પરંતુ તેમને ઍરપૉર્ટથી જ પરત મોકલી દેવામાં આવ્યા હતા.
એ પછી રાહુલ ગાંધીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય નથી.
આ ટ્વીટની પાકિસ્તાનમાં પણ ખૂબ ચર્ચા થઈ. પાકિસ્તાન મીડિયાએ આને મહત્ત્વનું સ્થાન આપ્યું.
રવિવારે પાકિસ્તાનના વિજ્ઞાન અને ટૅકનૉલૉજીમંત્રી ફવાદ ચૌધરીએ પણ ટ્વીટ કર્યું.
એમણે મોતીલાલ નહેરુ અને જવાહરલાલ નહેરુનો ઉલ્લેખ કરીને લખ્યું કે એમના દૌહિત્રને એમના પૂર્વજોના ઘર કાશ્મીરમાં નથી જવામાં દેવામાં આવી રહ્યા.
એમણે એમ પણ લખ્યું કે દેખાઈ રહ્યું છે કે કેવી રીતે આરએસએસ અને નાઝી વિચારધારાએ મોદીના ભારત પર કબજો કરી લીધો છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો