સુરતીલાલાને હોટલ છોડીને ફૂટપાથ પર બેસીને જમવાનું ઘેલું લાગ્યું

દક્ષિણ ગુજરાતમાં આવેલું સુરત શહેર તેની ખાણીપીણી માટે જાણીતું છે. "સુરતનું જમણ અને કાશીનું મરણ" એવી કહેવત પણ છે.

સુરતીલાલા તેમની જીવનશૈલી અને ખાણીપીણી માટે પણ જાણીતા છે.

સુરતથી ડુમસ રોડ પર રવિવારે લોકોની ભીડ ઊમટી પડે છે.

લોકો પોતાના ઘરેથી ટિફિન લાવે છે અને ફૂટપાથ પર બેસીને ભોજનની લિજ્જત માણે છે.

લોકો રવિવાર આવે તેની રાહ જોતા હોય છે અને રવિવાર આવે કે સપરિવાર અહીં આવી જાય છે.

લોકો અહીં જન્મદિવસની ઉજવણી પણ કરીને આનંદ માણે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો