You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અરુણ જેટલી એઇમ્સમાં ભરતી, આઈસીયૂમાં દેખરેખ હેઠળ
પૂર્વ નાણામંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા અરુણ જેટલીને દિલ્હીની એઇમ્સ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ અરૂણ જેટલીની તબિયત જોવા માટે પહોંચ્યા હતા.
આ પહેલાં અરુણ જેટલીને શુક્રવારે સવારે 11 વાગે શ્વાસની તકલીફ સાથે ઍઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આરોગ્યમંત્રી ડૉ. હર્ષવર્ધન પણ એમની તબિયતની જાણવા ઍઇમ્સ પહોંચ્યા હતા.
એ પછી મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્ય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે ટ્વીટ કરીને એમના ઉત્તમ સ્વાસ્થ્ય માટે કામના કરી હતી.
નરેન્દ્ર મોદી સરકારના નવા મંત્રીમંડળની રચના વખતે અરુણ જેટલીએ નાદુરસ્ત તબિયતને લઈને પોતે સરકારમાં મંત્રી બનવા માગતા નથી એમ કહ્યું હતું.
એમણે એમ પણ કહ્યું હતું કે છેલ્લાં પોણાં બે વર્ષથી તેમની તબિયત ખરાબ છે અને સારવાર ચાલી રહી છે.
ઍઇમ્સમાં તેમને આઇસીયૂમાં દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે તેમ ડૉક્ટરો જણાવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મોદી સાથે હાથ ન મિલાવતા થયો હતો વિવાદ
ગત વર્ષે ઑગસ્ટમાં અરુણ જેટલીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે રાજ્યસભામાં હાથ ન મિલાવતા વિવાદ થયો હતો.
એ વખતે વડા પ્રધાને હસ્તધૂનન માટે હાથ લંબાવ્યો હતો પરંતુ જેટલીએ ફક્ત સ્મિત આપી નમસ્તે કર્યું હતું.
આ સ્થિતિની તસવીરો અને વીડિયો વાઇરલ થયા હતા અને અનેક લોકોએ આને રાજકીય અંતરની ઘટના ગણાવી હતી.
ખરેખર જેટલીએ હાથ ન મિલાવ્યો તેની પાછળ રાજકીય નહીં પરંતુ આરોગ્યની બાબત જવાબદાર હતી.
અરુણ જેટલીનું એ વખતે જ કિડની ટ્રાન્સપ્લાન્ટનું ઑપરેશન થયું હતું. આ ઑપરેશનબાદ ઇન્ફેક્શન થવાનું જોખમ વધુ રહે છે.
આથી દર્દીને શક્ય હોય ત્યાં સુધી અન્ય લોકો સાથે શારીરિક રીતે સંપર્કમાં નહીં આવવાની સલાહ આપવામાં આવતી હોય છે.
આને લીધે જ એ વખતે જેટલીએ નરેન્દ્ર મોદી સાથે હાથ નહોતો મિલાવ્યો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો