મહાગુજરાત આંદોલન : જ્યારે અલગ ગુજરાતની માગણી માટે વિદ્યાર્થીઓ રસ્તા પર ઊતર્યા

મહાગુજરાત આંદોલન વખતના તોફાનો

ઇમેજ સ્રોત, Kalpit S Bhachech

ઇમેજ કૅપ્શન, મહાગુજરાત આંદોલન વખતના તોફાનો

આઠ ઑગસ્ટ, ઐતિહાસિક મહાગુજરાત આંદોલનના શહીદ દિવસ તરીકે ઓળખાય છે.

ત્યારે તત્કાલીન બૉમ્બે સ્ટેટ (પ્રૉવિન્સ)નો ભાગ રહેલા ગુજરાતને અલગ રાજ્યનો દરજ્જો અપાવવા ૧૯૫૬ થી ૧૯૬૦ સુધી ચાલેલાં મહાગુજરાત આંદોલનમાં અનેક લોકો શહીદ થયા હતા.

મહાગુજરાત આંદોલનમાં મૃત્યુ પામેલા લોકોની યાદમાં અમદાવાદના લાલદરવાજા ખાતે આંદોલનના પ્રણેતા ઇન્દુલાલ યાજ્ઞિકના નેતૃત્વમાં શહીદ સ્મારક બનાવવાની માગણી સાથે લગભગ એક વર્ષ સુધી સત્યાગ્રહ ચાલ્યો હતો.

line
આંદોલન વખતે કર્ફ્યુની તસવીર

ઇમેજ સ્રોત, Kalpit S Bhachech

ઇમેજ કૅપ્શન, આંદોલન વખતે કર્ફ્યુની તસવીર

ભારતની આઝાદીની લડત બાદ 'મહાગુજરાત આંદોલન' એ ગુજરાતી પ્રજાનું સૌથી મોટું આંદોલન ગણાય છે.

મહાગુજરાત આંદોલનમાં 1958માં ઉમટેલો માનવ મહેરામણ

ઇમેજ સ્રોત, Kalpit S Bhachech

ઇમેજ કૅપ્શન, મહાગુજરાત આંદોલનમાં 1958માં ઉમટેલો માનવ મહેરામણ

મહાગુજરાત આંદોલન વખતે ગુજરાતના લોકો હડતાળો, વિદ્યાર્થીઓનાં દેખાવો, જંગી સરઘસો, પોલીસનો ગોળીબાર, વિદ્યાર્થીઓનાં મૃત્યુ અને ગુજરાતી ભાષી વિસ્તારોમાં અરાજકતાના સાક્ષી બન્યા હતા.

આંદોલન વખતે ઘાયલ થયેલા સેનાની

ઇમેજ સ્રોત, Kalpit S Bhachech

ઇમેજ કૅપ્શન, આંદોલન વખતે ઘાયલ થયેલા સેનાની

દેશમાં જ્યારે બ્રિટિશ શાસન હતું ત્યારે ભારતનો પશ્ચિમ ભાગ બોમ્બે પ્રેસિડન્સીમાં ગણાતો હતો.

તેમાં ગુજરાતી ભાષી વિસ્તારનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.

6 ઑગસ્ટ, 1956ના દિવસે દ્વિભાષી મુંબઈ રાજ્યની ઘોષણા કરાઈ હતી.

શહીદ સ્મારક સત્યાગ્રહ માટે મહિલાઓની લડત

ઇમેજ સ્રોત, Kalpit S Bhachech

ઇમેજ કૅપ્શન, શહીદ સ્મારક સત્યાગ્રહ માટે મહિલાઓની લડત

ગુજરાતને અલગ રાજ્યનો દરજ્જો ન મળતાં પ્રજાને આંચકો લાગ્યો.

આથી 7 ઑગસ્ટ, 1956ના રોજ કેટલાક વિદ્યાર્થીઓ કૉંગ્રેસના મંત્રી ઠાકોરભાઈ દેસાઈને મળ્યા.

મળવા ગયેલા વિદ્યાર્થીઓને ઠાકોરભાઈ તરફથી સંતોષકારક જવાબ ન મળતાં હડતાળનું એલાન આપ્યું.

અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાંથી જંગી સરઘસ નીકળ્યું અને 'લે કે રહેંગે મહાગુજરાત'નો નારો બુલંદ બન્યો.

8 ઑગસ્ટ, 1956ના રોજ અમદાવાદમાં ભદ્ર ખાતે કૉંગ્રેસ ભવનની બહાર વિદ્યાર્થીઓએ દેખાવો કર્યા.

મહિલાઓની ધરપકડ

ઇમેજ સ્રોત, Kalpit S Bhachech

મહિલાઓએ પણ આગળ વધીને આંદોલનમાં ભાગ લીધો હતો અને કેટલીક મહિલાઓએ ધરપકડ વ્હોરી હતી.

19 સપ્ટેમ્બર, 1968

શહીદ સ્મારકના ઉદ્દઘાટન વખતે ભાવુક થતાં ઇંદુલાલ યાજ્ઞિક

ઇમેજ સ્રોત, Kalpit S Bhachech

ઇમેજ કૅપ્શન, 19 સપ્ટેમ્બર, 1968ના દિવસે શહીદ સ્મારકના ઉદ્દઘાટન વખતે ભાવુક થતા ઇંદુલાલ યાજ્ઞિક

પોલીસે અંધાધૂંધ ગોળીબાર કર્યો અને એમાં પાંચ વિદ્યાર્થીઓનાં મૃત્યુ થયાં.

ત્યાર બાદ ગુજરાતમાં અરાજકતા ફેલાઈ અને અમદાવાદના મોટા ભાગના વિસ્તારોમાં દેખાવો અને તોફાનો થયાં.

મહાગુજરાત આંદોલનમાં કુલ 24 યુવાનો શહીદ થયા.

9 સપ્ટેમ્બર, 1956ના રોજ અમદાવાદના ખાડિયામાં એક સભામાં ઇન્દુલાલ યાજ્ઞિક મહાગુજરાત જનતા પરિષદના પ્રમુખ નીમાયા.

ઇન્દુલાલ યાજ્ઞિકે મહાગુજરાત આંદોલનનું નેતૃત્વ લેતા કાર્યકરોમાં નવી ચેતના જાગી.

સત્યાગ્રહ કરતી મહિલાઓ

ઇમેજ સ્રોત, Kalpit S Bhachech

ઇમેજ કૅપ્શન, સત્યાગ્રહ કરતી મહિલાઓ

આંદોલન દરમિયાન 1957માં ચૂંટણી આવી અને મહાગુજરાત જનતા પરિષદે પણ ઝંપલાવ્યું.

ઇન્દુલાલ યાજ્ઞિક સહિત 5 ઉમેદવારો લોકસભામાં ચૂંટાયાં.

શહીદ સ્મારક

ઇમેજ સ્રોત, Kalpit S Bhachech

ઇમેજ કૅપ્શન, શહીદ સ્મારક સ્થળે ઇંદુલાલ યાજ્ઞિક

6 ડિસેમ્બર, 1959ના રોજ દિલ્હીમાં વિભાજનના પ્રશ્નના નિકાલ માટે કૉંગ્રેસ હાઇકમાન્ડની બેઠક મળી.

બેઠકના બીજા જ દિવસે મુંબઈ રાજ્યના વિભાજન માટેની દરખાસ્તને મંજૂરી આપી દેવાઈ.

શહીદ સ્મારક પર શ્રધ્ધાંજલિ આપતી બાળા

ઇમેજ સ્રોત, Kalpit S Bhachech

ઇમેજ કૅપ્શન, શહીદ સ્મારક પર શ્રધ્ધાંજલિ આપતી બાળા

આખરે 1 મે 1960ના મુંબઇ રાજ્યમાંથી મહારાષ્ટ્ર અને ગુજરાત એમ બે નવા રાજ્યો બન્યાં.

ગુજરાત રાજ્યના ઉદ્દઘાટન વખતે રવિશંકર મહારાજ

ઇમેજ સ્રોત, Kalpit S Bhachech

ઇમેજ કૅપ્શન, ગુજરાત રાજ્યના ઉદ્દઘાટન વખતે રવિશંકર મહારાજ

રવિશંકર મહારાજના હસ્તે અમદાવાદના સાબરમતી આશ્રમમાં નવા રાજ્યની સ્થાપના થઈ.

મહાગુજરાત આંદોલનમાં જીવ ગુમાવનાર લોકોની યાદમાં અમદાવાદમાં શહીદ સ્મારક બનાવવા માટે પણ સત્યાગ્રહ ચાલ્યો હતો. આ સ્મારકનું ઉદ્ઘાટન 19 સપ્ટેમ્બર, 1968ના દિવસે કરવામાં આવ્યું હતું.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો