સુષમા સ્વરાજ LIVE : સુષમા સ્વરાજના પાર્થિવદેહને અગ્નિદાહ અપાયો

ઇમેજ સ્રોત, PTI
ભારતનાં પૂર્વ વિદેશમંત્રી અને ભાજપનાં વરિષ્ઠ નેતા સુષમા સ્વરાજનું નિધન થઈ ગયું છે. તેમણે દિલ્હીની એઇમ્સમાં અંતિમ શ્વાસ લીધા હતા. દિલ્હી ખાતે તેમના પાર્થિવદેહને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો.
તેમના અંતિમસંસ્કાર વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.
નરેન્દ્ર મોદીની પ્રથમ સરકારમાં તેઓ વિદેશમંત્રી હતાં, જે બાદ તેમણે ગયા વર્ષે જાહેર કર્યું હતું કે તેઓ 2019ની લોકસભાની ચૂંટણી નહીં લડે.
67 વર્ષનાં સુષમા સ્વરાજ 25 વર્ષની ઉંમરે રાજકારણમાં આવ્યાં હતાં. લાલકૃષ્ણ અડવાણી સુષમા સ્વરાજના રાજકીય ગુરુ રહ્યા છે.

12:50 સુષમાના પાર્થિવ દેહને ભાજપ કાર્યાલયે લઈ જવાયો
સુષમા સ્વરાજના પાર્થિવ દેહને હવે ભાજપના કાર્યાલયે અંતિમદર્શન માટે રાખવામાં આવશે. એઇમ્સમાં નિધન થયા બાદ તેમના મૃતદેહને તેમના ઘરે લાવવામાં આવ્યો હતો.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1

12:20ગીતાએ આપી શ્રદ્ધાંજલિ
વિદેશમંત્રી તરીકે સુષમા સ્વરાજના કાર્યકાળ દરમિયાન પાકિસ્તાનથી પરત આવેલાં ભારતીય નાગરિક ગીતાએ પણ તેમને શ્રદ્ધાંજલિ આપી છે. ગીતા બોલી કે સાંભળી શકતાં નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગીતા 10-11 વર્ષનાં હતાં ત્યારે તેઓ ભારત-પાકિસ્તાન સીમા પાસે પાકિસ્તાન રેન્જર્સને મળ્યાં હતાં.
જે બાદ તેમણે 10 વર્ષ પાકિસ્તાનમાં પસાર કર્યાં પરંતુ ત્યાં સુધી એ વાતની ખબર ના પડી કે તેઓ સરહદ પાર કરીને પાકિસ્તાન કેવી રીતે પહોંચ્યાં હતાં.
ગીતા ભારત પરત ફર્યા બાદ એક પ્રેસ કૉન્ફરન્સમાં સુષમા સ્વરાજે તેમને 'હિંદુસ્તાનની પુત્રી' કહ્યું હતું. તેમણે સાથે એમ પણ કહ્યું હતું કે તેમના પરિવારને શોધવા માટે તેઓ કોઈ કસર નહીં છોડે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2

12:00 સુષમા અસાધારણ મહિલા હતાં : UNGC અધ્યક્ષ
સંયુક્ત રાષ્ટ્ર મહાસભાનાં અધ્યક્ષ મારિયા ફર્નાંડા એસ્પિનોસાએ સુષમા સ્વરાજના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે સુષમાને 'અસાધારણ મહિલા' અને જનતાની સેવામાં જીવન અર્પિત કરનારાં નેતા ગણાવ્યાં છે.
તેમણે ટ્વીટર પર લખ્યું, "ભારતની યાત્રા દરમિયાન તેમને મળવાની તક મળી અને હું તેમને હંમેશાં યાદ રાખીશ."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 3

11:20ભાજપના તમામ કાર્યક્રમ સ્થગિત
ભાજપના કાર્યકારી અધ્યક્ષ જગતપ્રકાશ નડ્ડાએ જણાવ્યું છે કે બુધવારે થનારા ભાજપના તમામ કાર્યક્રમ સ્થગિત કરવામાં આવ્યા છે. સુષમા સ્વરાજનો પાર્થિવદેહ અંતિમ દર્શન માટે 12 વાગ્યે ભાજપના કાર્યાલયે લાવવામાં આવશે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 4

11:00 રાષ્ટ્રપતિએ શ્રદ્ધાંજલિ આપી
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સુષમા સ્વરાજના ઘરે જઈને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.

10:41 મનમોહન સિંહે આપી શ્રદ્ધાંજલિ
પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ અને ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીએ પણ સુષમા સ્વરાજના ઘરે પહોંચીને શ્રદ્ધાંજલિ આપી હતી.

10:30 અડવાણીએ શ્રદ્ધાંજલિ આપી
ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ સુષમા સ્વરાજને ઘરે પહોંચીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. તેઓ તેમનાં પુત્રી પ્રતિભા અડવાણી સાથે ત્યાં પહોંચ્યા હતા.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 5

9:53 મોદી ભાવુક થયા
વડા પ્રધાન નરેન્દ્ર મોદી સુષમા સ્વરાજને શ્રદ્ધાંજલિ આપવા તેમના ઘરે પહોંચ્યા હતા. આ સમયે મોદી ભાવુક થઈ ગયા હતા.
તેમણે સુષમા સ્વરાજના પરિવારજનો સાથે જ પણ વાત કરી હતી.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 6

9:43 ભાવુક થયા રામગોપાલ યાદવ
સમાજવાદી પાર્ટીના નેતા રામગોપાલ યાદવ સુષમા સ્વરાજને શ્રદ્ધાંજલિ આપતી વખતે તેઓ ભાવુક થઈ ગયાં.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 7

9:30 દિલ્હી સરકારે બે દિવસોનો શોક જાહેર કર્યો
સુષમા સ્વરાજના નિધન બાદ દિલ્હી સરકારે બે દિવસના શોકનું એલાન કર્યું છે. આ દરમિયાન દિલ્હીમાં કોઈ સાંસ્કૃતિક કાર્યક્રમ નહીં થાય. આ સિવાય અન્ય સરકારી કામકાજ અને કાર્યક્રમ જેમાં ઇંદિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં થનારો આંગણવાડીનો કાર્યક્રમ પણ સામેલ છે, તે નક્કી કરેલા સમય પ્રમાણે થશે.

9:15 રશિયાના વિદેશ મંત્રાલયે આપી શ્રંદ્ધાંજલી
રશિયાના વિદેશ મંત્રાલયે સુષમા સ્વરાજના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટ કર્યું કે 'અમારા મિત્ર દેશનાં પૂર્વ વિદેશમંત્રી સુષમા સ્વરાજના અચાનક નિધન પર અમારી સંવેદના ભારતના લોકો સાથે છે.'
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 8

8:40 ઈરાનના વિદેશમંત્રીની શ્રદ્ધાંજલિ
ઈરાનના વિદેશમંત્રી જવાદ ઝરીફે સુષમા સ્વરાજના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
તેમણે લખ્યું, "તેમના કાર્યકાળમાં મારી તેમની સાથે અનેક ઉપયોગી અને ફળદાયી ચર્ચાઓ થઈ. તેમના અચાનક થયેલા નિધનથી દુઃખી છું."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 9

8:28 અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિએ શ્રદ્ધાંજલિ આપી
અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ હામિદ કરઝાઈએ સુષ્મા સ્વરાજ સાથેની પોતાની તસવીરો ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ આપી છે.
તેમણે લખ્યું, "તેમણે અસીમ ગરિમા અને શાલીનતા સાથે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 10

8:10વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને સુષમા સ્વરાજને શ્રદ્ધાંજલિ આપી
વડા પ્રધાને ટ્વીટમાં લખ્યું, "ભારતીય રાજકારણનો એક મહાન અધ્યાય સમાપ્ત થઈ ગયો છે. ભારત પોતાના એક અસાધારણ નેતાનો શોક મનાવી રહ્યું છે, જેમણે લોકોની સેવા કરી અને ગરીબોની જિંદગી સારી બનાવવા માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું."
"સુષમા સ્વરાજ અનોખાં હતાં, જે કરોડો લોકો માટે પ્રેરણાસ્રોત હતાં. સુષમાજી ખૂબ સારાં સાંસદ અને વક્તા હતાં. તેમને તમામ પક્ષો તરફથી સન્માન મળ્યું હતું. ભાજપની વિચારધારા અને હિત સાથે તેઓ ક્યારેય સમજૂતી કરતાં ન હતાં. ભાજપના વિકાસમાં તેમણે મોટું યોગદાન આપ્યું છે."

ઇમેજ સ્રોત, AFP
ભાજપના અધ્યક્ષ અમિત શાહે પણ કહ્યું કે સુષમા સ્વરાજના નિધનથી તેઓ ખૂબ દુઃખી છે.
તેમણે ટ્વીટ કરીને સુષમા સ્વરાજને શ્રદ્વાંજલિ આપતાં લખ્યું, "પૂર્વ વિદેશમંત્રી અને ભાજપનાં વરિષ્ઠ નેતા અને સંસદીય બોર્ડનાં સભ્ય સુષમા સ્વરાજજીના આકસ્મિક નિધનથી મન અત્યંત દુખી છે."
"તેમણે એક પ્રખર વક્તા, એક આદર્શ કાર્યકર્તા, લોકપ્રિય જનપ્રતિનિધિ અને એક કર્મઠ મંત્રી જેવાં વિવિધ રૂપોમાં ભારતીય રાજનીતિમાં પોતાની અમીટ છાપ છોડી છે."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 11
કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ સુષમા સ્વરાજના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે.
તેમણે ટ્વીટ કરીને કહ્યું કે સુષમા સ્વરાજના નિધનના સમાચારથી સ્તબ્ધ છું. તેઓ અસાધારણ નેતા અને પ્રખર વક્તા હતાં, જેમની બીજા પક્ષો સાથે પણ મિત્રતા હતી.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 12
ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ પણ સુષમા સ્વરાજના નિધન અંગે દુઃખ વ્યક્ત કરતાં ટ્વીટ કર્યું હતું.
તેમણે લખ્યું કે પૂર્વ વિદેશમંત્રી સુષમા સ્વરાજજીના નિધનથી દુઃખી છું.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 13
'ભાઈ કેમ છો'
એઇમ્સમાં પહોંચેલા કૉંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદે સુષમા સ્વરાજને આ શબ્દોમાં યાદ કર્યાં, "હું હંમેશાં પૂછતો હતો કે બહેન કેમ છો અને તેઓ પૂછતાં ભાઈ કેમ છો. અમે એક બહેન ખોઈ દીધાં છે. તેઓ એક ખૂબ સારાં વક્તા હતાં. તેમને હંમેશાં યાદ કરવામાં આવશે."

8:00વક્તા, કુશળ વહિવટકર્તા, લોકપ્રિય મંત્રી

ઇમેજ સ્રોત, Reuters
સુષ્મા સ્વરાજ પોતાનાં ભાષણોથી જાણીતાં હતાં, તેઓ એક સારાં વક્તા અને પ્રભાવી પાર્લમેન્ટેરિયન અને કુશળ વહિવટકર્તા હતાં.
એક સમય એવો હતો જ્યારે અટલબિહારી વાજપેયી બાદ સુષ્મા સ્વરાજ અને પ્રમોદ મહાજન સૌથી લોકપ્રિય વક્તા હતા, પછી તે સંસદ હોય કે સડક.
એક સમયે સુષમા સ્વરાજની ભાજપમાં ડી(દિલ્હી)-ફોરમાં ગણતરી થતી હતી.
ગયા ચાર દાયકામાં તેઓ 11 ચૂંટણીઓ લડ્યાં, જેમાં ત્રણ વખત વિધાનસભાની ચૂંટણી લડ્યાં અને વિજયી બન્યાં. તેઓ સાત વખત સાંસદ રહી ચૂક્યાં છે.
ઇમરજન્સી દરમિયાન વડોદરા ડાયનામાઇટ કેસમાં ફસાયેલા જ્યૉર્જ ફર્નાન્ડિસે જેલમાં જ રહીને મુઝફ્ફરપુરથી ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો હતો.
ત્યારે સુષમા સ્વરાજે હાથકડીઓ પહેરેલા જ્યોર્જની તસવીર લઈને પ્રચાર કર્યો હતો. જ્યારે પરિણામ આવ્યું તો જ્યોર્જ દિલ્હીની તિહાડ જેલમાં બંધ હતા.
રાજકીય નિષ્ણાતો કહે છે કે વર્ષ 2013માં નરેન્દ્ર મોદીને વડા પ્રધાન પદના ઉમેદવાર બનતા રોકવા માટે લાલકૃષ્ણ અડવાણીએ જ્યારે પ્રયત્નો કર્યા તો સુષ્મા સ્વરાજ તેમની સાથે હતાં.
તેમણે આ મામલે છેવટ સુધી અડવાણીનો સાથ આપ્યો, પરંતુ 2014માં મોદીની જીત બાદ જ્યારે તેમને સરકારમાં મંત્રી બનાવવામાં આવ્યાં તો તેમણે નિષ્ઠાપૂર્વક કામ કર્યું અને એક લોકપ્રિય મંત્રી તરીકે જાણીતાં થયાં.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો