મહારાષ્ટ્રના પૂણેમાં દીવાલ પડવાથી ચાર બાળકો સહિત 15 લોકોનાં મૃત્યુ

મહારાષ્ટ્રના પૂણેમાં એક દીવાલ પડવાથી 15 લોકોનાં મોત થયાં છે. પૂણેમાં શુક્રવારની સવારથી સતત વરસાદ પડી રહ્યો છે.

એક ઍપાર્ટમૅન્ટના કમ્પાઉન્ડની દિવાલ તેની પાછળ આવેલી ઝૂંપડપટ્ટી પર પડી પર પડી હતી. જેમાં લોકોનાં દબાઈ જવાના કારણે મોત થયાં હતાં.

આ મૃતકોમાં ચાર બાળકો અને એક મહિલાનો પણ સમાવેશ થાય છે.

આ ઘટનામાં માર્યાં ગયેલા લોકોમાં બિહારથી આવેલા મજૂરો હતા. જેઓ અહીં આવેલી ઝૂંપડપટ્ટીમાં રહેતા હતા.

ઘટનાની જાણકારી મળતા હાલ એનડીઆરએફ અને પૂણે નગરપાલિકાના અધિકારીઓ તથા ફાયર-બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ છે.

બચાવ કામગીરી પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે અને કેટલાક દબાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા છે.

શુક્રવાર સવારથી જ શરૂ થયેલો વરસાદ ગત રાત્રે પણ ચાલુ જ રહ્યો હતો. આ વચ્ચે મોડીરાત્રે દીવાલ ધસી પડવાની ઘટના બની હતી.

પૂણેના કલેક્ટર નવલ કિશોરે જણાવ્યું, "મૂશળધાર વરસાદને કારણે દીવાલ પડવાની ઘટના બની છે."

તેમણે કહ્યું કે આ ઘટનાથી દીવાલ બનાવતી કંપનીની ક્ષતિ જાહેર થઈ ચૂકી છે.

રામે એવું પણ કહ્યું કે મૃતકોને સરકાર દ્વારા સહાય આપવામાં આવશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો